વલસાડના યુવાન ર્ડો. બીનીશ દેસાઇએ ગણપતિને અર્પણ થયેલા ફૂલો અને POPની ગણેશ મૂર્તિઓમાંથી બેસ્ટ કલાકૃતિઓનું સર્જન કર્યુ.
વલસાડ,વલસાડ જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન ૧૭ મી સપ્ટેમ્બર થી સ્વચ્છ ભારત મિશન – ૨૦૨૪ નો પ્રારંભ થઇ ગયો છે જે ૩૧ મી ઓકટોબર સુધી ચાલનારી ઝૂંબેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી સમૃદ્ધ સમાજનો પાયો નખાશે.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારતના ડ્રીમ અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વેસ્ટમાંથી બેસ્ટના નવતર પ્રયોગ તરીકે ગણપતિ મહોત્સવમાં ગણેશ પંડાલોમાંની ગણેશ મૂર્તિઓ પર ભગવાનને અર્પણ કરાયેલા ફૂલો અને પી. ઓ. પી. ની ગણેશ મૂર્તિઓને જિલ્લા વહીવટીતંત્ર મારફત એકત્ર કરાયેલા ૮૦૦ કિલો ફૂલો અને પી. ઓ. પી. ની ગણેશ મૂર્તિઓ દરિયાકિનારે રઝળતી હાલતમાં ન રહે અને આ મૂર્તિઓમાંથી નવી ઉપયોગી કલાકૃતિઓનું સર્જન કરી શકાય તે માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા વલસાડના ર્ડો. બીનીશ દેસાઇને આ કામ સોંપવામાં આવતા તેઓએ આ કામ ઉપાડી લઇને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું.
જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિ વર્ષ આ રીતે ગણેશ વિસર્જન બાદ ગણેશ ભગવાનની મૂર્તિઓ ઉપર અર્પણ થયેલ ફૂલો અને પી.ઓ.પી.ની ગણેશની મૂર્તિઓને તોડીને વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતીઓનું સર્જન કરવાની પરંપરા ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. બીનીશ દેસાઇએ માહિતી વિભાગની ટીમની મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓએ વી. એન. એસ. જી. યુ. સુરતમાંથી વર્ષ ૨૦૧૬ માં એન્વાયરમેન્ટલ સાયન્સની માસ્ટર ડીગ્રી પાસ કરી હતી. યુ. એસ. ખાતેની કે. ઇ. આઇ. એસ. આઇ. ઇ. યુર્નિવર્સિટીમાંથી વર્ષ ૨૦૧૮ માં એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેકનોલોજી તરીકે ઓનોરરી પી. એચ. ડી. ની ડીગ્રી મેળવી છે. તેઓ ૧૧ વર્ષે ધો. ૭ માં ભણતા હતા ત્યારે તેમને જે ઘટનાથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રેરણા મળી તે વિશે તેઓ જણાવે છે કે કલાસરૂમમાં તેમના પેન્ટ ઉપર ચ્યૂઇગમ ચોંટી જતાં તે ચ્યૂઇગમ તેમણે પેપરથી સાફ કરી અને એનો ગોળો બનાવી બાજુમાં મૂકી રાખ્યો હતો.
પરંતુ સ્કૂલ છૂટવાના સમયે તેમણે આ ગોળો જોયો જે સૂકાઇને કડક થઇ ગયો હતો એમાંથી પ્રેરણા લઇને એમને ઇંટ બનાવવાનો વિચાર આવ્યો અને એમણે કોરોનાકાળમાં પી. પી. ઇ. કીટને રીસાયકલ કરી બ્રીક – ૨.૦ ની બનાવવાની શરૂઆત કરી જેને W. H. O. અને P. M. O. માંથી સરાહના કરાઇ હતી અને આના આધારે તેમણે સૌ પ્રથમ પ્રોટોટાઇપ ઇંટ બનાવી જે ઇંટને વર્ષ ૨૦૧૦ માં પેટન્ટ કરાવી અને પ્રોકડશન હાઉસની શરૂઆત કરી એમાંથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લામાં ૧૨ હજાર ટોઇલેટ અને દેશમાં અંદાજીત ૧ લાખથી વધુ ટોઇલેટ બનાવ્યા.
View this post on Instagram
ર્ડો. બીનીશ દેસાઇએ ગુંદલાવ ખાતે આવેલ તેમની IDA ECO DECOR કંપની દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓનું સર્જન કરે છે. સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકત્ર કરાયેલા ૮૦૦ કિલો ફૂલો અને પી. ઓ. પી. ની ગણેશ વિસર્જન બાદ દરિયાકિનારે પડી રહેતી મૂર્તિઓ આપવામાં આવી હતી. તેમાંથી બીનીશભાઇએ હોમ ડેકોરની કલાકૃતિઓ જેવી કે ગણેશ ભગવાનના સિક્કા, પૂજા સામગ્રીની થાળી, રામ ભગવાનનું મંદિર, પેન હોલ્ડર, લાઇટ, કોર્પોરેટ ગીફટ, ડ્રાયફ્રુટ ડીશ અને તેમણે પોતાના હાથમાં પહેરેલા રીસ્ટવોચ પણ ફૂલોમાંથી સર્જન કર્યુ હતું. એવી જ રીતે પી. ઓ. પી. ની ગણેશ ભગવાનની મૂર્તિઓમાંથી ફર્નિચર જેવું કે, સ્કૂલ બેન્ચ, ટેબલ વગેરે બનાવ્યા છે.
આમ, તેઓએ ૧૨૭ જેટલા વેસ્ટ જેવા કે, આર્યુવેદિક વેસ્ટ, પેપર મીલનો વેસ્ટ, કોફી વેસ્ટ, ફૂલનો વેસ્ટ, ટેકસટાઇલ વેસ્ટ, મલ્ટીલેયર પ્લાસ્ટીક, વગેરેમાંથી તેઓ લાકડું બનાવી તેમનો ફર્નિચરમાં ઉપયોગ કર્યો છે.બીનીશભાઇએ જણાવ્યું કે, હાલમાં તેમને સાળંગપુરના હનુમાન મંદિર ખાતે હનુમાન મૂર્તિઓ પર અર્પણ થયેલા ફૂલો તેમને ૫ ટન મોકલાવ્યા છે જેમાંથી તેઓએ ૫૦૦ નંગ જેટલી હનુમાન ચાલીસાની ચોપાઇઓ બનાવીને મોકલી રહયા છે.