Western Times News

Gujarati News

વિયેટનામના દાનાંગથી નજીક આવેલું બાના હિલ્સ ભારતીય પ્રવાસીઓની પહેલી પસંદ

ગોલ્ડન બ્રીજ, બાના હિલ્સ

વિયેટનામના સાયગોન (હો ચી મિન્હ), હનોઈ પછી હવે ખુબ જ ઝડપથી વિકસી રહ્યુ છે દાનાંગ શહેર

અમદાવાદ, તાજેતરમાં વિયેતનામ ભારતીયોમાં અને એમાંય ગુજરાતીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી વિજેયતજેટ એરલાઈન્સ પાન ઈન્ડિયામાં મુંબઈ,  દિલ્હી અને કોચીથી ઓપરેટ થઈ રહી છે અને અમદાવાદથી દરરોજ ફ્લાઈટ હેનોય અને સાયગોન (હો ચી મીન્હ સીટી) તરફ જાય છે.

વિયેતનામ, જેનું ક્ષેત્રફળ લગભગ 331,000 ચોરસ કિલોમીટર (128,000 ચોરસ માઇલ) છે અને તેની વસ્તી 100 મિલિયનથી વધુ છે.  તે વિશ્વનો પંદરમો-સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવે છે. દક્ષિણપૂર્વ એશિયાના બે માર્ક્સવાદી-લેનિનવાદી રાજ્યોમાંથી એક, વિયેતનામ ઉત્તરમાં ચીન અને પશ્ચિમમાં લાઓસ અને કંબોડિયા સાથે જમીનની સરહદો વહેંચે છે.

હો ચી મિન્હ સીટીમાં આવેલુું વોર મેમોરીયલ

તે થાઇલેન્ડના અખાત દ્વારા થાઇલેન્ડ સાથે અને દક્ષિણ ચીન સમુદ્ર દ્વારા ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયા સાથે દરિયાઇ સરહદો વહેંચે છે. તેની રાજધાની હનોઈ છે અને તેનું સૌથી મોટું શહેર હો ચી મિન્હ સિટી છે (સામાન્ય રીતે સૈગોન તરીકે ઓળખાય છે).

17મી અને 18મી સદીઓ દરમિયાન, વિયેતનામને અસરકારક રીતે ડાંગ ટ્રોંગ અને ડાંગ નગોઈના બે ડોમેન્સમાં વહેંચવામાં આવ્યું હતું. Nguyễn-છેલ્લો શાહી રાજવંશ-1883માં ફ્રાન્સને આત્મ સમર્પણ કર્યું. 1887માં, તેનો પ્રદેશ ત્રણ અલગ-અલગ પ્રદેશો તરીકે ફ્રેંચ ઈન્ડોચિનામાં એકીકૃત કરવામાં આવ્યો.

બીજા વિશ્વ યુદ્ધ  પછી, સામ્યવાદી ક્રાંતિકારી હો ચી મિન્હની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી ગઠબંધન વિયેત મિન્હે ઓગસ્ટ ક્રાંતિની શરૂઆત કરી અને 1945માં જાપાનના સામ્રાજ્યથી વિયેતનામની સ્વતંત્રતા જાહેર કરી હતી. સામ્યવાદી ક્રાંતિકારી હો ચી મિન્હના નામ પરથી દક્ષિણ વિયેટનામમાં આવેલા સાયગોનનું નામ હો ચી મિન્હ કરવામાં આવ્યું.

હનોઈ વિયેટનામની ઉત્તરે આવેલી રાજધાની છે અને નજીકમાં જ પર્વતમાળા હોવાને કારણે તેની માંગ પહેલાથી જ છે. આ ઉપરાંત હનોઈથી હલોંગ-બે દરિયામાં ક્રુઝની સફર પ્રખ્યાત છે.

એક તબક્કે શરુઆતમાં મોટાભાગના પ્રવાસીઓ હેનોયથી ઈન્ડોનેશિયા દેશમાં આવેલા બાલી તરફ જતા હતા,  પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ભારતીય પ્રવાસીઓના મળેલા ભારે રીસ્પોન્સને કારણે તેઓએ ગત ૨૩ ઓક્ટોબરથી દનાંગથી અમદાવાદ સપ્તાહમાં બે વખત ડાયરેક્ટ ફલાઈટ શરુ કરી છે.

બાના હિલ્સની તળેટીમાં આવેલા પ્રવેશ દ્વારની તસવીર- પ્રવાસીઓ દનાંગ શહેરથી લગભગ 20 કિલોમીટરના અંતરે આશરે 1 કલાક દૂર બાના હિલ્સ પ્રવાસીઓની પહેલી પસંદ છે. બાના હિલ્સ પર આવેલા ગોલ્ડન બ્રિજની મૂલાકાત અચૂક લાભ લેતા હોય છે આ ઉપરાંત બાના હિલ્સ પર ગાર્ડન, પગોડા, ગેમ ઝોન, ફૂડ કોર્ટ, બીયર ફેકટરી પણ આવેલી છે. વિયેટનામના સન ગ્રુપ દ્વારા બાના હિલ્સ પર ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે.

અને તેની સાથે સાથે દનાંગ શહેરમાં દરિયા કિનારે આવેલી સૌ પ્રથમ ફુરામા બીચ રિસોર્ટસને સીધો લાભ મળશે.  વિયેટનામ સરકાર અને હોંગકોંગ ઈન્વેસ્ટર દ્વારા સંચાલિત ફુરામા બીચ રિસોર્ટસમાં ૧૨૦૦થી વધુ રુમ અને ૧૦૦થી વધુ વિલાનો સમાવેશ થાય છે.

દાનાંગની સૌથી જૂના ફુરામા બીચ રિસોર્ટસ ભારતીય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશેઃ પ્રભાકર સિંઘ

અમદાવાદ, ફુરામા બીચ રિસોર્ટસના કોમ્પ્લેક્સ ડિરેક્ટર ઓફ સેલ્સ એન્ડ માર્કેટિંગ પ્રભાકર સિંઘે જણાવ્યું હતું કે, આ હોટલના તમામ રૂમો ક્લાસિક છે અને તાજ હોલીડે રિસોર્ટસ અને તાજ મલાબારની રેપ્લિકા કહી શકાય. આ હોટલમાં પ્રવેશતાની સાથે જ તમે તાજ હોટલ જેવી ફીલ અનુભવશો.

અમારી હોટલમાં ૧૫ વર્ષથી જૂનો સ્ટાફ છે. આ ઉપરાંત, ઈન્ડિયન શેફનો પણ સમાવેશ કરેલ છે. સાથે સાથે વેજીટેરીયન તથા જૈન ફુડ પણ પીરસાય છે. અમે સ્પષ્ટ કહી શકીએ કે અમે ભારતીય ઈમોશનને સારી રીતે સમજી શકીએ છીએ. વર્ષ 2023-24માં ૪ ટકાથી વધીને ૮ ટકા પ્રવાસીઓની સંખ્યામાં વધારો ફુરામા બીચ રિસોર્ટસ પ્રવાસીઓને ભારતની સુપ્રસિધ્ધ હોટલ તાજ જેવી ફીલ કરાવશે તેમ વધુમાં  પ્રભાકર સિંઘે જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

તેમણે વધુમાં જણાવ્યું કે, ફુરામા બીચ રિસોર્ટસમાં અમે વોટર સ્પોર્ટસ, કેસીનો, ડાઈવીંગ કલબ, વિયેટનામ કુકીંગ કલાસ, યોગા માસ્ટર સહિતની વિવિધ એક્ટિવિટીઓ પણ કરાવવામાં આવે છે. અમારા બીચ રિસોર્ટસમાં ૧૫થી ૨૦ મીટીંગ રૂમ, કોર્ટયાર્ડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૪૦૦૦ લોક માટેનું ઈનડોર કન્વેન્શન સેન્ટર પણ ઉપલબ્ધ છે અને આઉટડોરમાં ૫૦,૦૦૦થી વધુ લોકોનુ પ્રસંગ કે કોન્સર્ટ પણ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવેલી છે.

Furama Villa, Da Nang, Vietnam

અંતમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૨માં કોવિડ ખતમ થયા બાદ અમે ભારત સાથે કનેક્ટ થયા હતા. જેના પગલે ૨૦૨૩-૨૪માં દનાંગમાં ૭૦ ટકા ટુરીસ્ટનો વધારો થયો હતો. જોકે, વર્ષના અંત સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઔર વધારો થશે. જોકે, હેનોય અને હો ચી મીનમાં દનાંગ કરતાં પ્રવાસીઓની સંક્યા વધારે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રવાસીઓ ફુકેટ-પતાયાની બદલે હવે દનાંગ આવશેઃ આંન્દ્રે

ફુરામા બીચ રિસોર્ટસના કેમ્પસમાં આવેલા આરીયાના ટુરીઝમ કોમ્પલેક્ષના જનરલ મેનેજર આંદ્રેએ જણાવ્યું હતું કે,બાલી, હેનોઈથી ખૂબ નજીક છે. પરંતુ, હવે પ્રવાસીઓ દનાંગ તરફ વળ્યા છે.

આજે પણ હેનોય, હો ચી મીનથી સપ્તાહની 22 ફ્લાઈટ અમદાવાદ, મુંબઈ અને કોચીથી આવી રહી છે. અમદાવાદથી દાનાંગની ડાયરેકટ્ ફ્લાઈટ શરૂ થતાં જ આવનારા દિવસોમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે અને તેઓને ધ્યાને લઈને અમે ભારતીય ફુડને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

એક પ્રશ્નના ઉત્તરમાં આંદ્રેએ જણાવ્યું કે, આજે પણ કોરિયાથી દરરોજ ૨૬ ફ્લાઈટ આવે છે એટલે કે કુલ પ્રવાસીઓના ૫૫ ટકા કોરિયાના પ્રવાસીઓ છે. ત્યારબાદ, જાપાન, તાઈવાન, હોંગકોંગ, મલેશિયા, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, બાલીનો સમાવેશ થાય છે. ભારતીય પ્રવાસીઓનો અચાનક વધારો થતાં અમે આ તકનો લાભ લેવા માગીએ છીએ.

અંતમાં કહ્યું કે, પ્રથમ તબક્કામાં એક સપ્તાહમાં ૨૬ ફ્લાઈટ ભારતથી વિયેટનામ આવી રહી છે. ત્યારે બીજા તબક્કામાં અમે ૫૦થી ૬૦ ફ્લાઈટ કરવાની દરખાસ્ત કરેલ છે તે અંગે ઈન્ડિયન એમ્બેસી અને વિયેતનામ સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

આરિયાના કન્વેન્શન સેન્ટર (એસીસી), પ્રથમ અને એકમાત્ર દરિયા કિનારે સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર, સત્તાવાર રીતે ઓક્ટોબર 2017 ના રોજ ખોલવામાં આવ્યું. સોવિકો હોલ્ડિંગ્સની માલિકીનું અને 20 વર્ષથી વધુના અનુભવ સાથે ફુરામા રિસોર્ટ ડાનાંગ દ્વારા સંચાલિત, ACC સુવિધાજનક થાંભલા વિનાનો ગ્રાન્ડ બૉલરૂમ સુવિધા આપે છે. , એક વિશાળ પ્રદર્શન ફોયર અને છ ફંક્શન રૂમ 2,500 જેટલા લોકો માટે કેટરિંગ છે.

આરિયાના કન્વેન્શન સેન્ટર (ACC) નું નિર્માણ દાનાંગમાં આયોજિત 25મી એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC)ની જરૂરિયાત માટે કરવામાં આવ્યું છે. તેણે APEC 2017 મીટિંગનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં સભ્ય દેશોના 21 નેતાઓ તેમજ મુખ્ય સાહસોના 15,000 પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાના 6,000 સભ્યોએ હાજરી આપી હતી.

દાનાંગથી 1 કલાકના અંતરે આવેલું હેરીટેજ શહેર

કોકોનટ વિલેજ, હો ચી મીન્હ શહેરથી નજીક

હોઈ-એન કોકોનટ વિલેજ શહેરમાં સૌથી વધુ ઇન્ટરલેસ્ડ વોટરવે સિસ્ટમ ધરાવે છે. ચાર નદીઓથી ઘેરાયેલું અને નાની નાની નહેરો સાથે જોડાયેલું આ પાણીનું નેટવર્ક છે. આખું વર્ષ ફળદ્રુપ એલુવીયા અને તાજા પાણીને કારણે, પામ જંગલો આવેલા છે.

 

લોકો અહીં 2,000 વર્ષથી વધુ સમયથી સ્થાયી થયા છે. અદ્યતન, ખેતી અને માછીમારી હજુ પણ ગ્રામજનો માટે આવકના મુખ્ય સ્ત્રોત છે. ગ્રામીણ જીવન અને અવ્યવસ્થિત વાતાવરણના અધિકૃત દ્રશ્યોના માલિક, ઘણા પ્રવાસીઓ આ લીલા ઓએસિસને અન્વેષણ કરવા માટે સાયકલ ચલાવે છે. તાજેતરના દાયકામાં, સંગઠિત પ્રવાસી પ્રવૃત્તિઓ વધુ અને વધુ છે.

2009 થી, હોઈ-એન ગામ યુનેસ્કો ક્યુ લાઓ ચામ-હોઈ એન બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે. હોઈ-એનથી થોડા સમયની બોટ રાઈડ કરીને બાસ્કેટ બોટ રાઈડ માટે પ્રવાસીઓ વિશ્વભરમાંથી આવે છે.

બાના હિલ્સ પર આવેલી ભારત હોટલમાં સ્વાદિષ્ટ ઈન્ડિયન ફૂડ પરસવામાં આવે છેઃ મેેનેજર પ્રકાશ પેડનેકર

વિયેટજેટની અમદાવાદથી દનાંગ નવી શરૂ થયેલ એરલાઈનને કારણે રોજના ૧૦૦૦થી વધુ લોકો ભારતીય ફુડનો સ્વાદ માણી શકશેઃ પ્રકાશ પીંઢેકર

વિયેટનામનું દનાંગ શહેર પર્યટકોમાં સૌથી વધુ મનપસંદ અને સન ગ્રુપ દ્વારા સંચાલિત ગોલ્ડન બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાંય સન ગ્રુપ દ્વારા સંચાલિત ભારત રેસ્ટોરન્ટની પર્યટકો અચૂક મુલાકાત લે છે અને તેમાં ઈન્ડિયન, વિયેટનામી ફુડ અને કોન્ટિનેન્ટલ ફુડ પીરસવામાં આવે છે.

ભારત રેસ્ટોરન્ટમાં છેલ્લાં ૬ માસથી મેનેજર તરીકે જોડાયેલા પ્રકાશ પીંઢેકરે જણાવ્યું કે, વિયેટનામમાં એક વર્ષની વર્ક પરમીટ સાથે આવ્યો હતો. મને હોટલ મેનેજમેન્ટ અને ઈન્ટરનેશનલ હોટલનો અનુભવ હોવાથી સન ગ્રુપ સાથે ભારત રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે જોડાયો છું.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

તેમણે કહ્યું કે, સપ્તાહમાં બે વખત વિયેટજેટની અમદાવાદ-દનાંગ ફ્લાઈટ શરૂ થતાં દનાંગ માટેના ટ્રાફિકમાં ચોક્કસ વધારો થશે તેવું મારું માનવું છે. હાલમાં આ રેસ્ટોરન્ટમાં ૪૫૦થી વધુ લોકો આવે છે અને ૬૦૦ની કેપેસીટી છે. પરંતુ, વિયેટજેટની અમદાવાદ-દનાંગ ફ્લાઈટ શરૂ થતાં રોજના ૧૦૦૦ લોકો આવશે તેવી અમારી ધારણા છે.

એક પ્રશ્નના ઉત્તરમાં પ્રકાશે કહ્યું કે, જાન્યુઆરી ૨૦૨૫માં અમે સ્ટ્રીટ ફુડ જેમાં પાંઉભાજી, વડા પાંવ, સમોસા, પકોડા તથા તંદુરી નાન અને રોટી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે રોજના ૬૫૦થી વધુ પ્રવાસીઓમાં ૭૦ ટકાથી વધુ પ્રવાસીઓ મહારાષ્ટ્ર-ગુજરાતના હોવાનું પ્રકાશ પીંઢેકરે ઉમેર્યુ હતું.

વિયેટનામમાં આવેલી કુ-ચી ટનલ 

Củ Chi (વિયેતનામ: Địa đạo Củ Chi) ની ટનલ એ વિયેતનામના હો ચી મિન્હ સિટી (સાયગોન) ના કુચી ડિસ્ટ્રિક્ટમાં સ્થિત કનેક્ટિંગ ટનલનું એક વિશાળ નેટવર્ક છે અને તે ટનલના ઘણા મોટા નેટવર્કનો એક ભાગ છે જે ઘણી બધી બાબતોને વહન કરે છે. દેશના કુચી ટનલ વિયેતનામ સાથેના યુદ્ધ દરમિયાન 6 ગામના લોકોએ 20 થી વધુ કિલોમીટર લાંબુ ટનલ નેટવર્ક ઉભું કર્યુ હતું.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

હો ચી મિન્હ સિટીમાં Củ Chi ટનલનું સ્થાન-ટનલનો ઉપયોગ વિયેટ કોંગના સૈનિકો દ્વારા લડાઇ દરમિયાન છુપાયેલા સ્થળો તરીકે તેમજ સંદેશાવ્યવહાર અને પુરવઠાના માર્ગો, હોસ્પિટલો, ખાદ્યપદાર્થો અને શસ્ત્રોના ભંડાર અને અસંખ્ય ઉત્તર વિયેતનામી લડવૈયાઓ માટે વસવાટ કરવા માટે કરવામાં આવતા હતા. અમેરિકન અને ARVN દળોના પ્રતિકારમાં વિયેટ કોંગ માટે ટનલ સિસ્ટમ્સ ખૂબ મહત્વની હતી અને અમેરિકન સૈન્યની વધતી જતી હાજરીનો સામનો કરવામાં મદદ કરી હતી.

ટનલોમાં આગમાંથી ધુમાડો છોડવા માટે વેન્ટિલેશન શાફ્ટ અને અમેરિકન G.I.s દ્વારા ટનલમાં પમ્પ કરાયેલા કોઈપણ ઝેરી વાયુઓ પણ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.