વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપ.હા.સોસાયટી દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો માટે મેડીકલ માર્ગદર્શન કેમ્પ
વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપ.હા.સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો માટે મેડીકલ માર્ગદર્શન કેમ્પ અને આનંદોત્સવ વરસતા વરસાદમાં ઉત્સાહભેર યોજાયો.
Ø થેલેસેમીયા પીડિત યુવાન જય જીતુલભાઈ કોટેચાનો સંપૂર્ણ આર્થિક સહયોગ મળ્યો હતો.
Ø નિષ્ણાંત તબીબોએ થેલેસેમીયા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
Ø સૌરાષ્ટ્ર કચ્છના 150 થી વધારે થેલેસેમીયા પીડીત બાળકોએ માહિતી મેળવી હતી
વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચા(થેલેસેમીયા મેજર યુવાન)ના ૩૪ માં જન્મદિન નિમીતે સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો માટે મેડીકલ માર્ગદર્શન સેમીનાર અને આનંદોત્સવ વરસતા વરસાદમાં ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોને નાસ્તો, ભોજન અને વિવિધ ગેમ્સ રમાડવામાં આવી હતી અને થેલેસેમીયા પીડીત બાળકને આકર્ષક ગીફટ આપવામાં આવી હતી સાથમાં જ કોટેચા પરિવારે બાળકો માટે પ્રખ્યાત જાદુગર ઉમેશભાઈ રાવનો જાદુનો શો યોજ્યો હતો તથા તમામ બાળકો તથા વાલીઓને કોટેચા પરિવાર દ્વારા કેક કાપી બધાના મો મીઠા કરાવ્યા હતા. ઉપસ્થિત તમામ થેલેસેમિયા પીડિત બાળકો તથા વાલીઓએ જયને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમમાં સુંદર મજાની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. થેલસેમીયા પીડીત બાળકો માટે કામ કરતી સંસ્થાઓ તેમજ સ્વયંસેવકો, દાતાઓ, કાર્યકર્તાઓનું ઋણ સ્વીકારનું પણ કરાયું હતું.
રાજકોટ શહેરની જાણીતી સેવાસંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી થેલેસેમીયા પિડીત યુવાન જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન નિમીતે જીતુલભાઈ જયંતીલાલ કોટેચા, શ્રીમતી દીપાબેન જીતુલભાઈ કોટેચા, ચિ. જયના જીતુલભાઈ કોટેચા તથા કોટેચા પરીવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો યોજાનાર મેડીકલ માર્ગદર્શન સેમીનાર તથા આંનદોત્સવમાં થેલેસેમિયા મેજર દર્દીઓ માટેના મેડીકલ માર્ગદર્શન કાર્યક્રમમાં અમદાવાદથી નિષ્ણાંત તબીબ, જાણીતા હેમેટોલોજીસ્ટ ડો. નિર્સગ ઠકકર (ત્રિશા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, અમદાવાદ), સૌરાષ્ટ્રના જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડો. રાજેશ તૈલી, થેલેસેમીયા રોગના જાણકાર ડો. નીખીલ શેઠ (પીડીયાટ્રીશ્યન) બાળકોમાં થતાં થેલેસેમીયા રોગ, થેલેસેમિયા પીડિત બાળકોએ શું કાળજી રાખવી, બ્લડ નિયમિત ચડાવવું, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વગેરે અંગે વિગતવાર માહિત આપી હતી.
સંસ્થા દ્વારા તમામ તબીબોનું સ્મૃતિ ચિહન આપી સન્માન કરાયું હતું. જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવાને બદલે પોતે જે મહારોગથી પીડાય છે એના જેવા હજારો બાળકોને ઉપયોગી થવાની ભાવનાથી, સુખી સપન્ન પરિવારનાં જય જિતુલભાઈ કોટેચા પરિવારે નક્કી કર્યું કે જન્મદિવસની ઉજવણી આ મંગલમય રીતે કરીએ. ઉલેખ્ખનીય છે કે જય અમિતાભ બચ્ચનને પણ મળી આવ્યો છે. અમેરિકા સહિતના દેશોમાં તેણે પ્રવાસ પણ કર્યો છે. આપત્તિને અવસર બનાવી જયે પોતાના માતા પિતા, બહેન તેમજ કોટેચા પરિવારના સહયોગથી માત્ર થેલેસેમિયા રોગને પણ નહીં પરંતુ દિવ્યાંગતાને પણ મહાત આપી છે.
એક થેલેસેમીયા પીડીત બાળકને પોતાની મર્યાદિત જીંદગી દરમિયાન લગભગ ૫૦ થી ૬૦ હજાર ટીકડીઓ, ૫ થી ૬ હજાર ઇન્જેકશન તેમજ ૭૦૦ જેટલી બોટલ લોહીની ચડાવવી પડતી હોય છે. સમગ્ર ગુજરાતમાં આશરે ૧૦,૦૦૦ બાળકો જીવલેણ તેમજ અત્યંત પીડાદાયક બિમારી થેલેસેમીયા ગ્રસ્ત છે અને કમનસીબે, પુરતી જાગૃતિના અભાવે નવા બાળકો હજુ જન્મતા જ જાય છે. રાજકોટમાં પણ ૫૦૦ જેટલા તમામ ધર્મ તમામ જ્ઞાતીના થેલેસેમીયા પીડીત બાળકો સતત પીડા વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરી રહયાં છે.
રાજકોટ ગત મહિનાઓ દરમ્યાન જ અનેક થેલેસેમીક બાળકો કમનશીબે થેલેસેમીયાની બિમારીના હિસાબે મૃત્યુ પામ્યા છે. જેમ પોલીયો રોગની નાબુદી કરવામાં સરકારને, સંસ્થાઓને સફળતા મળી તેજ રીતે થેલેસેમીયાની નાબુદી કરવામાં હજુ વધુ અભીયાન સરકારી તંત્રો, સંગઠનો, સંસ્થાઓ, જ્ઞાતીઓ, મેરેજબ્યુરોના સંચાલકો, સ્કુલ-કોલેજો–યુનીવર્સિટીઓ ઉપાડે તે સમયની માંગ છે.
થેલેસેમીયા પીડિત બાળકોને આશીર્વાદ આપવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ડૉ. જનકભાઈ ઠક્કર, ડૉ. નિશાંત ચોટાઈ, કિશોરભાઈ કોટક, પ્રભુદાસભાઈ ચંદારાણા, ડૉ. રમેશભાઈ ભાયાણી, કિશોરભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ ઠક્કર, ગિરીશભાઈ કડવાણી, ડૉ. વિપુલભાઈ ભંડેરી, ધર્મેશભાઈ મહેતા, દિલીપભાઈ ચંદારાણા, શૈલેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવારને પ્રિન્ટ, ઈલેક્ટ્રોનીક્સ, ડીઝીટલ મીડીયા, વિવિધ બ્લડ બેંકો, ડોક્ટર્સ મીત્રો, સમાજની સર્વે સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ મહાજનો, રાજકોટ લોહાણા મહાજન, અખિલ સૌરાષ્ટ્ર – કચ્છ રઘુવીર સેના (રાજકોટ), ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, એડવોકેટ યોગેશભાઈ લાખાણી, હોસ્પિટલ સેવા મંડળ, અંબિકા ટ્રસ્ટ, જગતસિંહ જાડેજા, ભારત વિકાસ પરીષદ, મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા (લાઈફ સંસ્થા), જૈન સોશ્યલ ગૃપ પરીવાર, પુરૂષાર્થ યુવક મંડળ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સંકલ્પ ટ્રસ્ટ, થેલેસેમીયા પીડિત બાળકો માટે કાર્ય કરતી સંસ્થાઓ, બડા બજરંગ મિત્ર મંડળ સહિતના અનેકોનો સતત સહકાર, માર્ગદર્શન મળે છે જે બદલ તમામનુ થેલેસેમીક બાળકો તેમજ તેમનો પરીવાર ઋણ સ્વીકાર કરાયું હતું.
થેલેસેમીયા પીડીત બાળકોનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુપમ દોશી, મિતલ ખેતાણી, જીતુલ કોટેચા, પંકજ રૂપારેલીયા, વિમલભાઈ જાની, કિરીટભાઈ પાંધી, ડો. રવિ ધાનાણી, હિતેશભાઈ ખખ્ખર (બાલાજી) પરીમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, નૈષધભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ, રમેશ શિશાંગિયા, સંજય ગાંગાણી, મહેશ જીવરાજાણી, નેહલ દવે તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ વિમલભાઈ ડી. જાની, વિજયસિંહ ડી. ચૌહાણ, હરીભાઈ એમ. પટેલ, મૌલિક્ભાઈ એસ. ઢેબર, ચંદુભાઈ આર. પટેલ, જીતેષભાઈ પી. શાહ, યોગેશભાઈ એ.ઘેલાણી, સુનીલભાઈ એમ. ભીંડી, શાંતિલાલ ટી. ફળદુ, સેજલબેન આર. વાઢેર, નીશાબેન કે. ચૌહાણ સહિનાઓ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.
થેલેસેમિયા અંગેની વિશેષ માહિતી માટે, અનુપમ દોશી (૯૪૨૮૨ ૩૩૭૯૬), મિતલ ખેતાણી (૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલ કોટેચા (૯૩૭૪૧ ૫૪૦૦૦), ડો. રવિ ધાનાણી (૯૪૨૭૨ ૩૬૯૦૨) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્ન.
થેલેસેમિયા નાબૂદી, સમગ્ર સમાજની આબાદી.