અમદાવાદ શહેરમાં જુગારના અડ્ડાનો ધમધમાટઃ પીસીબીના ત્રણ સ્થળે દરોડા
અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસે ૭૫૦ લોકોને પાસામાં ધકેલ્યા છતાં દારૂ-જુગારના અડ્ડા ધમધોકાર ચાલી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે સેટેલાઇટમાં દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
આ ઉપરાંત સેટેલાઇટમાં જાહેરમાં જુગાર રમતા ૯ જુગારીને સરદારનગરમાં જુગારધામ પર પીસીબીએ દરોડો પાડી ૭ જુગારીને તેમજ ચાંદલોડિયા રેલવે બ્રિજ પાસે વારાહી એસ્ટેટમાંથી સાત જુગારીને જુગાર રમતા ઝડપી લીધા હતા.સેટેલાઇટના રાજીવનગરની ખુલ્લી જગ્યામાં કેટલાક તત્ત્વો જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મળી હતી.
ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને ૯ જુગારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસને રોકડા ૪૧ હજાર સહિત ૧.૭૪ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.કમિશનરના સીધા તાબામાં આવતી પીસીબીના ઇન્સપેક્ટર મહેશ ચૌધરીને બાતમી મળી હતી કે સરદારનગર કુબેરનગર સ્થિત સંતોષીનગરની ચાલીમાં જુગાર રમાઇ રહ્યો છે. સબ ઇન્સ્પેક્ટર ખાંટ અને વનરાજસિંહ ટીમ સાથે સરદારનગર પહોંચ્યા હતા.
દરોડો પાડીને ૭ જુગારીને ઝડપી લઇ તેમની પાસેથી રોકડા રૂપિયા અને મુદ્દામાલ મળીને ૧.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.અમદાવાદ શહેરમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યો છે ત્યારે જ પીસીબી ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીને માહિતી મળી હતી કે ચાંદલોડિયા બ્રિજ પાસેના વારાહી એસ્ટેટમાં મારૂતી કોવિંગના પહેલા માળે ઓફિસમાં કેટલાક જુગારી જુગાર રમી રહ્યા છે.
પીસીબીના મહાવીરસિંહ તથા ધર્મેન્દ્રસિંહની ટીમે ત્યાં દરોડો પાડીને જુગાર રમાતા ૭ જુગારીને ઝડપી લઇ તેમની પાસેથી રોકડા ૮૪ હજાર સહિત ૧૭૪ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.સેટેલાઇટ પોલીસ મથકમાં લક્ઝુરિયસ કારમાં દારૂના જથ્થાની હેરાફેરી બાબતથી સ્થાનિક પોલીસ અજાણ હતી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલને તેની વિગતો મળી ગઇ હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાડીનો પીછો કરતાં કારચાલક રામદેવનગર ચાર રસ્તા નજીક કાર મૂકીને ભાગી ગયો હતો. કારમાં તપાસ કરતાં પોલીસને વિલાયતી દારૂની ૧૯૦૮ બોટલ મળી હતી. તે કબજે લઇ દારૂ મગાવનાર અને મોકલનાર તથા ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.SS1MS