કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં ૫૦% હિસ્સો ખરીદી રહ્યો છે અદાર પૂનાવાલા
મુંબઈ, કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં ૫૦% હિસ્સો ખરીદી રહ્યો છે અદાર પૂનાવાલા, કરોડોની છે ડીલ, જાણો વિગતકરણ જોહરના ધર્મા પ્રોડક્શનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
વેક્સિન મેન્યુફેક્ચરિંગ જાયન્ટ સીરમ ઈન્સ્ટિટ્યૂટ આૅફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં ૫૦% હિસ્સો ખરીદી રહ્યા છે. પૂનાવાલા આ હિસ્સો રૂ. ૧૦૦૦ કરોડમાં ખરીદી રહ્યા છે.
આ ડીલમાં કરણ જોહરની ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધર્મા પ્રોડક્શનનું વેલ્યુએશન લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટના બોસ અદાર પૂનાવાલા સિરીન પ્રોડક્શન્સના માધ્યમથી પોતાની પર્સનલ કેપેસિટીમાં કરી રહ્યા છે. બાકીનો હિસ્સો ધર્મા પ્રોડક્શન પાસે રહેશે. કરણ જોહર એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીનું નેતૃત્વ કરશે.
તેમજ અપૂર્વ મહેતા પણ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા રહેશે.ધર્મા પ્રોડક્શનમાં કરણ જોહરનો ૯૦.૭% હિસ્સો છે. જ્યારે તેની માતા હીરૂ જોહરનો કંપનીમાં ૯.૨૪% હિસ્સો છે. ધર્મા પ્રોડક્શન્સ છેલ્લા કેટલાક સમયથી રોકાણની શોધમાં હતું.
ધર્મા પ્રોડક્શન્સ સંજીવ ગોએન્કાની સારેગામા સહિત અનેક મોટી કંપનીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો સિનેમા સાથે પણ વાતચીતના સમાચાર સામે આવ્યા હતા.
નાણાકીય વર્ષ ૨૦૨૩માં ધર્મા પ્રોડક્શનની આવકમાં લગભગ ૪ ગણો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કંપનીની આવક ૧,૦૪૦ કરોડ રૂપિયા રહી છે. અગાઉના વર્ષમાં ધર્મા પ્રોડક્શનની આવક ૨૭૬ કરોડ રૂપિયા હતી.
જોકે, કંપનીનો ચોખ્ખો નફો ૫૯% ઘટીને રૂ. ૧૧ કરોડ થયો છે. ચોખ્ખા નફામાં આ ઘટાડો ધર્મા પ્રોડક્શનના ખર્ચમાં ૪.૫ ગણા ઉછાળાને કારણે થયો છે.
કંપનીનો ખર્ચ ૧,૦૨૮ કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૩માં વિતરણ અધિકારોથી રૂ. ૬૫૬ કરોડની કમાણી કરી હતી. જ્યારે ડિજિટલ રાઇટ્સમાંથી ૧૪૦ કરોડ રૂપિયા, સેટેલાઇટ રાઇટ્સમાંથી ૮૩ કરોડ રૂપિયા અને મ્યુઝિકમાંથી ૭૫ કરોડ રૂપિયાની કમાણી થઈ.SS1MS