Western Times News

Gujarati News

નકલી દસ્તાવેજો બનાવી અમદાવાદમાં ગેરકાયદે રહેતા ૫૦ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

બાંગ્લાદેશની છોકરી સાથે લગ્ન કરી ગેરકાયદે રીતે અહી આવે છે અને મહિલાને દેહવ્યાપાર કરાવતા હોય છે

૨૦૦થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછઃ નકલી દસ્તાવેજો ક્યાં બનાવાયા તે અંગે ક્રાઈમ બ્રાંચે શરૂ કરેલી તપાસ

અમદાવાદ, દિવાળી પહેલાં શહેર પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી માટે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે વસવાટ કરનારા ૪૮ જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડયા છે. આરોપીઓ નકલી દસ્તાવેજો બનાવીને રહેતા હોવાનું સામે આવ્યું છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં નકલી દસ્તાવેજો થતા હોવાની માહિતી મળી હતી, એના આધારે બાંગ્લાદેશીઓના પણ નકલી દસ્તાવેજ થયા હોવાની માહિતી મળતાં તેના આધારે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ૪૮થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

૨૦૦થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઈ -ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બનાવટી દસ્તાવેજોની તપાસમાં માહિતી મળી હતી કે શહેરના અનેક બાંગ્લાદેશીઓના ખોટા દસ્તાવેજો બન્યા છે અને તેઓ વિવિધ વિસ્તારોમાં રહે છે.

એના આધારે ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવીને ચેકિંગ કર્યું હતું. એ દરમિયાન કુલ ૪૮ જેટલા બાંગ્લાદેશી હાલ ઝડપાયા છે, જ્યારે ૨૦૦થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. નકલી દસ્તાવેજો કોના ત્યાં અને કેવી રીતે બનાવ્યા હતા? કેવી રીતે બાંગ્લાદેશથી આવ્યા અને કેટલા સમયથી વસવાટ કરે છે, એ અંગે પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છઝ્રઁ ભરત પટેલે જણાવ્યું હતું કે શહેરના કુબેરનગર, સરદારનગર, શાહઆલમ, નરોડા પાટિયા તેમજ ચંડોળા તળાવમાં હજારોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે, જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાંગ્લાદેશીઓને શોધવાની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશે વસવાટ કરતા હોઈ, જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૧૦, ૨૦૧૫, ૨૦૨૦ અને ૨૦૨૪ના વર્ષના બાયસેક તેમજ ગૂગલ અર્થ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વર્ષો પહેલાં અને અત્યારની પરિસ્થિતિમાં ખૂબ જ અલગ તસવીરો જોવા મળે છે અને વસવાટમાં વધારો જોવા મળ્યો હતો. બનાવટી દસ્તાવેજોના આધારે જ બાંગ્લાદેશીઓની ચંડોળા સહિત અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૪૮ જેટલા બાંગ્લાદેશી મળ્યા છે. અત્યારે હાલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે, જેની જાણ થતાંની સાથે ત્યાંથી જતા રહ્યા છે.

૩ મહિનાથી નકલી દસ્તાવેજ પર વસવાટ કરતા હતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભૂતકાળમાં નોંધેલા ગુના પરથી જાણવા મળ્યું હતું કે બનાવટી દસ્તાવેજો કરીને બાંગ્લાદેશથી અહીં રહેવા આવી ગયા છે. છેલ્લા ૩ મહિનાથી નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવી શાહઆલમ, ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા અને મોબાઈલ મળ્યા છે.

૪૮ લોકો ઝડપાયા, જેમાં ૩૨ પુરુષ, ૮ મહિલા, ૬ સગીર છે. ૨૫૦થી વધુ જેટલા બાંગ્લાદેશીઓ હોવા અંગેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભારતથી હવાલા મારફત નાણાં બાંગ્લાદેશ પહોંચાડે છે વધુમાં જાણવા મળ્યું હતું કે બાંગ્લાદેશથી જે લોકો સરહદ પાર કરી ભારતમાં આવે છે તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મજૂરીકામ કરે છે. આ ઉપરાંત ભીખ, દેહવ્યાપાર, મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

બાંગ્લાદેશમાં ત્યાંની છોકરી સાથે લગ્ન કરી ગેરકાયદે રીતે અહી આવે છે અને મહિલાને દેહવ્યાપાર કરાવતા હોય છે. કેટલાક લોકોનું ગ્રુપ ભારતથી હવાલા મારફત નાણાં બાંગ્લાદેશમાં મોકલી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.