Western Times News

Gujarati News

કોલકતા પોર્ટ ટ્રસ્ટ કાર્યક્રમમાં મમતા બેનર્જી હાજર ન રહ્યા

કોલકતા: નાગરિકતા સુધારા કાનુન અને નેશનલ રજિસ્ટાર ઓફ સિટીજન (એનઆરસી)ને લઈને પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ ઉપર એક કાર્યક્રમમાં હાજરી આપી લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોના ટાર્ગેટ ઉપર આવેલી મમતા બેનર્જીએ આજે કોલકતા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીએ મોદી સાથે બીજી વખત હાજરી નહી આપવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે લેફ્ટના લોકો સીએએને લઈને જારદાર નારાજ દેખાઈ રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ મમતા બેનર્જીને વડાપ્રધાનની સામે ભાષણ આપવાની જરૂર હતી. આ જ કારણસર તેઓએ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજીત આ કાર્યક્રમ માટે મમતા બેનર્જીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મમતા બેનર્જીએ શનિવારના દિવસે મોદીને મળીને તેમને નાગરિકતા કાનુનને પરત લેવાની અપીલ કરી હતી.

આ મુલાકાતને લઈને મમતા બેનર્જીને ભારે વિરોધ પ્રદર્શનનો સામનો કરવાની ફરજ પડી હતી. લેફ્ટ સગઠનોએ મોદી સમક્ષ મમતાની મુલાકાતનો વિરોધ કર્યો હતો. સાથે સાથે સીએએની સામે ચાલી રહેલી લડતને નબળી પાડવાનો આક્ષેપ કર્યો હતો. લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોએ કહ્યું છે કે, જ્યારે સમગ્ર રાજ્યના લોકો મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ કાનુને વિરોધ કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પાસેથી આ પ્રકારની અપેક્ષા ન હતી.

મોદીને મળવાની કોઈ જરૂર ન હતી. લેફ્ટ વિદ્યાર્થીઓએ ટીએમસીના ધરણા સ્થળને લઈને પણ દેખાવ કર્યા હતા. મમતા બેનર્જી તરત જ સ્ટેજ પર પહોંચ્યા હતા અને દેખાવકારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મુલાકાતને લઈને ખુલાસો કર્યો હતો. આ જ કારણ સર આજે મમતા મોદીના કાર્યક્રમથી દુર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.