Western Times News

Gujarati News

ટુ વ્હીલચાલક ટીઆરબી જવાનનું લક્ઝરી બસની ટક્કરથી મોત

અમદાવાદ, અમદાવાદ ટ્રાફિક વિભાગમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતો જવાન ટુ વ્હીલર પર નોકરીએ જવા નીકળ્યો અને તે સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ સામેથી પસાર થતો હતો ત્યારે ગાંધીનગર યુનિ.ની લકઝરી બસે ટક્કર મારી હતી. ગંભીર ઈજાના કારણે ટીઆરબી જવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે લક્ઝરી બસચાલકની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.અસારવામાં રહેતો ૨૬ વર્ષીય સચિન ગણપતભાઈ પટણી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો હતો. સોમવારે સવારે ટુ વ્હીલર લઈને ડ્યૂટી પર જવા નીકળ્યો હતો.

સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ સામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે લક્ઝરી બસે ટક્કર મારી હતી. તેથી સચિન ફંગોળાઈને રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી મોત થયું હતું. અકસ્માત બાદ લોકોના ટોળાં ભેગા થઈ જતા બસચાલક ત્યાંથી ભાગી ગયો હતો.

એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી બસચાલકની અટકાયત કરી છે.નાના ચિલોડા ખાતે રહેતો ૨૦ વર્ષીય સંજય કટારા અસારવામાં એક સાઈટ પર છૂટક મજૂરી કરતો હતો. રવિવારે સવારે અસારવા મિલ કંપાઉન્ડના કોમન પ્લોટમાં તે ખુરશીમાં બેઠો હતો તે સમયે ટ્રેક્ટરચાલકે બેદરકારીપૂર્વક ટ્રેક્ટર રિવર્સમાં ચલાવીને સંજયભાઈ પરથી ટ્રેક્ટર ચલાવી દીધું હતું.

તેથી સંજયનું ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રેક્ટરચાલક ચંદ્રપાલ નાયે સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.