ઔદ્યોગિક આલ્કોહોલના નિયમનની સત્તા રાજ્યો પાસે: સુપ્રીમ કોર્ટ
સંસદ લિસ્ટ-I ની એન્ટ્રી બાવન હેઠળ ડેક્લેરેશન ઇશ્યૂ કરીને સમગ્ર ઉદ્યોગ પર કાબૂ મેળવી શકે નહીં
નવ જજની બેન્ચે ૮ઃ૧ની બહુમતીથી ચુકાદો આપ્યો
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદન અને સપ્લાયના નિયમનની સત્તા રાજ્યો પાસે છે. કોર્ટે ૮ઃ૧ની બહુમતીથી આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘ઝેરી શરાબ’ શબ્દનો બંધારણના સાતમા શિડ્યુલની એન્ટ્રી ૮માં રાજ્યોના લિસ્ટમાં સમાવેશ કરવાથી ઔદ્યોગિક આલ્કોહોલનો મુદ્દો રાજ્યના અધિકારક્ષેત્રમાં આવે છે. બહુમતીથી ચુકાદો આપનારી બેન્ચમાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જજ ઋષિકેશ રોય, અભય ઓકા, જે બી પારડીવાલા, મનોજ મિશ્રા, ઉજ્જલ ભુયાન, સતિશચંદ્ર શર્મા, ઓગસ્ટિન જ્યોર્જ મસિહનો સમાવેશ થતો હતો. જોકે, જજ બી વી નાગરત્નએ બહુમતીથી વિપરીત જણાવ્યું હતું કે ઔદ્યોગિક શરાબના નિયમન માટે કાનૂની કાર્યક્ષમતા રાજ્યો પાસે નથી.
આ સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ૧૯૯૦ની સાત જજની બેન્ચના સિંથેટિક્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વિ. ઉત્તર પ્રદેશ કેસના ચુકાદાને બદલ્યો છે. એ વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક શરાબના નિયમનની સત્તા કેન્દ્ર પાસે હોય છે. બહુમતી ચુકાદો લખનાર ચીફ જસ્ટિસ ચંદ્રચુડે સાત જજ વતી લખ્યું હતું કે, “એન્ટ્રી ૮માં કાચા માલથી માંડી ઝેરી શરાબ સહિત તમામ આલ્કોહોલના નિયમનનો ઉલ્લેખ છે. સંસદ લિસ્ટ-ૈંની એન્ટ્રી બાવન હેઠળ ડેક્લેરેશન ઇશ્યૂ કરીને સમગ્ર ઉદ્યોગ પર કાબૂ મેળવી શકે નહીં.”
સુપ્રીમ કોર્ટના જજ બી વી નાગરત્નએ બહુમતી ચુકાદા સાથે સંમતિ દર્શાવી ન હતી. તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક શરાબના નિયમન માટે કાનૂની કાર્યક્ષમતા રાજ્યો પાસે નથી. ૮ઃ૧થી બહુમતી ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટના જજોની બેન્ચનો ભાગ એવા નાગરત્નએ ૨૩૮ પાનાંના ચુકાદા સાથે અસંમતિ દર્શાવતા કહ્યું હતું કે, “ડિનેચર્ડ આલ્કોહોલ ઔદ્યોગિક શરાબનો જ ભાગ છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ એક્ટની કલમ ૧૮જી સૂચિત પ્રોડક્ટને લાગુ પડે છે. ૧૮જીની એન્ટ્રી ૩૩(એ) – લિસ્ટ ૩ અનુસાર શિડ્યુલ્ડ ઉદ્યોગો ખાસ કરીને ફર્મેન્ટેશનવાળા ઉદ્યોગોને લગતી બાબતોનું નિયમ કરવા સંસદ કાર્યક્ષમ છે.”ss1