સુરતથી ચાલતા 150 કરોડના હવાલા કૌભાંડમાં પ્રિ-એક્ટિવ સિમકાર્ડ મોકલાતા હતા
૧પ૦ કરોડના હવાલા કૌભાંડમાં સિમકાર્ડ સપ્લાય કરતા બે ઝબ્બે
સુરત, સુરતમાંથી પકડાયેલા હવાલાથી નાણાં મંગાવી ક્રિપ્ટો કોઈનમાં તબદીલ કરી આપવાના યુએસડીટી એકસચેન્જના ૧પ૦ કરોડના હવાલા કૌભાંડમાં વધુ બે પકડાયા છે આંતરરાષ્ટ્રીય સ્તરે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા ૧પ૦ કરોના હવાલા કૌભાંડમાં એસઓજીએ સુરતના ભેસ્તાનમાંથી અને એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૭૩ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ પણ કબજે કર્યા છે.
તેઓ પ૦૦ રૂપિયા કમિશન લઈ બીજાના નામના પ્રિ-એક્ટિવ સીમકાર્ડ વેચાણ કરતાં હતા. ૧૬મી ઓકટોબરે સુરત એસઓજીએ શહેરમાં ચાલતું આંતરરાષ્ટ્રીય યુએસડીટી (એક પ્રકારનો આભાસી કોઈન) કૌભાંડ પકડી પાડયું હતું. વિદેશમાંથી હવાલાથી રૂપિયા મંગાવી તેને આભાસી કોઈનમાં કન્વર્ટ કરી આપવાના આ હવાલા કૌભાંડમાં સૂત્રધાર મકબૂલ ડૉક્ટર અને તેનો પુત્ર બસ્સામ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ દુબઈ મોકલતા હતા.
અત્યાર સુધીમાં ટોળકીએ ૬ હજારથી વધુ સીમકાર્ડ મોકલી ૯૦ લાખની કમાણી કરી હોવાની વાતો સામે આવી છે. એસઓજીના પીઆઈ એ.એસ.સોનારાની સૂચનાથી સ્ટાફે ભેસ્તાન હલીમા મસ્જિદ પાસેથી પ્રિ-એક્ટિવ સીમકાર્ડ સપ્લાય કરનાર ર૪ વર્ષીય અલી બિલાલ ઝવેરીને પકડી પાડયો હતો. તેણે નામ આપતા અન્ય રપ વર્ષીય પીર મુહમ્મદ અશરફ મેમણને પકડી પાડયો હતો.
આરોપી પીર મોહમ્મદ રિક્ષા ચાલક છે. તેની પૂછપરછમાં આ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મહારાષ્ટ્રમાં સત્યમ પાસેથી લાવતા હતા. આથી એસઓજીના એએસઆઈ ઈÂમ્તયાઝ ફકરૂ મુહમ્મદે મુંબઈમાં નાલાસોપારા ખાતેથી આરોપ સત્યમ કિશનલાલ ગુપ્તને પકડી પાડયો હતો. આ બન્ને પાસેથી વધુ ૭૩ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મળ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે મુંબઈનો સત્યમ ગ્રાહકોને બાયોમેટ્રીક સિસ્ટમમાં ખામીના બહાના કાઢી અન્ય મિત્રના બાયોમેટ્રીક સિસ્ટમમાં ગ્રાહકોના નામે સીમકાર્ડ એક્ટિવ કરાવી એક સીમ આપી બીજું પોતાની પાસે રાખતો હતો. મુંબઈ નાલાસોપારા ખાતે આરોપી સત્યમ ગુપ્તા અને તેનો મિત્ર છત્રી નાંખી વોડાફોન અને એરટેલ કંપનીનું સીમકાર્ડનું વેચાણ કરતા હતા
જેમાં આરોપી સત્યમ જે ગ્રાહકો સીમકાર્ડ લેવા આવતા હતા તે ગ્રાહકોને બાયોમેટ્રીક સિસ્ટમમાં ખામી છે એવા બહાના કાઢી બાજુમાં મિત્રની બાયોમેઠ્રીક સિસ્ટમમાં ગ્રાહકોના નામે સીમ એક્ટિવ કરાવતો હતો. ત્યારબાદ ર સીમમાંથી એક ગ્રાહકને આપી દેતો અને બીજુ સત્યમ પોતે રાખતો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સુરત પોલીસે પકડેલા આરોપી આં.રા. કૌભાંડમાં પકડાયેલી ટોળકી સુરતમાં બેસી ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાઈને ઈન્ટરનેશનલ હવાલા કૌભાંડ ચલાવતી હતી.
સુરત શહેર એસઓજી દ્વારા મકબુલ ડૉક્ટર, કાશિફ ડૉક્ટર અને માઝ નાડાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ૮ પાસબુક, સેવિંગ્સ એકાઉન્ટની ર૯ ચેકબુક, ૩૮ ડેબિટ કાર્ડ, ૪૯૭ સીમકાર્ડ, ૭ મોબાઈલ, એક નોટ ગણવામનું મશીન અને રોકડા ૧૬,૯પ,૦૦૦ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.