Western Times News

Gujarati News

લકવાગ્રસ્ત કહેવા પર આલિયા ભટ્ટે ટ્રોલર્સને લીધા આડે હાથ

મુંબઈ, ઘણાં સમયથી આલિયા ભટ્ટના કેટલાક વીડિયો અને તેના વિશે લખેલા કેટલાક લેખો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેમાં આલિયાના ચહેરા અને તેના શરીરને લઈને વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે, આલિયાએ બોટોક્સ કરાવ્યું છે.

કેટલાક ટ્રોલ્સ કહી રહ્યા છે કે આલિયા આંશિક રીતે લકવાગ્રસ્ત છે. હવે આલિયાએ આ તમામ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.હવે આલિયા ભટ્ટે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘આ ટ્રોલ માત્ર ક્લિકબેટ અને થોડું ધ્યાન મેળવવા માટે ગાંડી વાતો કરે છે.

મારો એવા લોકો પ્રત્યે કોઈ પણ જજમેન્ટ નથી કે, જેઓ તેમના શરીર માટે કોસ્મેટિક કરેક્શન અથવા કોઈપણ પ્રકારની સર્જરીનો ઉપયોગ કરે છે. જો તમારું શરીર તમારું છે તો નિર્ણય પણ તમારો હોવો જોઈએ.

પણ આ તો અશ્લીલતાની ઊંચાઈ છે. કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેં બોટોક્સ કરાવ્યું છે અને તે સાચી રીતે નથી કરવામાં આવ્યું. ઘણાં પ્રકારના ક્લિકબેટ આર્ટીકલ પણ ફરતા હોય છે. જેઓ કહેવામાં આવ્યું છે કે, મારું મોઢું વાંકાચૂકૂ થઇ ગયું છે, હું વિચિત્ર રીતે બોલી રહ્યો છું.

કોઈપણ માણસના ચહેરા માટે આ ખૂબ જ ગંદી ટીકા છે.’આલિયાએ પોતાના પર લાગેલા દવાઓને લઈને કહ્યું હતું કે, ‘હવે તમે આ બધી બાબતોનું વૈજ્ઞાનિક કારણ એ આપો છો કે હું આંશિક રીતે લકવાગ્રસ્ત છું. તમે શું મજાક કરી રહ્યા છો? આ ખૂબ જ ગંભીર દાવાઓ છે.

જેના કોઈ પુરાવા નથી. જેની કોઈએ પુષ્ટિ પણ નથી કરી. સૌથી ખરાબ વાત એ છે કે તમે એવા યુવાનોને પણ ગેરમાર્ગે દોરો છો જે તમારા આ બધા દાવાઓને સાચા માની રહ્યા છે. તમે આવું કેમ કરી રહ્યા છો? માત્ર થોડું ધ્યાન ખેંચવા માટે. તમે થોડી ક્લિકબાઈટ મેળવવા માટે કંઈપણ કરશો કારણ કે આ બધા દાવાઓનો કોઈ અર્થ નથી.’

મહિલાઓને લઈને આલિયાએ કહ્યું હતું કે“મહિલાઓને આ વાહિયાત બાબતો પર જજ કરવામાં આવે છે. તેને ઓબ્જેક્ટીફાઈ કરવામાં આવે છે. મહિલાઓને તેમના ચહેરા, શરીર, અંગત જીવન, દરેક વસ્તુને લઈને જજ કરવામાં આવે છે. આપણે વ્યક્તિના વ્યક્તિત્વની ઉજવણી કરવી જોઈએ.

આવા નિવેદનોથી લોકો માને છે કે તેમની તબિયત સારી નથી.વધુ આલીયાએ જણાવ્યું હતું કે “આ વિશે સૌથી દુઃખદ બાબત એ છે કે એક સ્ત્રી માટેના આ બધા નિર્ણયો બીજી સ્ત્રી તરફથી આવે છે. ‘જીવો અને જીવવા દો’ કહેવતનું શું થયું? શું કોઈને પોતાની રીતે જીવવાનો અધિકાર નથી? આપણને એકબીજાને અપમાનિત કરવાની એટલી આદત પડી ગઈ છે કે, તે એકદમ સામાન્ય લાગે છે.

અને ઈન્ટરનેટ આ બધી બાબતોને વધુ અતિશયોક્તિપૂર્ણ રીતે બનાવે છે.અહીં તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી તેના ચહેરાના હાવભાવ(ફેશિયલ એક્સપ્રેશન)ને લઈને ટ્રોલ થઈ રહી છે. લોકો તેના ગાલ પરના ડિમ્પલ વિશે પણ વાત કરી રહ્યા છે. જો આપણે આલિયાના ફિલ્મોની વાત કરીએ તો તાજેતરમાં જ તે વાસન બાલાની ફિલ્મ ‘જીજરા’માં જોવા મળી હતી. આ પછી તેની ફિલ્મ ‘આલ્ફા’નું શૂટિંગ ચાલી રહ્યું છે. જે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.