Western Times News

Gujarati News

ફાયર અને પોલીસની મંજૂરી વગર ફટાકડાની દુકાનો ધમધમી રહી છે

પ્રતિકાત્મક

ફટાકડાનો ફટાફટ વેપાર , બચા તો પાર નહી તો ઉસ પાર જેવી હાલતોની વચ્ચે ચાલતો વેપાર

( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ, દિવાળીના તહેવારનો માહોલ સમગ્ર દેશભર મા બની ગયો છે ત્યારે દિવાળી હોય અને ફટાકડા ના હોય એવુ તો શક્ય નથી. સમગ્ર શહેર ભરમાં ફાયર અને પોલીસ ખાતાની મંજૂરી મેળવી

તથા સંપૂર્ણ જાહેર અને લોક સલામતી સાથે ફટાકડાનો છૂટક કે જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓ નો વર્ગ કદાચ એક ૧%પણ નથી , જ્યારે ફાયર અને પોલીસની મંજૂરી વગર તેમજ જાહેર લોક સલામતી જોખમાય અને રીતે ફટાકડાનો છૂટક અને જથ્થાબંધ વેપાર કરનારા કદાચ ૯૯% વેપારીઓ હોય તેવી પરિસ્થિતિઓ જોવા મા આવી રહી છે.

આ વર્ષે અમદાવાદ શહેરમા ફટાકડાના વેચાણ માટે અત્યાર સુધી ૯૪ જેટલી જ અરજીઓ મળી છે જે પૈકી ૪૮ ને જ મંજૂરી આપવામાં આવી હોવાનું ફાયર વિભાગ ને મળ્યાનુ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે જણાવે છે.જ્યારે હકીકત મુજબ અમદાવાદ મનપાના હદ વિસ્તારના તમામ ઝોન કે વોર્ડ નો વિસ્તારમાં કાચા મંડપ, પાથરણા, લારી કે બેરોકટોક ફટકડાનું વેચાણ થઈ રહ્યું છે..

ગુજરાત રાજય ના ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્‌ટી મેઝર્સ એક્ટ એન્ડ રૂલ્સ ની જોગવાઇઓ તથા ભારતીય દંડ સંહિતા ની જોગવાઇઓ મુજબ ફટાકડાનુ ઉત્પાદન, જથ્થાનો સંગ્રહ અને છૂટક વેચાણ માટે જરૂરી તમામ મંજૂરી ઓ મેળવી અતિ આવશ્યક છે. વગર મંજૂરી એ આ વેપાર કરવો ગંભીર ગુનાહિત કૃત્ય સજા પાત્ર ગુન્હો ગણવામા આવેછે.

ફટાકડાને કારણે જાહેર જાનમાલ ની સલામતિ જોખમાતી હોવાથી ફાયર-પોલીસ અને સરકારના સંબંધિત વિભાગો આ અતિ ગંભીર હકીકતો જાણતા હોવા છતા કયા કારણોસર આંખે કાને પટ્ટી બાંધી ને નિદ્રાધીન અવસ્થામા છે એ ગંભીર બાબત શુ સરકાર જાણતી નથી ? એવુ લોક મુખે ચર્ચાઈ રહેલ છે .

ફટાકડા સિવાય પાથરણા ,મંડપ, ખુમચા બનાવી અન્ય કોઈ પણ છુટક ધંધો કરનારા કે જેમા લોકોની જાનમાલની સલામતી જાહેર મા જોખમાતી નથી એવા છુટક વેપાર જાહેર રોડ પર કરનારાઓને કોર્પોરેશન નુ દબાણ ખાતુ તાબડતોબ ઊપડી લે છે અને જાહેર રસ્તાઓ પર ખોટી રીતે વાહનો પાર્ક કરનારાઓને ટ્રાફિક પોલીસ તેમના વાહનો ટો-કરી ને લઈ જાય છે અને દંડ પણ કરે છે. તો પછી નિયમ અનુસાર સલામતીના પગલા ભર્યા વગર જાહેર જાનમાલ ને જોખમ થાય એ રીતે ફટાકડાનો ધંધો કરનારા મહત્વ ની જવાબદારી વાળા સરકારી તંત્રો આટલા મહેરબાન કેમ છે એવુ નામદાર કોર્ટે તો પૂછ્યુ જ છે અને શહેરીજનો પણ પુછી રહ્યા છે.

ફટાકડાનો છુટક વેચાણ, સ્ટોરેજ, ઉત્પાદન કરવાના ધંધા મા કેટલો ફટાકડાનો જથ્થો , અને કેટલા વિસ્તાર મા રાખવામા આવેલ છે તેના સંભવિત આગના જોખમો ને ધ્યાન મા રાખી કેટલા અગ્નિશામક સાધનો , કઈ ગુણવત્તાના અને કયા કયા પ્રકારના રાખવાના એનો કાનુની જોગવાઇઓ મુજબ સ્પષ્ટ દિશા નિર્દેશ ફાયર વિભાગ દ્વારા કરવામા નહી આવતા વેપારીઓ અવઢવ હોવાથી પણ ફાયર સેફ્‌ટી નો અસરકારક અમલ થઈ શકતો નથી તેવુ સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યુ છે.

ફટાકડાનો ધંધો કરતા તમામ વેપારીઓને ત્યાં નિષ્પક્ષ રીતે ફાયર સેફ્‌ટી બાબતે તજજ્ઞો દ્વારા થર્ડ પાર્ટી ઈન્સપેકશન કરાવવામા આવે તો ફાયર સેફ્‌ટી ની બાબતો મા એક સરખો અમલ થયો મળી આવશે નહી. વેપારી વેપારી એ અમલવારી અલગ-અલગ ધોરણો ઓળખાણ મુજબ થતા હોય તેવી ચોંકાવનારી હકીકતો જાણવા મળી રહેલ છે.

ફટાકડાનો જથ્થો કેટલી જગ્યા વિસ્તાર મા અને કેટલો રાખી શકાય તેના માપદંડ મુજબ અને એક્સપ્લોઝીવ ડીપાર્ટમેન્ટ ની કાનુની જોગવાઇઓ મુજબ ચોક્કસ નિયમો બનેલા છે અને તે મુજબ પોલીસ દ્વારા ફટાકડા નો સંગ્રહ કરવાની કે જથ્થો રાખવાની તેમજ ઉત્પાદન કરવાની મંજુરી આપવામા આવે છે. પરંતુ આ નિયમ હોવા છતા વાસ્તવિક હકીકત એ છે કે પોલીસ દ્વારા મંજૂર કરેલ ફટાકડાના જથ્થા ની મર્યાદામા જ ફટાકડાનો સંગ્રહ કરવામા આવે છે કે તેનાથી વધુ સંગ્રહ કરેલ છે તે તપાસવાના કોઈ માપદંડ નહી હોવાથી જથ્થાની માપણી તોલમાપ ખાતુ કે પોલીસ ખાતુ કરી શકતુ નથી.

ફટાકડાના દરેક પેંકીગ બોક્ષ ઉપર તેના ઉત્પાદક દ્વારા ફટાકડાના પેકિંગ બોક્ષનુ વજન, ફટાકડા નો દારૂગોળો જેમા ફીટ કરેલ છે તેનુ વજન.ફટાકડા મા કેટલો દારૂગોળો ( એક્સપ્લોઝીવ મટીરીયલ્સ ) ફીટ કરેલ છે એનુ વજન સહીતની તમામ વિગતો સ્પષ્ટ લખવામા આવતી નહિ હોવાથી તહેવારના સમય સમયમા ચાલુ વેચાણે આ મંજૂર કરેલ જથ્થાની તપાસ જેતે વિભાગ કરી શકતુ નથી.આ હકીકત નો સીધો ગેરફાયદો વેપારીઓ ઉઠાવતા હોય છે અને મંજૂર કરેલ જથ્થા કરતાં વધુ સંગ્રહ કરી જાહેર સલામતી જોખમાય એ રીતે ફટાકડાનો વેપાર કરતા હોય એવી ચોંકાવનારી નગ્ન હકીકત જાણવા મળી રહેલ છે.

ફટાકડાનો વેપાર કરવા કાનૂની જોગવાઈઓ મુજબ સલામતીને લગતા અતિ આવશ્યક નિયમો
• ફાયર /પોલીસ / એક્સપ્લોસીવ તથા અન્ય સબંધિત ખાતાની ધંધો શરૂ કરતા પહેલા પેપર ઉપર લેખિત કાનૂની મંજૂરીઓ આવશ્યક છે.
• જે તે જગ્યાએ મંજૂર કરેલ
ફટાકડાના જથ્થા કરતા વધુ જથ્થો રાખી શકાતો જ નથી.
• રહેઠાણ વિસ્તાર મા ફટાકડાનો ધંધો કરી શકાય નહી.
• નીચે દુકાન અને ઉપર મકાન જેવી જગ્યાએ ધંધો કરી શકાય નહી.
• પાકા બાંધકામ ની જગ્યાએ જ ફટાકડાનો ધંધાને મંજૂરી આપવામા આવે છે.
• કાચા કાપડના મંડપ ,પંડાલ, પાથરણા, ખૂમચા કે લારીઓ પર ફટાકડા ના ધંધા પર પ્રતિબંધ છે.
• ફટાકડા નો ધંધા જથ્થો રાખવાના ગોડાઉન તથા છુટક વેપાર કરવાની જગ્યાઓ પર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્‌ટી મેઝર્સ એક્ટ અને રૂલ્સ ની જોગવાઇઓ મુજબ ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન સીસ્ટમ ના ગુણવત્તા પ્રમાણિત કાર્યરત સાધનો જેવા કે ફાયર એક્ષટીંગ્યુશરો,વોટર સ્પ્રીન્કલર્સ , હોય રીલ હોય , ફાયર હાયડ્રન્ટ , સેલ્ફ એક્ટીવેટેડ ફાયર એક્ષટીંગ્યુશર્સ, લગાડવા ફરજીયાત છે.
• જરૂરી સર્કીટ બ્રેકરો સાથેના અને કેપેસીટીના પ્રમાણિત ઈલેક્ટ્રીક ઉપકરણો સાથેનુ પી.વી.સી કન્ડ્‌યુટ પાઈપ માં ઈલેક્ટ્રીક વાયરીંગ કરવુ જરૂરી છે.
• લુઝ ઈલેક્ટ્રીક વાયરીંગ રાખી શકાતુ નથી.
• પાણીના પીપડા, કોરી રેતીની ડોલ ,નો સ્મોકિંગ, ફાયર ના સાધનોના સુચના આપતા સાઈન બોર્ડ લોકો સહેલાઈથી જોઈ વાંચી શકે એ રીતે લગાવવા આવશ્યક છે.
• ખૂલ્લા જાહેર મેદાનમા સક્ષમ સત્તાની મંજૂરી બાદ જ હંગામી ધોરણે બનાવવામા આવેલ ફટાકડા બજારના સ્ટોલ પણ લોખંડ ના પતરાના શેડના બનેલા હોવા જોઈએ, જેની ત્રણ બાજુ અને છત લોખંડ ના પતરા થી બનેલ હોવી જોઈએ. જેમા કપડની દિવાલ રાખી શકાતી નથી.
• કાનુની જોગવાઈઓ અનુસાર નિયમોનો ભંગ કરનારનુ ફટાકડાનુ ફાયર સેફ્‌ટી સર્ટિફિકેટ અને પોલીસ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવાની જોગવાઈઓ કરવામા આવેલ છે. તેમજ જેતે વેપારી સામે ભારતીય દંડ સંહિતા ની કલમો મુજબ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સીધો ગુનો નોંધવાની પણ જોગવાઈઓ કરવામા આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.