Western Times News

Gujarati News

SOUL દ્રારા ઈન્ડિક લીડરશીપ પર આંતરદૃષ્ટિપૂર્ણ પેનલ ડિસ્કશન યોજાયું

(અમદાવાદ, 25મી ઓક્ટોબર 2024),  સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) દ્રારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગમાં “લીડરશીપ ‘સંવાદ’ – ઇમર્જિંગ પરસ્પેકટીવસ ઑન ઇન્ડિક લીડરશીપ” વિષય પર વિચાર-પ્રેરક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનમાં સુપ્રતિષ્ઠિત નેતાઓ દ્રારા કેવી રીતે પ્રાચીન ભારતીય શાણપણ, વિવિધ ક્ષેત્રોમાં આધુનિક શાસન અને નેતૃત્વ પ્રથાઓને માહિતગાર કરી શકે છે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રોફેસર નિહારિકા વોહરા દ્રારા સંચાલિત પેનલ ડિસ્કશનમાં, આજના નેતાઓ માટે કાર્યક્ષમ વ્યૂહરચના પર પ્રકાશ પાથરતાં, ભારતીય નૈતિકતામાં આધારિત નેતૃત્વના મુખ્ય વિષયો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું.

પેનલ ડિસ્કશન હાઇલાઇટ્સ:

ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ (મેમ્બર એચઆર, કેપેસિટી બિલ્ડીંગ કમિશન અને ‘પાવર વિધ ઇન: ધ લીડરશીપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી’ પુસ્તકનાં લેખક) દ્રારા નેતૃત્વના ભારતીય મૂલ્યો અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેને કાર્યમાં કેવી રીતે અમલમાં મુકે છે તેના પરના તેમના સંશોધનને રજૂ કરતાં જણાવ્યું હતું કે:

“સાચું નેતૃત્વ અંદરથી શરૂ થાય છે. જ્યારે નેતાઓ તેમના હેતુથી વાકેફ હોય છે અને તેઓ જે લોકોની સેવા કરે છે તેમની સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હોય છે, ત્યારે પરિવર્તન સ્વાભાવિક રીતે જ થાય છે. મુશ્કેલ નિર્ણય લેવા માટે શ્રી. નરેન્દ્ર મોદી દ્રારા ઉપયોગમાં લેવાતા માપદંડ અત્યંત સરળ છે. આવા દરેક નિર્ણય માટે તેઓ પૂછે છે કે ‘ આ દેશ માટે ફાયદાકારક છે’, જો જવાબ હા હોય, તો તે તેને અમલમાં મૂકે છે.

ડો. હસમુખ અઢિયા (ભારત સરકારના ભૂતપૂર્વ નાણાં સચિવ અને માનનીય મુખ્યમંત્રી ગુજરાતના મુખ્ય સલાહકાર) દ્રારા શાસનમાં નૈતિકતાની જરૂરિયાત પર વાત કરતા જણાવ્યું હતું કે:

“ભારતીય નેતૃત્વએ હંમેશા નૈતિકતાને તેના મૂળ તરીકે મૂલ્ય આપ્યું છે. આજે, જેમ જેમ આપણે આધુનિક શાસન પ્રણાલીઓને અપનાવીએ છીએ, તે નૈતિક મૂલ્યો સાથે જોડાયેલા રહેવું મહત્વપૂર્ણ છે કે જે આપણા સમાજનો પાયો બનાવે છે.”

શ્રી જક્ષય શાહ (સેવી ગ્રુપના સ્થાપક અને સીએમડી અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન) દ્રારા ખાનગી ક્ષેત્રમાં નેતૃત્વ અંગે પરિપ્રેક્ષ્ય આપતાં જણાવ્યું હતું કે: “જેમ જેમ વ્યવસાય વૈશ્વિક સ્તરે વિકસે છે, તેમ આપણને એવાં નેતૃત્વની જરૂર છે કે જે માત્ર સ્પર્ધાત્મક નહીં પણ દયાળુ હોય. ભારતીય નૈતિકતા આપણને શીખવે છે કે લોકોની સેવા કરવી અને નફો સુમેળમાં રહી શકે.”

પેનલ ડિસ્કશનના સંચાલકના વિચારો: 

પ્રો. નિહારિકા વોહરાએ ભારતીય નેતૃત્વ સિધ્ધાંતોની કાલાતીત સુસંગતતા પર પ્રતિબિંબિ પાડતા જણાવ્યું હતું કે: “ભારતીય સંદર્ભમાં નેતૃત્વ, મૂલ્યો અને ક્રિયા વચ્ચે સંતુલન પ્રદાન કરે છે. જેમ જેમ આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ, આપણે આ સમૃધ્ધ પરંપરામાંથી એવા નેતાઓનું સર્જન કરવું  જોઈએ કે જેઓ માત્ર અસરકારક જ નહીં પણ સહાનુભૂતિશીલ પણ હોય.”

પેનલ ડિસ્કશન અંતે સવાલ અને જવાબ સત્ર સાથે સમાપ્ત થયું હતું કે જેમાં પેનલના સભ્યોએ આધુનિક પડકારો માટે ભારતીય નેતૃત્વ મૂલ્યોને અમલમાં મૂકવા અંગેના કેટલાક પ્રશ્નોને સંબોધ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.