બાંગ્લાદેશમાં હવે શેખ હસીનાને લીધે રાષ્ટ્રપતિની ખુરશી જોખમમાં
ઢાંકા, બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ છોડીને અત્યારે ભારતમાં રોકાયા છે. પરંતુ તેમને લઈને બાંગ્લાદેશમાં એક નવો વિવાદ ઊભો થયો છે.
ગયા અઠવાડિયે એક બંગાળી દૈનિક સાથેની મુલાકાતમાં, રાષ્ટ્રપતિ શહાબુદ્દીને જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ દસ્તાવેજી પુરાવા નથી કે હસીનાએ દેશ છોડતાં પહેલા વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિના આ નિવેદનને પગલે હસીનાને પદભ્રષ્ટ કરનાર વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
વિદ્યાર્થી સંગઠનોએ હવે રાષ્ટ્રપતિને હટાવવાની માગ સાથે ઢાકા સહિત દેશમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજ્યાં હતાં. વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફરી એક વાર દેશને બાનમાં લેવાના પ્રયત્નો ચાલુ થયા છે. વિવાદ એટલી હદે વકર્યાે છે કે રાષ્ટ્રપતિની ખુરશી હવે જોખમમાં આવી ગઈ છે.
આ વિદ્યાર્થીઓએ શેખ હસીનાના રાજીનામા પર ટિપ્પણી કરવા બદલ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા પૈકીના એક નસીરુદ્દીન પટવારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ફાસીવાદના સાથી છે. તે નરસંહારની તરફેણમાં છે. અમે તેમના રાજીનામાની માગ કરીએ છીએ.SS1MS