બિહારમાં CAA-NRC લાગુ કરાશે જ નહીં : પ્રશાંત કિશોર
પટણા: નાગરિક સુધારા કાનુને લઈને ફરીએકવાર જેડીયુના નાયબ અધ્યક્ષ પ્રશાંત કિશોરે પાર્ટીથી અલગ વલણ રજુ કર્યું છે. સાથેસાથે સીએએ અને એનઆરસીના મુદા પર અવાજ ઉઠાવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રશંસા પણ કરી છે. પ્રશાંત કિશોર શરૂઆતથી જ નાગરિક કાનુની સામે નિવેદન કરતા રહ્યા છે. હાલમાં જ મુખ્યમંત્રી નિતિશ કુમાર સમક્ષ પણ પોતાની રજુઆત કરી હતી. સાથે સાથે આ મુદા પર વલણ સ્પષ્ટ કરવા નિતિશ કુમારને પણ કહ્યું હતું. તેમના નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાવા મળી રહી છે.
નાગરિકતા કાનુનને લઈને પ્રશાંતે હવે નવા ટ્વિટર કર્યા છે. પોતાના ટ્વિટર માં પીકેએ કહ્યું છે કે, તેઓ કોંગ્રેસના નેતૃત્વને અભિનંદન આપે છે. સ્પષ્ટ રીતે સીએએ અને એનઆરસીને અસ્વીકાર કરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા અભિનંદનને પાત્ર છે. પ્રશાંતે દાવો કર્યો હતો કે, બિહારમાં સીએએ અને એનઆરસીને લાગુ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું છે કે, તેઓ તમામને ખાતરી આપવા માંગે છે કે,
બિહારમાં આને લાગુ કરવામાં આવશે નહીં. છેલ્લા બે દિવસ નિતિશ ઉપર પરોક્ષ રીતે પ્રહાર કરતા પ્રશાંતે કહ્યું છે કે, સંસદમાં બહુમતી સાબિત થઈ ચુકી છે. ન્યાયપાલિકાથી અલગ દેશના આત્માને બચાવવાની જવાબદારી હવે ૧૬ બિન ભાજપ શાસિત રાજ્યોની જવાબદારી છે. આ રાજ્યોએ કાનુનને લાગુ કરવાની જરૂર છે. પ્રશાંતે નિતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ત્રણ મુખ્યમંત્રી નાગરિક સુધારા બીલ અને એનઆરસીનો વિરોધ કરી ચુક્યા છે.
બાકીના મુખ્યમંત્રી આના ઉપર પોતાનું વલણ સ્પષ્ટ કરે તે જરૂરી છે. પ્રશાંતે કિશોરે આ પહેલા સંસદના બંને ગૃહમાં બિલને સમર્થનને આપવા બદલ જેડીયુની જારદાર ઝાટકળી કાઢી હતી. ટ્વિટર માં પ્રશાંતે કહ્યું હતું કે, નાગરિક બિલ નાગરિકતા આપે છે પરંતુ એનઆરસીની સાથે મળીને ધર્મના આધાર પર લોકોની સાથે ભેદભાવ કરવામાં આવનાર છે. તેમની સામે કેસ ચલાવવા માટે એક ઘાતક હથિયાર પણ આવશે.