એક જ રાતમાં તસ્કરોએ ઉમરેઠમાં 4થી વધુ મકાનોમાં હાથફેરો કર્યો
(તસ્વીરઃ વિનોદ રાઠોડ, ઉમરેઠ) પ્રાપ્ત માહીતી મુજબ ગત રાત્રીના સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશન નજીક વીંજોલ રોડ ઉપર આવેલ સોસાયટી પાસેથી અજાણ્યા ઇસમો દ્વારા એક નાની છોકરીને ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નગરમાં લોકચર્ચા ચાલી રહી છે કે આ બાળકીને ચોકલેટ આપવાના બહાને નજીક બોલાવી હતી,
પરંતુ કહેવાય રહ્યું છે કે ઈંજેકશન જોઈને બાળકી દોડીને ઘર તરફ ભાગી આવતા તેનો બચાવ થયો હતો. બાળકી એટલી ભયભીત બની હતી કે તેની તાવ ચઢી ગયો હતો. આ બનાવની જાણ થતા બાળકી ના વાલી તેમજ આજુબાજુના લોકો પોલીસ મથકે દોડી ગયા હતા અને ઉમરેઠ પોલીસ ને જાણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાત્રિ દરમિયાન ઉમરેઠ ચોરોએ આતંક મચાવ્યો હતો.
ઉમરેઠ વિંજોલ રોડ પર આવેલી સૈફુલ્લાહ સોસાયટી, સંજરિ સોસાયટી તથા અન્ય સોસાયટી માં બંધ પડેલા મકાન માં ચોરી થઈ હતી. દિવાળી વેકેશન દરમિયાન બહાર ગામ જતા સુના ઘર જોઈ ચોરો એ હાથ સાફ કર્યા હતા. આ ઉપરાંત અગાઉનાં દિવસોમાં રાત્રિનાં સુમારે ઉમરેઠ નજીક આવેલ પરવટા ગામ નજીક આવેલ એક બેકરી માં પણ ચોરીનો બનાવ બન્યો હતો.
આ બેકરીમાંથી ૧૫ હજારની એલચી તેમજ બેકરીમાંથી અન્ય સામાન મળી અંદાજે રૂ ૯૫૦૦૦ મત્તાની કેસર સહિત રોકડ રકમ ની ચોરી થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઉમરેઠમાં થયેલ ચોરીમાં રોકડ તો દાગીનાની ચોરી થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ ઉમરેઠ પોલીસ દ્વારા જાણવા જોગ અરજી લઈ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.