Western Times News

Gujarati News

બબીતા ફોગાટે બ્રિજભૂષણ શરણ સિંહને હટાવવાનું ઘડ્યું હતું કાવતરું

નવી દિલ્હી, ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા રેસલર સાક્ષી મલિકાએ પૂર્વ ખેલાડી અને ભારતીય જનતા પાર્ટીની નેતા બબીતા ફોગાટ વિશે મોટો ખુલાસો કર્યાે છે.

સાક્ષીએ કહ્યું છે કે બબીતાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના કુસ્તીબાજો દ્વારા વિરોધ ઉશ્કેર્યાે હતો કારણ કે તે બ્રિજ ભૂષણની જગ્યાએ ડબલ્યુએફઆઈની પ્રમુખ બનવા માંગતી હતી.

ગત વર્ષની શરૂઆતમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત અનેક કુસ્તીબાજોએ જંતર-મંતર ખાતે બ્રિજ ભૂષણ સામે વિરોધ કર્યાે હતો અને તેમના પર મહિલા ખેલાડીઓનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાક્ષીએ હવે કહ્યું છે કે ભૂતપૂર્વ મહિલા રેસલર બબીતા એ લોકોમાં સામેલ હતી જેમણે આ વિરોધની આગ પ્રગટાવી હતી.

ઈન્ડિયા ટુડે પર વાત કરતી વખતે, સાક્ષીએ કહ્યું કે બબીતાએ કુસ્તીબાજોને ભેગા કર્યા હતા અને તેમને ફેડરેશનમાં થઈ રહેલી સમસ્યાઓ અને શોષણનો વિરોધ કરવા કહ્યું હતું. તેણે કહ્યું, “બબીતા ફોગાટે બ્રિજ ભૂષણનો વિરોધ કરવા માટે અમારો સંપર્ક કર્યાે હતો.

આ પાછળ તેનો પોતાનો એજન્ડા હતો. તે ડબલ્યુએફઆઈની અધ્યક્ષ બનવા માંગતી હતી. એવી ચર્ચાઓ થઈ હતી કે અમારા વિરોધની પાછળ કાંગ્રેસનો હાથ છે, પરંતુ હકીકતમાં આ સાચું નથી. , ભાજપના બે નેતાઓએ અમને વિરોધ પ્રદર્શનની પરવાનગી મેળવવામાં મદદ કરીઃ બબીતા અને તીરથ રાણા.સાક્ષીએ હાલમાં જ તેનું ‘વિટનેસ’ નામનું પુસ્તક લોન્ચ કર્યું છે, આ પુસ્તકમાં સાક્ષીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

તેણીએ ૨૦૧૨ ની એક ઘટના વર્ણવી છે જ્યારે બ્રિજ ભૂષણે જુનિયર એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેના પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો, જેનો સાક્ષીએ વિરોધ કર્યાે હતો અને તેને દૂર ધકેલી દીધો હતો.બ્રિજ ભૂષણના વિરોધ દરમિયાન સાક્ષીએ કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી.

તેમની સાથે જોડાયેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. વિનેશે ચૂંટણી પણ લડી હતી અને જીત પણ મેળવી હતી. સાક્ષીએ અત્યાર સુધી પોતાની જાતને રાજનીતિથી દૂર રાખી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.