બોપલની શિવ આશીષ સ્કૂલે પ્રવાસનું આયોજન કરતા DEOએ નોટીસ ફટકારી
(એજન્સી)અમદાવાદ,
રાજયમાં પ્રવાસને લઈને નવી માર્ગદર્શીકા તૈયાર થઈ રહી હોવાથી હાલમાં પ્રવાસ નહી યોજનાની સુચના હોવા છતાં એક સ્કૂલ દ્વારા પ્રવાસનું આઅયોજન કરાયું હોવાની વિગતો સામે આવી છે. મણીનગરની સેવન્થ ડે સ્કુલ બાદ હવે બોપલની શિવ આશીષ સ્કુલ દ્વારા ૧૪પ વિધાર્થીઓને મહારાષ્ટ્રનો પ્રવાસ કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલને નોટીસ ફટકારી હોવાનું જાણવા મળે છે. જેમાં સ્કૂલની સામે દંડની કાર્યવાહી અને માન્યતા રદ સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
બોપલની શીવ આશીષ સ્કુલ દ્વારા ૧૬થી૧૮ ઓકટોબર દરમ્યાન ૧૪પ વિધાર્થીઓને મહારાષ્ટ્રરના લોનાવાલા અને ઈમેજીકા ખાતે પ્રવાસે લઈ જવાયા હતા. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસને લઈને નવી માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવી રહી છે. જેથી જયાં સુધી નવી માર્ગદર્શીકા તૈયાર ન થાય ત્યાં સુધી પ્રવાસનું આયોજન ન કરવા માટે સૂચના આપી હોવા છતાં સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન મંજુરી વગર કરાયું હોવાથી ગ્રામ્ય જીલ્લા શિક્ષણાધિકારી કૃપા જહાએ સ્કુલનેનોટીસ ફટકારીર છે. ડીઈઓ દ્વારા સ્કૂલને ફટકારવામાં આવેલી નોટીસમાં જણાવાયું છે. કે શીક્ષણ વિભાગ દ્વારા શાળાકીય પ્રવાસ લઈ જવા આયોજન કરવાની છે પ્રવાસ લઈ જવા માટે સ્પષ્ટ ના પાડવામાં આવી છે.
જોકે આ અંગે તમામ સ્કૂલોને પણ પરીપત્ર દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં સ્કુલ દ્વારા વિધાર્થીઓને પ્રવાસ કરવામાં આવ્યો હોવાની ફરીયાદ મળી છે. આમ સ્કુલ દ્વારા સરકારના પરીપત્રનું સ્કૂલના આચાર્ય અને સંચાલક મંડળ દ્વારા સ્પષ્ટ ઉલ્લંઘન કરાયું છે. આમ ગેરકાયદે પ્રવાસનું આયોજન કરી વિધાર્થીઓના હિતને જોખમમાં મુકવામાં આવ્યું હોવાથી શાળા મંડળ સામે દંડનાત્મક કાર્યવાહીહ અને શાળાની માન્યતા રદ કરવા માટે કાર્યવાહી શા માટે ન કવી એ બાબતે એક દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે. નોધનીય છેકે, સ્કુલોના પ્રવાસને લઈને છેલ્લા કેટલાક દિવસો પહેલા નવી ગાઈડલાઈન અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી નવી માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ દિવાળી વેકેશન બાદ મોટાભાગની સ્કુલો દ્વારા પ્રવાસનું આયોજન કરાતું હોવાથી સ્કુલો પ્રવાસન આયોજનને લઈને મેંઝવણમાં મુકાઈ છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે માર્ગદર્શીકા જાહેર કરે તેવી માંગ ઉઠવા પામી છે.