Western Times News

Gujarati News

ACC જામુલમાં અદાણી ફાઉન્ડેશને છત્તીસગઢમાં ડેરી ખેડૂતોને સશક્ત કર્યાં

  • સેક્સ સોર્ટેડ સીમેન (એસએસએસ) કુત્રિમ ગર્ભાધાન (એઆઇ)ના માધ્યમથી ગર્ભિત સાહીવાલ વાછરડાના જન્મથી નંદિની ખુડિની ગામના હિલેન્દ્ર સાહૂને ઉજ્જવળ નાણાકીય ભાવિની અપેક્ષા
  • પથરિયા ગામના સુદર્શન યાદવે એસએસએસ કુત્રિમ ગર્ભાધાનથી જન્મેલા હોલસ્ટીન ફ્રિઝિયન વાછરડાથી ડેરી ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ

છત્તીસગઢ23 ઓક્ટોબર, 2024: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી તેની કામગીરીની આસપાસના ક્ષેત્રોમાં રહેતાં સમુદાયો માટે સ્થાયી આજીવિકાની સુવિધા પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે. અદાણી ફાઉન્ડેશન સાથે મળીને કંપની એસીસી જામુલની આસપાસના ગામડાઓમાં ડેરી ખેડૂતોના જીવનમાં બદલાવ લાવી રહી છે તથા તેમને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સીમેન (એસએસએસ) કુત્રિમ ગર્ભાધાન (એઆઇ)ના માધ્યમથી ડેરી ઉત્પાદનમાં સુધારો કરવા સક્ષમ કરવામાં આવે છે.

અદાણી ફાઉન્ડેશનનો પશુધન વિકાસ પ્રોજેક્ટ (એલડીપી) એસએસએસ એઆઇ સેવાઓ, તાલીમ અને માર્ગદર્શનની સુવિધા પ્રદાન કરે છે, જેથી ડેરી ખેડૂતો તેમના પશુધન અને આવકમાં વધારો કરવા સક્ષમ બને છે. એસએસએસ એઆઇ ટેક્નોલોજી માદા વાછરડાને જન્મ આપવાની સંભાવના 50 ટકાથી વધારીને 90 ટકા કરે છે, જે ડેરી ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. આ પ્રોજેક્ટને જબરદસ્ત સફળતા મળી છે.

નંદિની ખુંડિની ગામના 35 વર્ષીય ખેડૂતો હિલેન્દ્ર સાહૂ તેમના સાત સદસ્યોના પરિવારના ભરણ-પોષણ માટે નાણાકીય પડકારોનો સામનો કરતાં હતાં. જોકે, તેમણે પોતાની દેસી ગાઉ ઉપર એસએસએસ એઆઇ લાગુ કરવાનો નિર્ણય કર્યો, ત્યારથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેના પરિણામરૂપે સાહીવાલ વાછરડાનો જન્મ થયો, જેનાથી તેમના પરિવારની આવકમાં વધારો થયો છે.

પથરિયા ગામના 34 વર્ષીય ખેડૂત સુદર્શન યાદવ ખેતીવાડી અને પશુપાલન દ્વારા વાર્ષિક રૂ. 1 લાખથી 11 સદસ્યોના વિશાળ પરિવારનું ભરણ-પોષણ કરે છે. અદાણી ફાઉન્ડેશનની ડેરી ટ્રેનિંગથી પ્રભાવિત થઇને તેમણે પોતાની હોલસ્ટીન ફ્રીઝિયન (એચએફ) ગાય ઉપર એસએસએસ એઆઇ લાગુ કર્યું. તેના પરિણામરૂપે એક સ્વસ્થ માદા એચએફ વાછરડાનો જન્મ થયો, જેનાથી ડેરી ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે.

એસીસી અને અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ આજીવિકા સુધારવા માટે સક્રિયપણે કાર્ય કરે છે. આ સફળતા ખેડૂતોને સશક્ત કરવામાં કૃષિ ઇનોવેશનની શક્તિ દર્શાવે છે, જેથી તેઓ પોતાના અને તેમના પરિવારો માટે ઉજ્જવળ ભવિષ્ય સુરક્ષિત કરી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.