Western Times News

Gujarati News

હિજબુલ્લાહનો ગુપ્ત ખજાનો ઈઝરાયેલે કર્યો કબજે

૫૦૦ મિલિયન ડોલરનું સોનું અને રોકડ

ઇઝરાયેલી એરફોર્સે બૈરૂતને પણ ખેદાન મેદાન કરી નાખ્યા પછી તેના મોટાભાગના વિસ્તારો ઉપર કબ્જો જમાવી દીધો હતો

ઇઝરાયેલ,
ઇઝરાયેલે જણાવ્યું હતું કે, તેને મળેલી ગુપ્તચર માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે બૈરૂત સ્થિત હોસ્પિટલ નીચે રખાયેલું એક બંકર હિજબુલ્લાહ માટે નાણાંકીય ધરી સમાન હતું. ઇઝરાયેલી એરફોર્સે બૈરૂતને પણ ખેદાન મેદાન કરી નાખ્યા પછી રવિવારે રાત્રે તેના મોટાભાગના વિસ્તારો ઉપર કબ્જો જમાવી દીધો હતો. આ ઉપરાંત નસરૂલ્લાહ જે બંકરમાં છુપાયો હતો તેમાં મોટી ટોર્ચાેથી પ્રકાશ નાખતાં તે બંકરમાં આશરે ૫૦ કરોડ ડોલર (રુ. ૪૨૦૦ કરોડ) અને સોનું જોવા મળ્યું હતું.આ માહિતી આપતાં ઇઝરાયેલી દળોના પ્રવક્તાં રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું કે અમને તે બંકર ક્યાં રહેલું છે, તેની પાક્કી માહિતી મળતાં અમે તે હોસ્પિટલ ઉપર હુમલો કર્યાે હતો. પછી તે બંકરમાં પ્રબળ ટોર્ચાે લઇ ઉતરતાં. આ અઢળક ખજાનો મળી આવ્યો હતો.

આ દરમિયાન ઇઝરાયેલે બૈરુતની સૌથી મોટી હોસ્પિટલ પર કરેલા હુમલામાં ૧૩ના મોત થયા છે અને ૫૭થી વધારે લોકો ઇજા પામ્યા છે. ઇઝરાયેલે આ પહેલા આ બિલ્ડિંગ ઉડાડવાની ૪૦ મિનિટ પહેલા ચેતવણી આપી હતી અને પછી સ્ટ્રાઇક કરાઈ છે. ઇઝરાયેલના આ હુમલાએ દેશની સૌથી મોટી રફિક હરિરી યુનિવર્સિટી હોસ્પિટલને નોંધપાત્ર નુકસાન પહોંચાડયું છે. ઇઝરાયેલે આ ઉપરાંત લેબનોન સીરિયા બોર્ડર પર પણ હુમલો કર્યાે હતો. તેના લીધે લેબનોનથી સીરિયા જતો મોટરમાર્ગી રસ્તો બંધ થઈ ગયો હતો.

તે સર્વવિદિત છે. બૈરૂતની મધ્યમાં રહેલી ખલ સાલેહ હોસ્પિટલમાં નીચે રહેલાં ખાનગી બંકરમાં નસરૂલ્લાહ છુપાયો હતો. અહીંથી જ તે અને તેના સાથીઓ હિજબુલ્લાહ આતંકીઓને પૈસા પહોંચાડતા હતા.આ એટલી મોટી રકમ છે કે તે ખંડેર બની ગયેલાં લેબનોનનાં પાટનગર બૈરૂતને ફરી બાંધવા માટે પૂરતી થઇ શકે તેમ છે.ઇઝરાયેલે હિજબુલ્લાહ નાં ૩૦ વિવિધ સ્થાનો ઉપર એરસ્ટ્રાઇક કરી હતી. જો કે આના પરિણામે પેલાં બંકરમાં રહેલા અઢળક ખજાનાનો નાશ ન થાય તેનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન ઇઝરાયેલની મુલાકાત લેવાના છે. હિજબુલ્લાહે મંગળવારે સેન્ટ્રલ ઇઝરાયેલ પર હુમલો કરતાં રોકેટ છોડયા હતા. આ રોકેટ ગીચ વિસ્તારોમાં પડયા હોવા છતાં ખાસ નુકસાન કરી શક્યા ન હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.