ગુજરાત મેરી ટાઈમબોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસના દરોડા પડ્યા
(એજન્સી)અમદાવાદ,
ગાંધીનગર પોલીસની છ ટીમ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ત્રાટકી છે. આ કેસમાં સાંજ સુધીમાં એક કે બે ફરિયાદ દાખલ થાય તેવી સંભાવના છે. આ કેસમાં દરોડા પડ્યા હોવાતી આગામી દિવસોમાં તેમા મોટા ફણગા ફૂટે તેમ માનવામાં આવે છે.રાજ્યમાં ૨૦૦ કરોડના જીએસટી કૌભાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા. ઈડીએ જીએસટી કૌભાંડમાં ગુજરાતમાં ૨૩ જગ્યાએ તપાસ શરૂ કરી છે. ઈડીએ મની લોન્ડરિંગની શંકાના આધારે ગુજરાતમાં ૨૩ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. ઈડીના દરોડામાં રાજ્યમાંથી ૨૦૦ કરોડનું જીએસટી કૌભાંડ ઝડપાયું હતું. જીએસટી કૌભાંડમાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ્યમાં ૨૦૦ કરોડના જીએસટી કૌભાંડને લઈને ઈડીએ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ જીએસટી કૌભાંડ અને મની લોન્ડરિંગની શંકાના આધારે ગુજરાતમાં ૨૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જીએસટી કૌભાંડ કેસમાં તપાસ એજન્સી આ કાર્યવાહી કરી રહી છે. ઈડીએ આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા અમદાવાદની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે આ કેસમાં પત્રકાર સહિત ૮ લોકોની ધરપકડ કરી હતી. આ પછી કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આ ક્રમમાં ઈડી દરોડા પાડી રહી છે.
મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યા પછી, ઈડીએ ગુરુવારે રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં લગભગ ૨૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં ધરપકડ કરાયેલા પત્રકાર મહેશ લંગાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.