૬૦થી વધુ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એલર્ટ
નવી દિલ્હી, દેશની વિવિધ એરલાઈન્સોની ૬૦થી ફ્લાઇટોને સોમવારે બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સાથે છેલ્લા ૧૫ દિવસોમાં વિવિધ એરલાઈન્સો દ્વારા સંચાલિત ૪૧૦થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને બોંબથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ મળી છે.
મોટાભાગની ધમકીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી હતી.સૂત્રોના કહેવા પ્રમાણે એર ઈન્ડિયા અને ઈન્ડિગોની લગભગ ૨૧-૨૧ ફ્લાઇટો અને વિસ્તારાની લગભગ ૨૦ ફ્લાઈટોને બોંબની ધમકી મળી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે સોમવારે સોશ્યલ મીડિયા પર તેમની કેટલીક ફ્લાઇટોને સુરક્ષા સંબંધિત ધમકીઓ મળી હતી.
નક્કી કરેલા પ્રોટોકોલનું પાલન કરીને અમે તરત જ સંબંધિત અધિકારીઓને બોંબની ધમકીના મેસેજની જાણ કરી દીધી હતી. આ દરમિયાન, હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બોંબની ખોટી ધમકીઓના ખતરાને કાબુમાં લેવા માટે કાયદામાં સંશોધન કરવા પર વિચારણા ચાલી રહી છે.દેશમાં છેલ્લા બે સપ્તાહોમાં ૪૦૦થી વધુ ફ્લાઇટોને બોંબથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેસેજ મળ્યા છે.
ત્યાર પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ) એક્શનમાં આવી છે. સોમવારે એનઆઈએ દ્વારા ઈન્ટરનેશનલ એરપોર્ટાે પર પોતાની સાયબર વિંગના અધિકારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓ ફ્લાઇટમાં બોંબની ધમકી મળતાની સાથે જ તપાસ શરુ કરી દેશે.
ધમકી આપનારને ટ્રેસ કરવાથી લઈને વિમાનોની સેફ્ટી પણ નક્કી કરશે. આ ઉપરાંત, કેટલાક એરપોર્ટાે પર બોંબ થ્રેટ એસેસમેન્ટ કમિટી(બીટીએસી)ની ટીમો પણ ગોઠવવામાં આવી છે.SS1MS