આંતર-રાષ્ટ્રીય સિગારેટ દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો
સીગરેટના ચાર થેલા,લેપટોપ, બેટરી,આઈફોન, વિદેશી ચલણ સાથે ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બેને ઝડપી પાડયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ SOG પોલીસે ઈન્ટરનેશનલ સિગરેટ સ્મગલિંગના રકેટનો પર્દાફાશ કર્યો છે.જેમાં પોલીસે સિગરેટના ચાર ઠેલા, લેપટોપ,૧૮ બેટરી,૨આઈફોન પ્રો ૧૬ અને વિદેશી ચલણ સાથે કુલ ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે એક મહિલા અને એક વ્યક્તિની અટકાયત કરીને આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો.
ભરૂચ જીલ્લા એસપી મયુર ચાવડાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસર સિગારેટ તથા તમાકુના ઉત્પાદનનો વેપાર કરતા અટકે અને યુવાધન નશાના રવાડેના ચડે જેથી સિગારેટનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા આદેશ આપ્યા હતા.જે અનુસંધાને ર્જીંય્ પીઆઈ એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયા સાથે તેમની ટીમે કામગીરી હાથધરી હતી.
આ સમય દરમ્યાન ટીમના અ.હે.કો.જયેન્દ્ર હસમુખભાઈને માહિતી મળી હતી કે અમદાવાદ તરફથી સફેદ કલરની અર્ટીગા ગાડી નંબર જીજે ૩૧ ટી ૬૦૫૭ માં સિગારેટનો જથ્થો તથા શંકાસ્પદ વસ્તુઓ લઈ મુંબઈ ખાતે જનાર જે માહિતીના આધારે ટીમે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા ખાતે નંબર જીજે ૩૧ ટી ૬૦૫૭ આર્ટિગા ગાડી આવતા તેને રોકી ચેક કરતા આ કામે પકડાયેલા આરોપી મહેરૂઝ સુલેમાન કુરેશી
તથા હીના મહેરૂઝ સુલેમાન કુરેશી અને નહી પકડાયેલો આરોપી અબ્દુલ્લા સાથે મળી ભારત સરકાર સાથે ઠગાઈના ઈરાદે તથા એક્સાઈઝ ડયુટી ભરવી ન પડે તે હેતુથી ગેરકાયદેસર રીતે પકડાયેલા કાળા કલરના થેલા નંગ ૪ માં કુલ ૫૯૦૦ સીગારેટ ડબ્બી તથા ડેલ કંપનીના લેપટોપ નંગ ૦૪ તથા ડેલ કંપનીની બેટરી નંગ ૧૮ તથા ડેલ કંપનીની નાની બેટરી નંગ ૨ તથા ગોલ્ડન કલરના બે સેમકાર્ડ વગરના
૨ આઈફોન ૧૬ પ્રો મોબાઈલ અને ભારતીય ચલણની ૫૦૦ ના દરની ૯ નોટ તથા વિદેશી ચલણ “દિરહમ” દસના દરની ૨ નોટ તથા ૧૦૦ ના દરની ૨ નોટ મળી કુલ રૂ.૧૫,૧૯,૬૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ભારતમાં ઘુસાડતા મુદ્દામાલ સાથે પકડાય ગયા હતા.