Western Times News

Gujarati News

ઈરાનના સર્વાેચ્ચ નેતા આયતુલ્લાહનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું

ઈરાન, ઈરાનના સર્વાેચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામનેઇનું હિબ્રુભાષા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ખાતું ખોલ્યાના એક દિવસ બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એકાઉન્ટ સસ્પેન્ડ કરવા સાથે લખવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે, એક્સના નિયમો તોડવાને કારણે આવું થયું છે. કહેવાય છે કે ખામનેઇ આ એકાઉન્ટ દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા હતા.

આ એકાઉન્ટ પર બે પોસ્ટ કરવામાં આવી છે. પ્રથમ પોસ્ટમાં લખ્યું છે કે દયાળુ અલ્લાહના નામે. બીજી પોસ્ટમાં ઈરાન પર હુમલો કરવા બદલ ઈઝરાયેલને નિશાન બનાવવામાં આવ્યું છે.ઈરાન પર તાજેતરના ઈઝરાયેલ હુમલાનો બદલો લેવાની ધમકી આપ્યાના થોડા કલાકો બાદ જ એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “ઝિયોનિસ્ટ શાસને ભૂલ કરી છે. તેમણે ઈરાનને લગતી તેની ગણતરીમાં ભૂલ કરી છે.

અમે તેને સમજાવીશું કે ઈરાની રાષ્ટ્ર પાસે કેવા પ્રકારની તાકાત, ક્ષમતા શું હશે.” એક્સ પર ખામનેઇનું મુખ્ય એકાઉન્ટ, જ્યાં તેઓ મુખ્યત્વે અંગ્રેજીમાં અને ઘણીવાર હિબ્›માં પોસ્ટ કરે છે, પ્લેટફોર્મ પર લાઇવ છે. તેમની પાસે અરબીમાં પોસ્ટ માટે અલગ એકાઉન્ટ પણ છે.

આ ઉપરાંત, અન્ય ટિ્‌વટર હેન્ડલ ખામૈની મીડિયા પણ તેમના ભાષણ પોસ્ટ કરે છે, જેને તેમના મુખ્ય એકાઉન્ટ દ્વારા વારંવાર રીટ્‌વીટ કરવામાં આવે છે. ખામનેઇ તેમના મુખ્ય એક્સ એકાઉન્ટ પર હિબ્›માં પોસ્ટ કરે છે. આમાં તે ઈઝરાયેલ વિરુદ્ધ કડક ભાષાનો ઉપયોગ કરે છે.

ખામનેઇએ કહ્યું છે કે ઈરાન પર ઈઝરાયેલના હુમલાની ન તો અતિશયોક્તિ કરવી જોઈએ અને ન તો ઓછો આંકવો જોઈએ. જોકે, ખામનેઇએ હુમલા બાદ બદલો લેવાનું આકલન કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે ઈઝરાયેલના શાસન વિશેની ગેરમાન્યતાઓને દૂર કરવી જોઈએ. ઈરાની રાષ્ટ્ર અને તેના યુવાનોની શક્તિ અને ઈચ્છાશક્તિ વિશે તેમને સમજાવવું મહત્ત્વપૂર્ણ છે.

ખામનેઇએ હિબ્‰ ભાષામાં લખ્યું હતું કે, તે સત્તાધિકારીઓનું કામ છે કે તે નક્કી કરવાનું છે કે ઈરાની લોકોની ઈચ્છા અને શક્તિ વિશે ઈઝરાયેલી શાસનને કેવી રીતે સમજાવવું અને રાષ્ટ્રના હિતોની સેવા કરતા પગલાં કેવી રીતે લેવા. ખામનેઇની ટિપ્પણીઓ સૂચવે છે કે ઈરાન હુમલા અંગે તેના પ્રતિભાવ પર ધ્યાનપૂર્વક વિચાર કરી રહ્યું છે.

ઈરાનની સૈન્યએ પહેલેથી જ કહ્યું છે કે ગાઝા પટ્ટી અથવા લેબનોનમાં યુદ્ધવિરામ ઇઝરાયેલ પરના કોઈપણ જવાબી હુમલા કરતાં વધુ સારું છે, પરંતુ ઈરાની અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે તેમને જવાબ આપવાનો અધિકાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.