કોમેડી કિંગ કપિલ શર્મા પણ બન્યો છે ડિપ્રેશનનો શિકાર
મુંબઈ, કપિલ શર્મા હાલમાં ટીવીના સૌથી અમીર કલાકારોમાંનો એક છે. લોકો વર્ષાેથી તેના કોમેડી શોને પસંદ કરે છે. પરંતુ કપિલે પોતાના જીવનમાં સારા અને ખરાબ બંને સમય જોયા છે.
એક પોડકાસ્ટમાં કપિલે શેર કર્યું હતું કે, ‘મારા જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે મારું બેન્ક બેલેન્સ ઝીરો કહી શકાય તેવી હાલત થઈ ગઈ હતી અને આ મુશ્કેલ સમયમાં હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.’કપિલે એક પોડકાસ્ટમાં વાત કરતા કહ્યું હતું કે, ‘એ સમયે હું પાગલ હતો. મેં બે ફિલ્મો કરી. વાસ્તવમાં એવું થયું કે મારી પાસે ઘણા પૈસા હતા. મેં વિચાર્યું કે જેની પાસે પૈસા છે તે પ્રોડ્યુસર બની જાય છે.
પરંતુ એકલા પૈસા રાખવાથી વ્યક્તિ પ્રોડ્યુસર બની શકતી નથી. પ્રોડ્યુસર બનવા માટે એક એલગ વિચાર હોવો જોઈએ. પ્રોડ્યુસર બનવા માટે એક અલગ પ્રકારની ટ્રેનિંગ છે. મેં ઘણા પૈસા ગુમાવ્યા, મારું બેંક બેલેન્સ ઝીરો થઈ ગયું.’આ પોડકાસ્ટમાં કપિલે કહ્યું કે, ‘આ ઘટના બાદ હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પછી ગિન્નીએ મારી સંભાળ લીધી. હું મારી ભૂલમાંથી શીખી ગયો છું.
હવે ફરી આ ભૂલ નહીં કરું. મને લાગે છે કે જો યુવાનો કંઈક શરૂ કરવા માંગતા હોય, તો તેઓએ પહેલા તેના વિશે સારી રીતે જાણવું જોઈએ. પછી આગળ વધો. હું તેમને જીવનનો આ પાઠ આપી રહ્યો છું.’
કપિલ શર્માએ વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં બે ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. એક ‘ફિરંગી’ અને બીજી ‘સન ઓફ મનજીત સિંહ’. કપિલે ‘ફિરંગી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંને ફિલ્મોને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.SS1MS