Western Times News

Gujarati News

ર૦ હજાર ચો.મીટરથી વધુ કન્સ્ટ્રકશનવાળા બાંધકામ પર સેન્સર લગાવવા ફરજીયાત: દેવાંગ દાણી

પ્રતિકાત્મક

અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટથી ફેલાતા પ્રદુષણને રોકવા ખાસ માર્ગદર્શિકા તૈયાર કરાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧પમાં નાણાપંચ હેઠળ નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત એર કવોલિટી મેનેજમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવાની ગુણવત્તા સુધારવા માટે નવા પેવમેન્ટ રોડ, પાર્ક- ગાર્ડન્સ, અર્બન ફોરેસ્ટ/ ઓÂક્સજન પાર્ક, મિકેનિકલ સ્માર્ટ પા‹કગ સીસ્ટમ,

મીસ્ટ મશીન, સોલાર પેનલ ઈસ્ટોલેશન, સ્મશાનમાં સી.એન.જી. ભઠ્ઠીઓ, સી.એન.જી. બસોનું પ્રોક્યોરમેન્ટ તથા ઈલેકિટ્રક બસો માટે ઈલેકિટ્રક પાવર સપ્લાય વિગેરેની કામગીરી કરવામાં આવી છે. તદઉપરાંત એર કવોલીટી મેનેજમેન્ટ સેલ દ્વારા જુદા જુદા અવેરનેસ પ્રોગ્રામ તથા કેપેસીટી બિલ્ડીંગ ઉપર પણ કામગીરી કરવામાં આવી રહેલ છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વધતા જતા હવાના પ્રદુષણ એએમ૧૦ તથા પીએમ.ર.પ માટે કન્ટ્રકશન એક્ટીવીટી અને વેસ્ટ ડસ્ટ, રોડ, ડસ્ટ, ડોમેસ્ટિક વેસ્ટ (મ્યુનસિપલ સોલીડ વેસ્ટ) વિગેરે પણ જવાબદાર છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં કુલ ૪પર કન્સ્ટ્રકશન સાઈટ હયાત હતી.

જે પૈકી ર૦,૦૦૦ ચો.મીટર બિલ્ટ-અપ એરિયાથી વધોર કુલ ૮૦ કન્સ્ટ્રકશન સાઈટ તથા ૧૦,૦૦૦ ચો.મીટર બિલ્ટ-અપ એરિયાથી વધારે કુલ ર૧૪ કન્સ્ટ્રકશન સાઈટ છે. આમ ઉપરોકત કુલ ર૯૪ કન્સ્ટ્રકશન સાઈટથી પીએમ૧૦ તથા પીએમ ર.પ પ્રદુષણ હવામાં વધારે ફેલાય છે. હવામાં ફેલાતા પ્રદુષણને ઘટાડવા માટે પોલીસીફોર ગુડ કન્સ્ટ્રકશન પેક્ટિસ ઈન અમદાવાદ સીટી બનાવવામાં આવ્યું છે.

શહેરમાં જે કન્સ્ટ્રકશન સાઈટ પર બીલ્ટઅપ એરિયા ર૦ હજાર ચો.મી.થી વધુ હોય તેવી સાઈટ પર ડસ્ટનું પ્રમાણ જાણવા માટે સેન્સર ઈન્સ્ટોલ કરવામાં આવશે તથા સીસીટીવી કેમેરા પણ ઈન્સ્ટોલ કરી તેને અમદાવાદના આઈસીસી સાથે લીન્ક કરવામાં આવશે. હયાત બાંધકામના ડીમોલેશન સમયે પ્લોટની હદમાં પર્યાપ્ત ઉંચાઈ સુધીના પડદાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ ઉપરાંત ડીમોલેશન સમયે જે કાટમાળનો જથ્થો નીકળે તેનો નિકાલ નિર્ધારિત કલેકશન સેન્ટરમાં કરવામાં આવશે. બાંધકામ દરમિયાન ડસ્ટ પોલ્યુશનને રોકવા માટે ગ્રીન નેટનું કવર કરવું ફરજીયાત રહેશે. આ ઉપરાંત બાંધકામ દરમિયાન પ્રદુષણ ન ફેલાય તે માટે વારંવાર પાણીનો છંટકાવ કરવાનો પણ રહેશે જેવા અનેક સુચનો કરવામાં આવ્યા છે જેનો અમલ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.