Western Times News

Gujarati News

૩૬ વર્ષની અભિનેત્રી જિમ કોર્બેટ નેશનલ પાર્કના રિસોર્ટમાં કરશે લગ્ન

મુંબઈ, ‘નાગિન’ અને ‘કુબૂલ હૈ’ જેવી સિરિયલોથી દરેક ઘરમાં ફેમસ થયેલી અભિનેત્રી સુરભી જ્યોતિ હવે લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ રહી છે.

માહિતી પ્રમાણે સુરભી તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કરી રહી છે.સુરભી અને સુમિત આજે એટલે કે ૨૭મી ઓક્ટોબરે જિમ કોર્બેટ નેશનલ પાર્કના લક્ઝરી રિસોર્ટમાં લગ્નના સાત ફેરા લેશે. ભવ્ય લગ્ન પહેલા કપલના પ્રી-વેડિંગ ફંક્શન પૂરજોશમાં છે.

અભિનેત્રીએ તેના હાથ પર પિયાના નામ સાથે મહેંદી મુકાવી હતી. સુરભીએ મહેંદી સેરેમનીની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. ફોટામાં અભિનેત્રી મહેંદી લગાવતી જોવા મળે છે.

જોકે, સુરભીએ ભારે ડિઝાઈન નહી પરંતુ ખૂબ જ સરળ મહેંદી ડિઝાઈન કરાવી હતી. સુરભીની સાથે તેના ભાવિ વરરાજાએ પણ મહેંદી લગાવી હતી.મહેંદી ફંક્શન દરમિયાન કપલ એકબીજા સાથે રોમાન્ટિક મુડમાં જોવા મળ્યા હતા. બંને એકબીજાની બાહોમાં રોમેન્ટિક પોઝ પણ આપતા જોવા મળ્યા હતા. અભિનેત્રીએ તેના માથા પર હેવી ટીક્કા અને કાનની બુટ્ટી પહેરીને તેના પહેલા લુકના ફોટા શેર કર્યા છે.

સુરભીના ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાય છે. ફેન્સ અને સેલેબ્સ સુરભીને એડવાન્સમાં લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.સુરભી અને સુમિતની વાત કરીએ તો બંને લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. સુરભીએ ‘નાગિન’ અને ‘કુબૂલ હૈ’ જેવી સિરિયલો સહિત ઘણી પંજાબી ફિલ્મો પણ કરી છે. તો સુમિત પણ વ્યવસાયે એક્ટર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.