Western Times News

Gujarati News

ફિલ્મોની સરખામણીએ ભારતની હિન્દી ટીવી સિરિયલ્સનો વિયેતનામમાં ભારે ક્રેઝ

ખૂબ જ ઝડપથી ટુરીઝમ ક્ષેત્રે વિકસી રહેલા વિયેટનામમાં બાલિકાવધૂની આનંદી (અવિકા ગોર) બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કરતા પણ વધુ જાણીતો ચહેરો

અમદાવાદ, વિયેતનામમાં એમ તો વિયેતનામી ઉપરાંત હોલિવૂડની ફિલ્મો પણ પ્રદર્શિત થાય છે. હિન્દી ફિલ્મોની સરખામણીએ હિન્દી ટીવી સિરિયલ્સનો વિયેતનામમાં ભારે ક્રેઝ છે

કોઈ પણ દેશની સંસ્કૃતી પર તેના મનોરંજન ઉદ્યોગ કે મનોરંજન સામગ્રીનો મોટો પ્રભાવ જોવા મળતો હોય છે. ભારતમાં બોલિવૂડ-સાઉથ સિનેમા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષામાં બનતી ફિલ્મો અને સિરિયલોની લોકજીવન પર ખૂબજ અસર જોવા મળે છે. એજ રીતે વિશ્વભરમાં જે-તે દેશની મનોરંજન સામગ્રી ત્યાંની સંસ્કૃતીને વ્યક્ત કરતી હોય છે.

વર્ષો સુધી યુદ્ધોના ઓછાયામાં રહેલા વિયેતનામમાં મનોરંજન પિરસવાના માધ્યમ તરીકે ફિલ્મો અને સિરિયલ્સ મુખ્ય છે. રસપ્રદ બાબત તો એ છે કે અંગ્રેજી ભાષા પણ જે દેશમાં બહુ સમજાતી નથી ત્યાં ભારતીય ફિલ્મો અને સિરિયલ્સને લઈને ખૂબજ ક્રેઝ જોવા મળે છે.

બાલિકાવધૂની આનંદી લોકપ્રિય-હિન્દી સિરિયલ બાલિકાવધૂ નામની શ્રેણી તો વિયેતનામના મોટા ભાગના ઘરમાં જોવાતી હતી એટલું જ નહીં અહીં બાલિકાવધૂની આનંદી (અવિકા ગોર) બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કરતા પણ વધુ જાણીતો ચહેરો છે.

અવિકાની વિયેતનામમાં લોકપ્રિયતા એ હદે હતી કે 19 વર્ષની વયે 2016માં આ અભિનેત્રીએ વિયેતનામની મુલાકાત લીધી ત્યારે તેણે સ્થાનિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. અવિકા ત્રણ દિવસ વિયેતનામમાં વિતાવ્યા હતા. છ વર્ષ બાદ અને બાલિકાવધૂ સિરિયલ પૂરી થયાના વર્ષો પછી પણ વિયેતનામના લોકોના મોઢા પર આનંદીનું નામ હજુ પણ રમતું જોવા મળે છે.

દાનાંગના કુદરતી સૌંદર્ય, અમદાવાદના સાંસ્કૃતિક વારસાને માણવાનો નવો સેતુ-વિયેતજેટની બે શહેરોને જોડતી સીધી ફ્લાઈટ

લવસ્ટોરી – ફેમિલી ડ્રામા વધુ પસંદ- વિયેતનામમાં એમ તો વિયેતનામી ઉપરાંત હોલિવૂડની ફિલ્મો પણ પ્રદર્શિત થાય છે. હિન્દી ફિલ્મોની સરખામણીએ હિન્દી ટીવી સિરિયલ્સનો વિયેતનામમાં ભારે ક્રેઝ છે. વિયેતનામમાં લોકોમાં અમિતાભ બચ્ચન ભલે બહુ જાણીતો ચહેરો ન હોય પરંતુ બાલિકાવધૂની આનંદી (અવિકા ગોર) ને લોકો વધુ જાણે છે. આ બાબતે વિયેતનામના એક રિસોર્ટમાં કામ કરતા કર્મચારી ટ્રંગે કહ્યું કે વિયેતનામના લોકોને લવ સ્ટોરી અને ફેમિલી ડ્રામા જોવા વધુ ગમે છે.

એમ તો અહીં બનતી ફિલ્મોમાં એક્શનનું પણ વિશેષ પ્રમાણ હોય છે. દા નાંગ શહેરમાં એક ગારમેન્ટની દુકાન ચલાવતી મહિલા નીહે કહ્યું કે, અહીંના લોકો અંગ્રેજી ભાષા પણ ઓછી સમજે છે ત્યારે અન્ય દેશોની ભાષાની ફિલ્મો અહીં પ્રમાણમાં ઓછી આવે છે. હિન્દી ફિલ્મો અહીં જરૂર રિલિઝ થાય છે પણ અહીંના લોકોને હિન્દી સિરિયલ્સ ખાસ કરીને ફેમિલી ડ્રામા જોવા વધુ ગમે છે તેથી જ તો અહીં બાલિકાવધૂ અને સસુરાલ સિમરન કા જેવી સિરિયલો ખૂબજ ચાલી.

એરલાઈન ભારત અને વિયેતનામ વચ્ચે મોટા ભાગના રુટ્સ – સપ્તાહ દીઠ 60 ફ્લાઈટ્સ સાથે આઠ રુટ્સ- ઓફર કરી રહી છે, જે નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોચીને હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સાથે જોડે છે. પ્રવાસીઓ પરિપૂર્ણ શાકાહારી વાનગીઓ સહિત નવ ગરમ ભોજનના વિકલ્પો માણી શકે અને પ્રદેશમાં સ્પર્ધાત્મક દૈનિક ફ્લાઈટ્સમાંથી લાભ મેળવી શકે છે. સામાન્ય રીતે રાતના આઠ વાગે પ્રસારિત થતી આ શ્રેણીઓ માટે વિયેતનામીઓમાં ભારે આતુરતા જોવા મળતી હતી.

વિયેતનામી ફિલ્મ ઉદ્યોગ વિકાસશીલ તબક્કામાં
વિયેતનામનો ફિલ્મ ઉદ્યોગ હજુ પણ વિકાસશીલ તબક્કામાં છે અને તે પડકારો અને તકોમાં વર્ગીકૃત હોવાનું જણાય છે. ઐતિહાસિક રીતે, ઉદ્યોગ મર્યાદિત ખાનગી રોકાણ સાથે સરકાર દ્વારા નિર્મિત ફિલ્મોનું પ્રભુત્વ ધરાવે છે. કોમર્શિલ ફિલ્મોની સંખ્યામાં ધીમો પરંતુ સતત વધારો થતો જોવાય છે, ત્યારે અન્ય દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોની સરખામણીમાં ફિલ્મનું બજાર પ્રમાણમાં ઘણું નાનું છે.

મર્યાદિત બજેટ-કુશળ વ્યાવસાયિકોની અછત –મર્યાદિત બજેટ, અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ વ્યાવસાયિકોની અછત જેવા મુખ્ય મુદ્દાઓએ વિયેતનામના સિનેમા ક્ષેત્રના વિકાસમાં અવરોધ ઊભો કર્યો છે. જો કે, યુવા ફિલ્મ નિર્માતાઓ નવી શૈલીઓ અને વાર્તા અને આધુનિક તકનીકો સાથે પ્રયોગ કરતા હોવાથી વિકાસની સંભાવના જોવાય છે, અને સરકાર ધીરે ધીરે ઉદ્યોગને વધુ ખાનગી અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ખોલી રહી છે. આ અવરોધો હોવા છતાં, વિયેતનામના ફિલ્મ નિર્માતાઓનો જુસ્સો અને સર્જનાત્મકતા ઉદ્યોગને આગળ ધપાવવા પ્રયત્નશીલ છે જેનાથી ભવિષ્યના વિકાસની આશા બંધાય છે.

2028 સુધીમાં વિયેતનામના ફિલ્મ ઉદ્યોગનું કદ 20.33 મિલિયન યુએસ ડોલરે પહોંચવાનું અનુમાન
વિયેતનામનું સિનેમા ટિકિટ બજારમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. 2024માં અંદાજિત આવક 17.86 મિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. બજાર 2024 થી 2028 સુધી 3.29 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વિસ્તરે તેવી અપેક્ષા છે, પરિણામે બજારનું અનુમાનિત કદ 20.33 મિલિયન અમેરિકન ડોલર પહોંચવા એમ હોવાનું એક સ્થાનિક સર્વેમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.