વ્યવહારથી સંબંધ સુધી: આટા સાટાના લગ્નમાં સાચો પ્રેમ વિકસી શકે છે?
ઝી ટીવીનો નવો પ્રાઈમટાઈમ શો, જાને અન્જાને હમ મિલેં દર્શકોને પોતાની જાતને આ જ પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરી રહ્યો છે. રસપ્રદ આટા સાટાના લગ્નની આ રીત હજી પણ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક પ્રાંતમાં ચાલી રહી છે, તો આ બોલ્ડ રજૂઆત પરિવાર પ્રત્યેના પ્રેમથી સંચાલિત સંબંધની જટિલતાને દર્શાવે છે.
આ શોમાં બે આધુનિક, મજબૂત મુખ્ય પાત્રો રીત અને રાઘવને રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં રીત પ્રેમ માટે નહીં પણ તેના ભાઈ-બહેનની ખુશી માટે ‘ગેરંટી’ તરીકે લગ્ન કરવાની ચોંકાવનારી પસંદગી કરે છે.
રીતનું પાત્ર કરી રહી છે, આયુષી ખુરાના એ ગ્વાલિયરની મધ્યમવર્ગિય પરિવારની એક અત્યંત સ્વતંત્ર અને તિક્ષ્ણ-વિનોદી રિપોર્ટર છે. તે ઘણી વખત બીનજરૂરી સામાજિક ધોરણોને પડકારવા માટેના સુકાન પર રહી છે, તેના અવાજનો ઉપયોગ કરીને ઘરેડબદ્ધ વિચારધારા પર સવાલ ઉઠાવે છે.
જ્યારે રાઘવનું પાત્ર અહીં સુંદર ભારત આહ્લાવત કરી રહ્યો છે, રાઘવ એક એવો વ્યક્તિ છે, જેના સતત મૂડ બદલાયા કરે છે, કોઈપણ બાબતે જરા પણ ગંભીર નથી કે સમજદારીથી કામ નથી લઈ શકતો. તેના બાહ્ય મુખોટાના પાછળ એક ઊંડો આંતરિક ઘા છે.
એક સફળ કન્સ્ટ્રક્શન બિઝનેસ ચલાવવાની સાથોસાથ તેની નાની બહેન ઉન્નતિને તે ભેટ આપીને બગાડી રહ્યો છે. રાઘવ પણ પેઢીઓ જૂની પરંપરાની હિમાયત નથી કરતો, પણ એવી ઘટનાઓ બની જાય છે, જેના લીધે તેની બહેનની ખુશીને લીધે તેની પોતાની માન્યતાથી ઉપર ઉઠવું પડે છે.
બહેનના ભવિષ્ય માટે તેને આટા સાટા પદ્ધતિને અનુસરવી પડે છે, નહીં તો તે આ રીવાજને નકારી પણ શક્યો હોત. રાઘવની બહેન ઉન્નતિના લગ્ન રીતના ભાઈ ધ્રુવ સાથે થાય છે, તેના લીધે રાઘવને પણ તેના બદલામાં રીત સાથે લગ્ન કરવા દબાણ થઈ રહ્યું છે- એટલે રીતને આ એક કોલેટરલ તરીકે ગણી શકાય કે જો ઉન્નતિની સાથે તેના નવા ઘરમાં કોઈ ખરાબ વર્તન કરવામાં આવે તો, રીતને તેના પરિણામનો સામનો કરવો પડે છે, તો આ એક જાતનું રક્ષણ તરીકે ગણવામાં આવે છે.
જાને અન્જાને હમ મિલેંના હાર્દમાં એક જ પ્રશ્ન છે: શું કોઈના પણ ભાઈ-બહેનના સંબંધને માન-સન્માન આપવા માટેની જરૂરિયાતને આધારે શરૂ કરવામાં આવેલા સંબંધમાં પ્રેમ માટે કોઈ સ્થાન હોઈ શકે? આ શોમાં રીત અને રાઘવના નિર્ણય વિશે ચર્ચા છે, કેમકે તેમની વચ્ચે એક બીનપરંપરાગત સંબંધ આગળ વધી રહ્યા છે. બંનેને તેમના પોતાના હક છે, તેમનો પોતાનો પ્રવાસ છે અને તે બધાથી ઉપર તેની સ્વ-ખોજ છે. શું તેઓ એકબીજાની વચ્ચે સુમેળ સાધી શકશે કે પછી કૌટુંબિક જવાબદારી હેઠળ કરવામાં આવેલા લગ્ન દબાણ હેઠળ તૂટી જશે?
આયુષી ખુરાના અને ભારત આહ્લાવતને જાને અન્જાને હમ મિલેં જેમાં જૂઓ રીત અને રાઘવના આકર્ષક ચહેરા તરીકે, જેમાં તેઓ આધુનિક દિવસોની નાટ્યાત્મક જટિલતાને રજૂ કરતા જોવા મળશે. આયુષીનું એક સંવેદનશીલ અને સશક્ત મહત્વકાંક્ષી મહિલા તરીકેનું પાત્ર દર્શકોના દિલના તાર ઝણઝણાવશે, જ્યારે ભારત એ રાઘવના પાત્રમાં ઊંડાણ લાવી રહ્યો છે, જે તેની બહેન પ્રત્યેના પ્રેમને લીધે તેનું ભવિષ્ય રીતની સાથે લખવા તૈયાર થઈ ગયો છે.
આયુષી કહે છે, “હું રીત જેવા પડકારજનક પાત્ર કરવા માટે ઘણા સમયથી રાહ જોતી હતી અને હવે મને આવું પાત્ર કરવા મળ્યું છે, તેના લીધે હું ખૂબ જ ઉત્સાહિત છું. તે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરીને જીવે છે, ભાવુક છે, મદદગાર છે અને હંમેશા પ્રતિબદ્ધ રહેતી વ્યક્તિ છે અને તેની સાથે હું ઘણી રીતે મારી જાતને જોડી શકું છું.
વાસ્તવિક જીવનમાં પણ, મને મારી આસપાસના લોકોને મદદ કરવી ખૂબ જ ગમે છે અને હું પણ રીતની જેમ મારા પરિવાર માટે ખૂબ જ રક્ષણાત્મક છું. નિભાવવા માટે આ પાત્ર થોડું ટ્રીકી છે, તેમ છતા પણ અમારી સામ્યતાને લીધે હું તેની સાથે જલ્દીથી જોડાઈ ગઈ છું અને તેનાથી જ મને આ પાત્રને યોગ્ય રીતને જીવંત બનાવવામાં મદદ મળી છે. હું આશા રાખું છું કે, દર્શકો પણ આ પાત્ર અને અમારા શો પર તેમનો પ્રેમ વરસાવશે.”
ભારત કહે છે, “રાઘવના મારા પાત્રમાં ઘણા સ્તરો છે અને તે જ ખરેખર રસપ્રદ છે. તે એક ચંચળ વ્યક્તિ છે, જે સખત વર્તન પણ કરે છે, તેની સાથોસાથ એક ઘાયલ આત્મા છે, જે હંમેશાથી તેની લાગણીઓને ઢાંકવા પ્રયત્ન કરે છે. તો આ પ્રવાસને અનુભવવા હવે રાહ નથી જોઈ શકતો. હું માનું છું કે, એક અભિનેતા તરીકે, વિવિધ પાત્રો કરવાથી તમને તમારી કુશળતાને વિકસાવવામાં અને સુધારવામાં મદદ મળે છે અને તેના માટે જ હું પણ ઉત્સુક છું. આશા રાખું છું કે, હું આ પાત્રને ન્યાય આપી શકીશ.”
આ શોમાં આજની પેઢીના પ્રગતિશીલ મૂલ્યોની સાથોસાથ જૂની પરંપરાની અથડામણ છે, જે એક ભાવનાત્મક રોલરકોસ્ટર રાઈડ પર લઈ જશે. શું રીત એક મહિલા તરીકે સમાજના નિયમોને પડકારીને એક વ્યવહાર જેવા લાગતા લગ્ન માટે સહમત થશે? અને શું રાઘવ, તેની બહેન પ્રત્યેના ગાઢ પ્રેમને લીધે આટા સાટા પરંપરા અનુસાર રીતની સાથે અસંગતતા અને વાસ્તવિક્તા સાથે સમાધાન કરતા લગ્ન માટે તૈયાર થશે?
રોઝ ઓડિયો વિઝ્યુઅલ પ્રાઈવેટ લિમિટેડ હેઠળ સોનલ એ કકર દ્વારા કોન્સેપ્ચ્યુલાઈઝ્ડ અને ક્રિએટેડ તથા ગોલ્ડી બહલ અને સોનલ એ કકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. જાને અન્જાને હમ મિલેં એ સામાન્ય પ્રેમકથા નથી અને અને તે જ તેને રસપ્રદ બનાવે છે. જાને અંજાને હમ મિલેની રજૂઆત માટે ઝી ટીવી સાથે જોડાયેલા રહો!