પીડિતાને પણ રજૂઆતની પુરતી તક આપવામાં આવેઃ હાઈકોર્ટ
નવી દિલ્હી, જસદણના ચકચારી ગેંગરેપના આરોપી અને ભાજપના કાર્યકર પરેશ રાદડિયાના જામીન રદ કરવા માટે પીડિતા તરફથી થયેલી અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ મહત્ત્વનો આદેશ કર્યાે છે.
જસ્ટિસ મેંગડેએ ઠરાવ્યું છે કે,‘૨૩મી ઓક્ટોબરના રોજ ટ્રાયલ કોર્ટ સમક્ષ જામીન અરજીની સુનાવણી પેન્ડિંગ છે, ત્યારે એ સુનાવણી વખતે અરજદાર પીડિતાને પણ રજૂઆતની પુરતી અને ન્યાયી તક આપવામાં આવે.’હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું છે કે,‘પીડિતાને સાંભળ્યા બાદ અને પુરતી સુનાવણીના અંતે ટ્રાયલ કોર્ટ કાયદા મુજબનો આદેશ કરે.
ટ્રાયલ કોર્ટે એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જામીન અરજીનો શક્ય એટલી ઝડપે નિર્ણય કરવામાં આવે. આ કેસના વિશિષ્ટ સંજોગેને ધ્યાનમાં લેતાં હાલના તબક્કે હાઇકોર્ટ કોઇ અવલોકન કરવાનું ટાળે છે, પરંતુ એટલું તો કહેવું જ રહ્યું કે ટ્રાયલ કોર્ટની ફરજ છે કે તે તેની સમક્ષની પેન્ડિંગ કાર્યવાહી ગુણદોષના આધારે, સ્વતંત્ર રીતે અને કાયદા મુજબ નિકાલ કરે.’
પ્રસ્તુત કેસમાં પીડિતા વતી એડવોકેટ આનંદ યાજ્ઞિક હાજર રહ્યા હતા. જેમણે અગાઉ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે, દેશની સર્વાેચ્ચ અદાલતના ચુકાદા મુજબ પીડિતાને પણ જામીનના કેસમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ રાજકોટ સેશન્સ જજે પીડિતાને એ માટે વાજબી તક આપી ન હતી. કોર્ટની કાર્યવાહીના એક દિવસ પહેલા જ આટકોટ પોલીસ તરફથી પીડિતાને એક સૂચના મળી હતી.
એટલું જ નહીં, વર્ષ ૨૦૧૩ પછી ‘બળાત્કાર’ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે અને યૌન ગુનાઓમાં સમાન રીતે ભાગ લેતા અન્ય આરોપીઓને પણ મદદ કરવી બળાત્કાર સમાન છે અને હાલનો કેસ સામુહિક બળાત્કારનો છે, જે ખૂબ જ ઘૃણાસ્પદ છે.
પ્રસ્તુત કેસમાં આરોપી સામે એવો આક્ષેપ છે કે તેણે રેપ દરમિયાન પીડિતાના પગ પકડી રાખી ગુનામાં મદદગારી કરી હતી. તેમ છતાં તેમને જામીન આપવામાં આવ્યા છે.
વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે,‘સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા કાયદાના સિદ્ધાંતથી વિપરીત જઇને રાજકોટ સેશન્સ કોર્ટે જામીન આપતી વખતે એવું નોંધ્યું હતું કે, જામીનના સ્ટેજ પર મામલાનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ ન કરી શકાય.
વળી, તેમણે શંકાનો લાભ આપતાં આરોપીને જામીન પણ આપ્યા હતા. હ્લૈંઇ કરવામાં વિલંબ થયાના આધારે ગુનો બન્યો જ નહોતો એવું સિદ્ધ થઇ શકે નહીં. પીડિતાને મળતી ધાકધમકીને લીધે હ્લૈંઇમાં વિલંબ થયાની બાબત પણ હ્લૈંઇમાં લખવામાં આવી હતી, તેમ છતાં આરોપીને શંકાનો લાભ આપી કોર્ટે જામીન આપ્યા છે. તેથી આવા સંજોગોમાં નીચલી અદાલતની ભૂલોને ધ્યાનમાં લેતાં આરોપી રાદડિયાના જામીન રદ કરવા જોઇએ.SS1MS