પંજાબ અને અન્ય રાજ્યોમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના ૭ શૂટરોની ધરપકડ
નવી દિલ્હી, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેના ૭ શૂટરની ધરપકડ કરી છે. તેઓ રાજસ્થાનમાં કોઈને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ ધરપકડ ૧૨ ઓક્ટોબરે મુંબઈમાં બાબા સિદ્દીકીની સનસનાટીભર્યા હત્યાના થોડા દિવસો બાદ થઈ છે.
આ હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ધરપકડ પંજાબ અને અન્ય રાજ્યોમાંથી કરવામાં આવી છે અને આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સમગ્ર દેશમાં
લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુનેગારોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આ ૭ શૂટર્સની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ સેલ હવે બાબા સિદ્દીકી હત્યા કેસ અંગે આ શૂટર્સની પૂછપરછ કરી રહી છે. આ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગની પાછળ છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ પર ૧૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ પર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યામાં સામેલ હોવાનો પણ આરોપ છે.એડિશનલ સીપી સ્પેશિયલ સેલ પ્રમોદ કુમાર કુશવાહાએ જણાવ્યું હતું કે, ‘રિતેશ નામની પહેલી ધરપકડ ૨૩ ઓક્ટોબરે દિલ્હીમાં કરવામાં આવી હતી.
સુખરામ નામના વ્યક્તિની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પંજાબના અબોહર અને સિરસામાંથી પણ ધરપકડ કરવામાં આવી છે. તેઓ રાજસ્થાનમાં સુનીલ પહેલવાન નામના વ્યક્તિની હત્યાની યોજના ઘડી રહ્યા હતા. તેઓએ બે વાર રેકી પણ હાથ ધરી.
તેમની પાસેથી એક જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ પણ મળી આવ્યું છે. તેમને આરજે બિશ્નોઈ પાસેથી સીધી સૂચના મળી રહી હતી, જેઓ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે પરંતુ તેઓ ભૂતકાળમાં લોરેન્સ સિન્ડિકેટનો હિસ્સો રહી ચૂક્યા છે. લક્ષ્યના મામા રાજકીય પૃષ્ઠભૂમિના છે અને તેમનો વ્યવસાય પણ છે. આનો અત્યાર સુધીના બાબા સિદ્દીકીની હત્યા સાથે કોઈ સંબંધ નથી.’SS1MS