વિયેતનામમાં પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણમાનું એક ભારતીય ભોજનનો તડકો
વિયેતજેટ પ્રવાસીઓની સવલત માટે વધુ એક શહેરની વિમાની સેવા શરૂ કરશે
દાનાંગ,વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મલે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો ઊભી કરી રહી છે. આ આકર્ષણોમાનું એક છે ભારતીય ભોજનનો તડકો. દેશના સાઈગોન શહેરની વાત કરીએ તો અહીં ૨૦થી વધુ ભારતીય રેસ્ટોરન્ટો જોવા મલે છે. હવે વિયેત નામના મોટાભાગના શહેરોમાં ભારતીય રેસ્ટોરન્ટ છે.આ રેસ્ટોરન્ટોમાં શાકહારી ભારતીય ભોજન માણવાની તક મળે છે.
વિયેતનામના એક પ્રતિષ્ઠિત ગાઈડ ટીમે આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે સાઈગોન શહેરમાં ૧૯૯૬માં તંદુર નામના એક ભારતીય રેસ્ટોરન્ટની શરૂઆત થઈ હતી. હાલમાં અહીં ૨૦થી વધુ ભારતીય ભોજન પીરસતા રેસ્ટોરન્ટ છે. આ ભારતીય રેસ્ટોરન્ટ મોટેભાગે માત્ર ભારતીય ભોજન પીરસે છે. તેમાં નોનવેજ ભોજન પણ અપાય છે.વિયેતનામ ફરવા આવતા ભારતીયો ઉપરાંત અન્યને પણ ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ભોજનનો ભારે ક્રેઝ હોય છે. ખાસ કરીને પંજાબી સબ્જી, પરોઠા અને સાઉથ ઇન્ડિયનમાં ઢોસા જેવી વસ્તુઓની અહીં વધુ ડિમાન્ડ જોવા મળે છે.
આ ઉપરાંત લોકો અહીં ગુજરાતી ભોજન પણ માંગતા હોય છે. જેને લઈને અહીં એક ગુજરાતી રેસ્ટોરન્ટ પણ છે. સાઈગોનમાં તંદુર, બાબાસ્ કિચન અને બનારસ જેવા ભારતીય નામ જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતી રેસ્ટોરન્ટ કરીને પણ એક ખાસ રેસ્ટોરન્ટ અહીં આવેલું છે. સાઈગોનમાં આવેલા બાબાસ્ કિચનમાં ભારતીય ભોજન પીરસવામાં આવે છે. જે મોટેભાગે ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલા રસોઈયાઓ જ બનાવે છે. આ અંગે બાબાસ કિચનના મેનેજર કમલ કહે છે કે ૧૪ વર્ષ પહેલા કેરળના રોબીન નામના શખ્સે આ રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું.
જેમાં હાલ ૩૦થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને નોર્થ અને સાઉથની વાનગીઓ તૈયાર કરવા માટે ભારતના ઉત્તરાખંડ, યુપી અને કેરળના કારીગરો અહીં લાવવામાં આવ્યા છે. બાબાસ કિચનના મેનેજર કમલનું કહેવું છે કે સામાન્ય રીતે વિયેતનામમાં પ્રવાસનમાં ક્યારે કમી આવતી નથી. જોકે રેસ્ટોરન્ટને લાગે વળગે છે ત્યાં સુધી નાતાલના સમયે લોકો પોતાના સ્વદેશ પાછા ફરતા હોઈ ભારતીય રેસ્ટોરન્ટમાં થોડી મંદીનો માહોલ જોવા મળે છે. અન્ય એક ગાઈડ એન્ડીએ વધુ માહિતી આપતા કહ્યું કે દા નાંગ શહેરમાં આઠથી વધુ જ્યારે હોઈ આન શહેરમાં દસથી વધુ રેસ્ટોરન્ટ છે. દેશમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય રેસ્ટોરન્ટ વધ્યા છે.