એસ્સાર ગ્રૂપ દ્વારા મનુ કપૂરની પબ્લિક પોલિસી અને કોર્પોરેટ અફેર્સના ગ્રુપ ચીફ તરીકે નિમણૂંક
મુંબઈ, ઓક્ટોબર ૨૫, ૨૦૨૪, એસ્સાર ગ્રુપ, મનુ કપૂરની તેના ગ્રૂપ પબ્લિક પોલિસી અને કોર્પોરેટ અફેર્સના વડા તરીકેની નિમણૂંક જાહેર કરતા આનંદની લાગણી અનુભવે છે.
મનુ કપૂર વિવિધ કોર્પોરેશન્સ, સરકાર, જાહેર ક્ષેત્રની એજન્સીઓ અને ઉદ્યોગ જૂથો સાથે કાર્ય કરવાનો ૩૦ વર્ષથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ મિડલ ઈસ્ટ, આફ્રિકા, મધ્ય એશિયા, રશિયા, સીઆઇએસ, પૂર્વીય યુરોપ, બાલ્ટિક્સ અને એશિયામાં કોર્પોરેટ રેપ્યુટેશન અને બ્રાન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રે સફળ કારકિર્દી ધરાવતા જાણીતા અગ્રણી છે. સાથેજ તેઓ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્યનું ઊંડું જ્ઞાન ધરાવે છે. Essar Group appoints Manu Kapoor as Group Chief of Public Policy and Corporate Affairs.
તેમની નિમણૂક પર પ્રતિક્રિયા આપતા એસ્સાર કૅપિટલના ડિરેક્ટર, પ્રશાંત રુઇયાએ જણાવ્યું, “અમે મનુ કપૂરને એસ્સાર પરિવારમાં ઉત્સાહભેર આવકારીએ છીએ. જૂથના જાહેર નીતિ અને કોર્પોરેટ અફેર્સના વડા તરીકે, મનુ મુખ્ય હિતધારકો – વ્યવસાયો, સરકારી સંસ્થાઓ, નિયમનકર્તાઓ, મીડિયા અને નીતિ નિર્માતાઓ સાથે વ્યૂહાત્મક સંબંધો બાંધવા અને જાળવવા માટે જવાબદાર રહેશે. એસ્સાર માટે આ ઉત્સાહજનક સમય છે, અને અમે કંપનીની સફળતામાં તેમના મૂલ્યવાન યોગદાન માટે આશાવાન છીએ.”
આ પ્રસંગે મનુ કપૂરે જણાવ્યું કે “એસ્સાર એનર્જી ટ્રાન્સીશન, ગ્રીન સ્ટીલ, ડિજિટાઇઝેશન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં તેની વૈશ્વિક ઉપસ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે. ઉદ્યોગના નિષ્ણાતો સાથે સહકાર દ્વારા ભારતના આર્થિક વિકાસમાં યોગદાન અને વૈશ્વિક સ્તરે આપણી છબી મજબૂત કરવા માટે આ એક ઉત્તમ તક છે. હું એસ્સારની આ સફળતા-યાત્રાનો ભાગ બનવા માટે આતુર છું,”.