Western Times News

Gujarati News

ફટાકડાનો બિન હિસાબી કાચા લખાણ પર  ધમધમતો વેપાર

ગ્રાહકો પાસેથી વસુલતો ટેક્ષ સરકારી તિજોરીમાં જમા થતો નથી : સૂત્રો
( દેવેન્દ્ર શાહ) અમદાવાદ, ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને છુટક વેચાણ નો વેપાર કરતા આ તમામ વેપારીઓ દિવાળીના આઠ થી દસ મહિના અગાઉ થી ફટાકડાના વેચાણ નુ બુકિંગ લઈ,  સંગ્રહ કરવાનુ શરૂ કરતા હોય છે અને દિવાળીના બે માસ અગાઉ થી લઇ દેવ દિવાળી સુધી ફટાકડાનુ છુટક વેચાણ પણ કરતા હોય છે , આ સમગ્ર વેપારી મોટાભાગની ખરીદ વેચાણ ની પ્રક્રિયા મહદઅંશે કાચી ચિઠ્ઠી ઉપર જ ચાલતી હોય છે.
ફટાકડાની મોટાભાગની ખરીદ વેચાણ ની કાર્યવાહી ની નાણાકીય લેવડદેવડ કાચી નોધના લખાણ ઉપર જ થતુ હોવાની ચોંકાવનારી બાબત જાણવા મળી રહેલ છે.
આ અંગે જાણકાર સુત્રોનું માનીએ તો ફટાકડાના ઉત્પાદકો પાસેથી જે માલ મંગાવવામા આવે છે એ જો સ્પષ્ટ રીતે ચોપડે બતાવવામા આવતો હોય એવુ જણાતુ નથી. સંગ્રહ કરેલ ગોડાઉનો મા એની વિગતવાર સ્ટોક રજીસ્ટરમા નોંધ કરી ફટાકડાનુ સ્ટોક રજીસ્ટર નિયમિત ધોરણે રાખવામા પણ આવતુ નથી. અને લારી , ખૂમચા, પાથરણા,  કે કાચા મંડપ પંડાલ મા છૂટક વેચાણ, કરતા નાના વેપારીઓ પાસે પણ આવા ટેક્ષ આધારિત રેકોર્ડ જ રાખતા નથી. જેને પરિણામે વિકાસ લક્ષી કામો કરવા માટે સરકાર જે વિવિધ ટેક્ષ કે ઈન્કમટેક્સ ની આવક માંથી વિકાસ કાર્યો કરવા માંગે છે તેમા આ પ્રકારની સીધી અને મસમોટી કરચોરીઓને પરિણામે વિકાસની કામો મા વિલંબ થાય છે.
ગુજરાતના ફટાકડાના નાના મોટા અનેક વેપારીઓને ત્યા સબંધિત ટેક્ષ વિભાગો દ્વારા થોડા સમય પહેલા રેડ પાડવામાં આવી હતી અને કરોડો રૂપિયાનો બિન હિસાબી વ્યવહારની ચોંકાવનારી હકીકતો વચ્ચે કરોડો રૂપિયાનુ રોકડ નાણુ અને કિમતી અન્ય વસ્તુઓ મળી આવેલ હતી.
આમ, આ રીતે વિવિધ ટેક્ષ વિભાગ ના મોટા મોટા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પણ અંતે શુ પરિણામ આવ્યુ ? કરચોરોને શુ સજા કરવામા આવી ? એની કોઈ જ માહિતી નિયમિત ટેક્ષ ભરતા દેશવાસીઓને  આપવામા આવતી નથી અને તેરી ભી ચુપ, મેરી ભી ચુપ ” જેવો દલાતરવાડી નો હિસાબ કરી ભીનુ સંકેલી લેવામા આવતુ જ હોય છે એવી લાગણી પ્રજાજનો અનુભવી રહ્યા છે. આમ, ” દિવાળી આવી ગઈ, જી.એસ.ટી કપાઈ ગઈ. “જેવો ઘાટ ઘડાઈ જાય છે.
ફટાકડાની વિવિધ બનાવટોમાં  વપરાતા રો- મટીરીયલ્સમાં 18% થી 20% ભાવ વધારો થયો હોવાનુ જણાવી ફટાકડાના છુટક વેચાણ મા સીધે સીધો 25 %થી 30 % નો વધારો કરી દિવાળીમા   મધ્યમ અને ગરીબ વર્ગ પાસેથી જી.એસ.ટીના નામે કાચા બીલો પર  ઉઘરાણી કરી  ઉઘાડી લુટ ચલાવવામા આવે છે.

આ રીતે જી.એસ.ટી ના નામે  ઉઘરાવેલ રકમ સરકારી તીજોરી મા જમા થાય છે કે નહી ? એ બાબત તપાસનો વિષય બને છે. આ ઉપરાંત આના આધારે કરેલ મસમોટી વાર્ષિક આવક પર ઈન્કમટેક્સ પણ જેતે ફટાકડાના એ વેપારીઓ દ્વારા  ભરવામા આવે છે કે નહી? એ પણ એક યક્ષ પ્રશ્ન બનીને રહી ગયો છે.

ફટાકડાના ઉત્પાદન,જથ્થાનો સંગ્રહ અને છુટક વેચાણ અને પછી ફટાકડાનો વપરાશ થઈ જવા સુધીની પ્રક્રીયા મા ખરીદ વેચાણ ના પાકા આધારભૂત જી.એસ.ટી રજીસ્ટ્રેશન ના નંબર સાથે પાકા બીલો નો તાળો મળે જ એવી કોઈ સ્પષ્ટ, સરળ કાર્યપદ્ધતિ સરકાર પાસે નહી હોવાથી,,તારે પણ દિવાળી , મારે પણ દિવાળી જેવા નક્કોર છતા પણ  ભુલ-ભુલઈયા જેવા વાતાવરણની વચ્ચે ફટાફટ દિવાળી આવી ગઈ, ખટાખટ જી.એસ.ટી કાપી ગઈ ની સંવેદનાઓ જોઈને કરદાતાઓ ચુપચાપ સહન કરતા નજરે પડે છે. શું આ સમસ્યાનુ સરકાર ન્યાયિક, સામાજિક નિરાકરણ જાહેરહિત મા લાવશે ? એ સવાલ લાખો કરદાતાઓ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.