આ બે શહેરોમાં ઇંધણ ઉત્પાદન માટે કૃષિ અને ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરાશે
એમેઝોન અને HPCL વચ્ચે ભારતમાં ઓછા કાર્બનવાળા ઇંધણ વડે લાંબા અંતરના પરિવહનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહયોગ
પહેલના ભાગરૂપે ભારતના તમામ રાજ્યોમાં ઇંધણ ભરવાના કેન્દ્રો અને ચાલુ મુસાફરીએ ઇંધણ ભરી આપતા મોબાઈલ સ્ટેશન ઊભા કરે છે
- કંપનીઓ નીતિની હિમાયત અને સંશોધન દ્વારા ઓછા કાર્બનવાળા ઇંધણને પ્રોત્સાહન આપશે
ભારત, ઓક્ટોબર 28, 2024: એમેઝોન ઇન્ડિયા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)એ આજેભારતમાં લાંબા અંતરના પરિવહન માટે ઓછા કાર્બનવાળા ઇંધણ (એલસીએફ)ના વિકાસ અને વપરાશ માટે પરસ્પર સહયોગની જાહેરાત કરી છે.
આ જોડાણ પરિવહન ક્ષેત્રે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. એમેઝોનની સમગ્ર કામગીરીમાં 2040 સુધીમાં નેટ-શૂન્ય કાર્બન હાંસલ કરવા માટે વૈશ્વિક પ્રતિબદ્ધતા સાથે પણ મેળ ખાય છે અને 2070 સુધીમાં ભારતના નેટ-શૂન્ય કાર્બનના રાષ્ટ્રીય લક્ષ્યમાં પોતાનું યોગદાન આપે છે.
એમેઝોન અને એચપીસીએલે પારંપરિક ઇંધણની તુલનામાં કાર્બનની તીવ્રતામાં નોંધપાત્રપણે ઘટાડે એવા રિન્યુએબલ ડીઝલ (આરડી) અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) જેવા એલસીએફના પુરવઠા અને માંગ વધારવા સમજૂતિ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરીને સહયોગ કર્યો છે.
સહયોગના ભાગરૂપે એમેઝોન અને એચપીસીએલ એમેઝોનના લાંબા અંતરના વાહનોમાં ઇંધણના પ્રયોગ કરવા અને એલસીએફની સુલભતા માટે ઇંધણ કેન્દ્રો અને મોબાઇલ રિફ્યુઅલિંગ સ્ટેશનની શક્યતાઓનું તપાસવા પ્રાયોગિક કાર્યક્રમ હાથ ધરશે. બંને કંપનીઓ ભારતમાં એલએફસીનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન આપતી નીતિઓને સમર્થન આપવા માટે સરકારી સંસ્થાઓ અને ઔદ્યોગિક સંગઠનો સાથે પણ હાથ મિલાવશે.
એમેઝોન ઇન્ડિયાના વીપી-ઓપરેશન્સ, અભિનવ સિંઘે જણાવ્યું હતું કે, “બાયોફ્યુઅલ ભારતના ઊર્જાના બદલાવમાં ચાવીરૂપ છે. તેના દ્વારા નોકરીઓના સર્જન અને આર્થિક વૃદ્ધિની પુષ્કળ તક છે. એચપીસીએલ સાથે એમેઝોનનો સહયોગ આ પરિવર્તનને સશક્ત બનાવવા તરફનું એક પગલું છે. એનો ભાગ બનવામાં અમને આનંદ થાય છે.
2040 સુધીમાં નેટ-શૂન્ય કાર્બન હાંસલ કરવાના ધ ક્લાઇમેટ પ્લેજના વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ અમારા પરિવહન નેટવર્કમાં ઇંધણના વિકલ્પોને પ્રોત્સાહન આપવું એ ભારતની ઊર્જા અંગેના લક્ષ્યો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને સુદૃઢ બનાવે છે અને અમે ઉત્સર્જન ઘટાડવા માટે આતુર છીએ. ભારતમાં ઓછા કાર્બનવાળા ઇંધણના વિકાસ અને વપરાશના પર્યાવરણીય લાભોના સાક્ષી બનવા અમે આતુર છીએ.”
એચપીસીએલે જણાવ્યું કે, “અમે આપણા દેશ, ઉદ્યોગ અને પર્યાવરણને લાભ આપતા પર્યાવરણને અનુકૂળ ઇંધણો વિકસાવવા અને તેનો ઉપયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સહયોગ લાંબા અંતરના પરિવહનને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે અને ભારતની લાંબા ગાળે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વ્યૂહરચનાને અનુરૂપ અમારા હેતુ સાથે સુસંગત છે.
અમે સાથે મળીને આપણા દેશ માટે હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે એવી સ્વચ્છ ઊર્જા તરફના પ્રયાણને વેગ આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.”