Western Times News

Gujarati News

નેતન્યાહૂ સામે ઈઝરાયેલીઓની નારેબાજી

તેલઅવીવ, ગાઝામાં હમાસના આતંકીઓ સામે ઈઝરાયલનું યુદ્ધ મધ્ય-પૂર્વમાં વધુ વિસ્તર્યું છે અને હવે ઈરાન પણ ઈઝરાયેલના હુમલાની ઝપેટમાં આવી ગયું છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાન પર શનિવારે થયેલા હુમલાને સફળ ગણાવ્યા હતા.

જોકે, આ અંગે ભાષણ આપતી વખતે નેતન્યાહુ વિરુદ્ધ જ ઈઝરાયેલની પ્રજાએ ‘શેમ ઓન યુ’નો સૂત્રોચ્ચાર કરતા તેમણે ભાષણ પડતુ મુકવું પડયું હતું. બીજીબાજુ ઈરાનમાં પણ ટોચના ધાર્મિક વડા આયાતોલ્લાહ ખામનેઈ પદ પરથી દૂર થઈ રહ્યા હોવાના અહેવાલો છે.

આ માટે તેમની કટ્ટરવાદી વિચારસરણી સામે પ્રજાનો રોષ કારણભૂત હોવાનો દાવો કરાઈ રહ્યો છે.હમાસના આતંકીઓએ ગયા વર્ષે ઈઝરાયેલ પર અચાનક હુમલો કરીને ૧૨૦૦ લોકોને મારી નાંખ્યા હતા અને ૨૫૦ લોકોના અપહરણ કરી ગાઝામાં લઈ ગયા હતા.

એક વર્ષ થઈ જવા છતાં ઈઝરાયેલ હજુ સુધી તેના બંધક નાગરિકોને હમાસના આતંકીઓ પાસેથી છોડાવી શક્યું નથી. જોકે, ઈરાનના ૧ આૅક્ટોબરના હુમલાના જવાબમાં ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ સ્થળો પર ૧૦૦થી વધુ ફાઈટર જેટ્‌સથી હુમલા કરી મોટું નુકસાન પહોંચાડયું હતું.

હમાસના આતંકીઓના ઈઝરાયેલ પર હુમલાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં યોજાયેલી સભાને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. તેમણે કહ્યું, ઈરાન પર શનિવારે વહેલી સવારે થયેલા હુમલાએ તેનું લક્ષ્ય પૂરું કર્યું છે.

ઈરાનને મોટાપાયે નુકસાન થયું છે. જોકે, આ જ સમયે કેટલાક લોકોએ ‘શેમ ઓન યુ’નો સૂત્રોચ્ચાર કર્યાે હતો, જેથી નેતન્યાહુએ તેમનું ભાષણ અધવચ્ચે રોકવું પડયું હતું.નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા લોકો હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો હતા.

આ દેખાવોમાં હમાસના આતંકીઓએ અપહ્યત કરેલા ઈઝરાયલી નાગરિકોના પરિવારજનો પણ જોડાયા હતા. તેઓ હમાસના આતંકી હુમલાને રોકી નહીં શકવા માટે નેતન્યાહુને જવાબદાર માને છે. હમાસના આતંકીઓએ જેમના અપહરણ કર્યા છે તે લોકોના પરિવારજનો પણ આ દેખાવોમાં જોડાયા હતા.

આમ, બંધકોને છોડાવવામાં નિષ્ફળતા બદલ નેતન્યાહુ વિરુદ્ધ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.બીજીબાજુ ઈરાન પર ઈઝરાયલના હુમલાના ૨૪ કલાક પછી તહેરાનમાં તેના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામનેઈ નિવૃત્ત થઈ રહ્યા હોવાના સમાચારે ભારે હોબાળો મચાવી દીધો છે. એટલું જ નહીં ઉતાવળે ખામનેઈના ઉત્તરાધિકારીની શોધખોળ પણ શરૂ કરી દેવાઈ છે. સૂત્રો મુજબ આયાતોલ્લાહ ખામનેઈની કટ્ટર વિચારસરણી મુદ્દે સ્થાનિક પ્રજામાં ભારે રોષ ફેલાયેલો છે.

જોકે, કેટલાક સૂત્રોનો દાવો છે કે ઈરાનના ૮૫ વર્ષીય સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. તેથી તેમના ઉત્તરાધિકારીની શોધ કરાઈ રહી છે.અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરાયો છે કે ઈરાનના સર્વાેચ્ચ નેતા ખામનેઈ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. હવે તેમના બીજા સૌથી મોટા પુત્ર મોજતબા ખામનેઈને ઉત્તરાધિકારી બનાવાય તેવી શક્યતા છે.

આયાતોલ્લાહ ખામનેઈના ઉત્તરાધિકારીની પસંદગીમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાડ્‌ર્સ કોર્પ્સ પણ મહત્વની ભૂમિકા ભજવશે.કરતાં વધુ મહત્વપૂર્ણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.