Western Times News

Gujarati News

“એરક્રાફ્ટ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે ભારત”: વડોદરામાં બનશે C295 ટ્રાન્સપોર્ટ એરક્રાફટ

ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં સ્પેઈન અને ભારતના વડાપ્રધાને પ્રદર્શન નિહાળ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝના વરદ્હસ્તે ટાટા-એરબસ C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન.

વડોદરા, સ્પેનની એરબસ દ્વારા ભારતની ટાટા સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે. પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શન નિહાળ્યું હતું. બાદમાં બન્ને દેશના વડાપ્રધાન એક જ કારમાં સવાર થઈ લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા હતા.  PM Modi Speaking at the inauguration of the C-295 Aircraft facility in Vadodara.

પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની સૈન્ય માટે વિમાન બનાવશે.

એરબસ C295 (અગાઉ CASA C-295) એ એક માધ્યમ વ્યૂહાત્મક પરિવહન વિમાન છે જે સ્પેનિશ એરોસ્પેસ કંપની CASA દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને શરૂઆતમાં તેનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે હવે યુરોપિયન બહુરાષ્ટ્રીય એરબસ સંરક્ષણ અને અવકાશ વિભાગનો ભાગ છે.

C-295 શું બનશે તેના પર કામ 1990 દરમિયાન સફળ CASA/IPTN CN-235 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના વ્યુત્પન્ન તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. 28 નવેમ્બર 1997ના રોજ, પ્રોટોટાઇપે તેની પ્રથમ ઉડાન ભરી હતી; થોડા સમય પછી જથ્થાનું ઉત્પાદન શરૂ થયું. એપ્રિલ 1999માં, સ્પેનિશ એરફોર્સ નવ સૈન્ય-રૂપરેખાંકિત C-295s માટે ઓર્ડર સાથે તેનું લોન્ચિંગ ગ્રાહક બન્યું; બે વર્ષ પછી, પ્રકારને સેવા સાથે કાર્યરત જાહેર કરવામાં આવ્યો.

C-295 માટેના વધુ ઓર્ડરનું તરત જ પાલન કરવામાં આવશે. 2000 માં પાન-યુરોપિયન એરોનોટિકલ જૂથ EADS માં CASA ના સમાવિષ્ટ થયા પછી, તેને EADS CASA C-295 તરીકે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું. EADS એ 2015 માં પોતાને એરબસ તરીકે રિબ્રાન્ડ કર્યું.

વડોદરા, ટાટા એરબસની ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાંચેજને નગરજનો દ્વારા અદમ્ય ઉત્સાહ સાથે આવકારવામાં આવી રહ્યા છે.

એરપોર્ટ સર્કલથી છેક ટાટા ફેક્ટરી સુધી માર્ગમાં એક તરફ શહેરીજનો સ્વયંભૂ ગોઠવાઇ ગયા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા ત્રણ હજાર જેટલા સી – ૨૯૫ વિમાનના બેનર આપવામાં આવ્યા હતા. આ બેનર સાથે નિવૃત સેના જવાનોયુવાનોયુવતીઓબાળકો હાથમાં લઇ લહેરાવી રહ્યા હતા.

C-295 એરક્રાફ્ટના ૩૦૦૦ બેનરો દ્વારા દ્વારા મહાનુભાવોનું થયું સ્વાગત

ભારત અને સ્પેનના PM ગુજરાતના મહેમાન બન્યા છે. વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંને PMને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બંને વડાપ્રધાન ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે લોકોએ મોદી…મોદી…ના નારા લગાવ્યા હતા. ભારતમાં સ્પેનના સહયોગથી સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણ કરાશે.

દિવાળી પર્વના સપરમા દિવસોના પ્રારંભના શુકવંતા સમયે વડોદરા ખાતે પધારેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝના આગમનને સમગ્ર વડોદરા નગરે હેતે વધાવી લીધું હતું. આ બન્ને મહાનુભાવોએ ખુલી જીપમાં એરપોર્ટથી ટાટા ફેક્ટરી સુધી યોજાયેલા રોડ શોમાં પ્રચંડ જનમેદનીનો સાક્ષાતકાર થયો હતો અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. વિદેશી મહાનુભાવોને આ રોડ શો વડોદરા માટે અવિસ્મરણી બની રહ્યો છે.

એરપોર્ટ સર્કલથી ટાટા એરક્રાફટ કોમ્પલેક્ષ સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો વડોદરાવાસીઓ એકત્રિત થયા હતા. શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય‘, ‘વંદે માતરમ‘ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ રાજમાર્ગ ઉપર એક બાજુ વડોદરાના નગરજનો ઉમટી પડ્યા હતા. વિવિધ બેનરવેશભૂષાગીત અને સંગીતના તાલે મહાનુભાવોને વધાવવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ગોમાં ઠેરઠેર બન્ને વડાપ્રધાનશ્રીએ નાગરિકોનું સસ્મિત અભિવાન ઝીલ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી વડોદરાવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.

PM Shri @narendramodi & Spain’s PM Pedro Sanchez inaugurate India’s first C-295 military aircraft manufacturing plant in Vadodara, #Gujarat. – This #MakeInIndia milestone transforms India from an importer to a producer of cutting-edge defence tech. – Facility to manufacture 40 of 56 C-295 aircraft for the IAF, boosting India’s self-reliance & defence infrastructure. – India’s defence production hits a record of ₹1.27 lakh crore, showcasing the power of Aatmanirbhar Bharat.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.