Western Times News

Gujarati News

ડ્રગ્સ મામલે અંકલેશ્વરના અવસર એન્ટરપ્રાઈઝના સંચાલકોને ૬ દિવસના રિમાન્ડ

અંકલેશ્વર, અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં કંપની સંચાલકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતમાં એમડી ડ્રગ્સની ખેપ મારવા ફરતા બે શખ્સોની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. ખેપિયાઓ અંકલેશ્વરથી કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા. ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી.

આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી ર૧૦૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછમાં એમડી ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતાં વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસની એક ટીમ અંકલેશ્વર રવાના કરાઈ હતી.

અવસર એન્ટરપ્રાઈઝ જીપીસીબીનું કલોઝર હોવાથી સરકારી કાગળ પર બંધ હતી જ્યારે કેમિસ્ટ વિશાલ આ સમય દરમિયાન એમડી ડ્રગ્સ બનાવી ખેપિયાઓને વેચવા આપતો હતો. કંપનીમાં સર્ચ દરમિયાન ૧૪૧ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જ્યારે ૪૦૦ કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગ્સનું રો-મટીરિયલ મળ્યું હતું જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.