Western Times News

Gujarati News

ગોદરેજ ઇન્ટેરિયોનું નાણાકીય વર્ષ 2025 સુધીમાં ઇ-કોમર્સમાંથી 10 ટકા આવકનું લક્ષ્ય

 નાણાકીય વર્ષ 2024માં ઓનલાઇન વેચાણ ત્રણ ગણું વધ્યુંનાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં 100 ટકા ઇ-કોમર્સ વૃદ્ધિનું લક્ષ્ય

મુંબઇ, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપનો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્સની ભારતની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયો તેના ઇ-કોમર્સ વેચાણને વેગ આપીને તેની ઓનલાઇન ઉપસ્થિતિમાં નોંધપાત્ર વધારો કરવા સજ્જ છે. આ પહેલ ઝડપથી વિકસતા ડિજિટલ રિટેઇલ લેન્ડસ્કેપમાં ઉત્કૃષ્ટ અને વ્યક્તિગત ગ્રાહક અનુભવ પેદા કરવાના બ્રાન્ડના વિઝનને અનુરૂપ છે. Godrej Interio Targets 10% Revenue from E-commerce by FY 2025.

ભારતની ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રી વર્ષ 2030 સુધીમાં 350 અબજ ડોલરને પાર કરી જવાનો અંદાજ છે ત્યારે ગોદરેજ ઇન્ટેરિયો આધુનિક ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરવા તેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને બળ આપી રહ્યું છે. આધુનિક જીવનશૈલીમાં સહાયક હોમ ફર્નિચરની માગમાં વધારાને કારણે બ્રાન્ડે છેલ્લાં એક વર્ષમાં ઓનલાઇન વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ સાધી છે. ગોદરેજ ઇન્ટેરિયોએ 17,200 પીન કોડ ઉપર પ્રોડક્ટ્સ ડિલિવર કરવા તેની ઉપસ્થિતિ વિસ્તારી છે, જેનાથી દેશભરમાં ગ્રાહકોને સેવા પ્રદાન કરવાની તેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

ગોદરેજ ઇન્ટેરિયો ખાતે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કન્ઝ્યુમર બિઝનેસ (બી2સી)ના વડા દેવ સરકારે કહ્યું હતું કે, ગ્રાહક અનુભવમાં વધારો કરવાની અમારી કટીબદ્ધતા અમારી ઇ-કોમર્સ રણનીતિના કેન્દ્રસ્થાને છે. ડિજિટલ રિટેઇલ સેક્ટર જબરદસ્ત વૃદ્ધિ સાધી રહ્યું છે ત્યારે અમે સરળ ઓનલાઇન ખરીદીના અનુભવનું સર્જન કરવા માગીએ છીએજે ગોદરેજ ઇન્ટેરિયોની ગુણવત્તા અને ઇનોવેશનને પ્રદર્શિત કરે છે. અદ્યતન ડિજિટલ ટુલ અને વ્યક્તિગત માર્કેટિંગ વ્યૂહરચનાઓનો લાભ લેતાં અમે સમગ્ર ભારતમાં ગ્રાહકો સાથે અમારું જોડાણ વધુ ગાઢ કરવા માગીએ છીએ.

ગોદરજે ઇન્ટેરિયો અદ્યતન ઇ-કોમર્સ ટેક્નોલોજી સાથે તેની ડિજિટલ ઉપસ્થિતિ વધારી રહ્યું છે. બ્રાન્ડની વેબસાઇટમાં નવીન ‘વિઝ્યુઅલ સર્ચ’ ટુલ છે, જે ગ્રાહકો દ્વારા અપલોડ કરાયેલી ઇમેજ અને હોમ કન્ફિગરેશનને આધારે એઆઇની મદદથી પ્રોડક્ટની ભલામણ કરે છે. ઉત્તમ નેવિગેશન, બેજોડ પ્રોડક્ટ વિઝ્યુલાઇઝેશન અને વિસ્તારીય માર્કેટિંગ પહેલો ખરીદીનો સરળ અનુભવ સુનિશ્ચિત કરે છે. તેની વેબસાઇટ ફર્નિચર એક્સચેન્જની સુવિધા પણ ઓફર કરે છે, જ્યાં જૂના ફર્નિચરને નવા સાથે એક્સચેન્જ કરી શકાય છે. ગોદરેજ ઇન્ટેરિયોએ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે તેના ડીલર નેટવર્કને પણ જોડ્યું છે, જેથી સીધા ઓર્ડર અને દેશવ્યાપી ડિલિવરી સક્ષમ કરી શકાય અને પરિણામે ગ્રાહક સુધીની પહોંચ અને સંચાલકીય કાર્યક્ષમતાને મહત્તમ કરી શકાય.

તેની મજબૂત ઓનલાઈન હાજરી સાથે ગોદરેજ ઈન્ટરિયો વૈવિધ્યસભર અને સમજદાર ગ્રાહક આધારની માગને પહોંચી વળવા તેની પ્રોડક્ટ ઓફરિંગમાં નવીનતા પ્રદાન કરે છે. ડિઝાઇન અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ટકાઉપણું માટે બ્રાન્ડની અતૂટ પ્રતિબદ્ધતાએ ઘર અને ઓફિસ ફર્નિચર સેગમેન્ટ્સમાં તેને અગ્રણી તરીકે તેની સ્થઆપિત કરી છે. ભારતમાં ઈ-કોમર્સ લેન્ડસ્કેપ સતત વિકસિત થઈ રહ્યું છે ત્યારે ગોદરેજ ઈન્ટરિયો ઓનલાઈન ફર્નિચર રિટેલના ભાવિને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે આદર્શ સ્થિતિમાં છે.

About Godrej Interio:

Godrej Interio, one of India’s leading home and office furniture brands and a part of Godrej & Boyce, part of Godrej Enterprises Group is India’s leading premium furniture brand in both home and institutional segments with a strong commitment to sustainability and centers of excellence in design, manufacturing and retail.

Led by the largest in-house design team in the country in the furniture category and awarded with 34 India Design Mark Awards till date, GODREJ INTERIO aims to transform spaces with its thoughtfully designed furniture to create brighter homes and offices with products that have the highest design quotient in aesthetics, functionality and technology. With consistent pursuit of excellence and a special focus on health and ergonomics, INTERIO’s product portfolio comprises of a wide range of solutions.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.