Western Times News

Gujarati News

હળદર પાવડરનો કુલ ૧૧૭૫ કિલો -અદાંજિત કિંમત ૨,૪૬,૭૫૦ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી પખવાડીયા અંતર્ગત ચેકિંગ ડ્રાઈવ યોજાઈ-ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ દ્વારા ભેળસેળ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તકના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભરૂચ દ્‌નારા ૧૭ મી ઓક્ટોબર સુધી ફુડ સેફ્‌ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ફુડ સેફ્‌ટી પખવાડીયું – ૨૦૨૪ અને દિવાળી તહેવારને ધ્યાને લઈને કરવાની થતી કામગીરી નિમિત્તે ખાદ્યચીજના નમુના લેવાની કામગીરી,ફુડ સેફ્‌ટી અવેરનેશની કામગીરી સ્કુલોમાં તેમજ ખાદ્યચીજોના તમામ વેપારીઓને તથા લાયસન્સ/રજીસ્ટેશનની કામગીરી હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પખવાડીયા નિમિત્તે ખાણી પીણીના વેપાર કરતા વેપારીઓ માટે જાહેર લાયસન્સ/રજીસ્ટેશનનો કેમ્પ યોજી ૧૧૬ રજિસ્ટેશન તથા ૧૮ લાયસન્સ વેપારીઓને સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. ફુડ સેફ્‌ટી ઓન વ્હીલસ દ્વારા ભરૂચની ૨૦ જેટલી સ્કુલોમાં તથા નવરાત્રી દરમ્યાન લગાવેલ ફુડ સ્ટોલનું ચેકીંગ તથા ખાણી પીણીનો વેપાર કરતા એફ.બી.ઓને મળી જુદા-જુદા સ્થળો ઉપર ૫૩ અવરનેશ કાર્યકમ કરવામાં આવ્યા હતા.આ અવરનેશ કાર્યક્રમમાં ૩૩૬૬ શહેરીજનો સહિત સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો.

આ ફુડ સેફ્‌ટી પખવાડીયા દરમ્યાન ૧૨૭ ખાણીપીણી, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ-ફરસાણ તથા અન્ય ખાદ્યચીજનુ ઉત્પાદન/સંગ્રહ/વેચાણ કરતા પેઢીઓની ફુડ સેફ્‌ટી ઓફિસરો દ્વારા ઈન્સપેક્સન તથા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમ્યાન શંકાસ્પદ જણાઈ આવતી ખાદ્યચીજો જેવી કે ઘી,પનીર, દુધ તથા દુધની બનાવટ, માવો, ખાધ્યતેલ, મરી-મસાલા, ડ્રાયફ્રુટ, બેકરી આઈટમ, મીઠાઈ – ફરસાણ મળી ૬૫ રેગ્યુલર નમુના તથા ૧૧૮ સર્વલન્સ નમુના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનું પરીણામ આવ્યેથી જે તે જવાબદારો સામે કાયેદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે આ તપાસ દરમ્યાન કુલ ૧૨૦ કિલો અખાદ્યચીજનો જથ્થો જેની અદાંજિત કિમત આશરે રૂ.૧૮,૦૦૦ ના જથ્થાનો યોગ્ય જગ્યાએ વેપારીની સ્વૈચ્છિક સંમતિથી નાશ કરાવામાં આવ્યો હતો.

વધુમાં તપાસ દરમિયાન શ્રી રાજ સેલ્સ ભરૂચ ખાતેથી શંકાસ્પદ પનીરનો નમુનો લઈ બાકી રહેતો જથ્થો ૮૦ કિલો જેની અંદાજીત કિંમત રૂ.૨૦૮૦૦ નો જથ્થો તથા નબીપુર ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં શંકાસ્પદ હળદર પાવડર (લુઝ) કુલ ૫૦ કટ્ટા પત્યેકમાં ૫૦ કિલોના વજનના જોવા મળેલ ફુડ સેફ્‌ટી ઓફિસર દ્વારા નમુનો લઈ બાકી રહેતો જથ્થો ૯૯૮ કિલો જેની અદાંજિત કિંમત ૧,૯૯,૬૦૦ નો જથ્થો તથા અન્ય ૨૫ કિલોના ૪૭ કટ્ટામાં હળદર પાવડર જોવા મળેલ ફુડ સેફ્‌ટી ઓફિસર દ્વારા હળદર પાવડરનો નમુનો લઈ બાકી રહેતો જથ્થો કુલ ૧૧૭૫ કિલો જેની અદાંજિત કિંમત ૨,૪૬,૭૫૦ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

દિવાળીના તહેવારને ધ્યાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.