Western Times News

Gujarati News

ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મજયંતીની યુવારેલીના સથવારે ઉજવણી   

“વિવેકાનંદજી અને ભારતમાતા કી જય”ના ગગનભેદી સુત્રોચ્ચારે સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મુક્યું – રવિવાર હોવા છતાં પણ ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓની સૂચક હાજરી

સ્વામી વિવેકાનંદજીએ આપેલા રાષ્ટ્રીય આદર્શ “ત્યાગ અને સેવા”ને જીવનમાં અપનાવો : ડો.દોલતભાઈ દેસાઈ

ધરમપુર,  શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૫૮ મી જન્મજયંતી–રાષ્ટ્રીય યુવાદિવસ નિમિત્તે આયોજિત યુવારેલીમાં ધરમપુર નગર અને આસપાસની તાલુકાની વિવિધ શાળા-મહાશાળાનાં ૮૦૦ થી વધુ વિધાર્થીમિત્રોએ રવિવાર અને મકરસંક્રાંતિ પર્વની જોડાયેલી રજા હોવા છતાં ઉત્સાહભેર શાળા પરિવારના સથવારે જોડાયા હતા.

સવારે ૮.૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ ટ્રસ્ટના સર્વેસર્વા ડો. દોલતભાઈ દેસાઈએ સૌ શાળા પરિવારને આવકારી સ્વામી વિવેકાનંદજીએ આપેલા રાષ્ટ્રીય આદર્શ “ત્યાગ અને સેવા” નાં આદર્શને જીવનમાં આપનાવા અનુરોધ કર્યો હતો ઉપસ્થીત ૮૦૦ થી વધુ યુવાનોને દરરોજ વિવેકાનંદજીના પુસ્તકોનો અભ્યાસ નિયમિત રીતે કરવા આહ્વાન કરી સમડીચોક ખાતે મુકાયેલી વિવેકાનંદજીની પ્રતિમાને ૨૫ વર્ષ પૂર્ણ થયા હોવાનો ઈતિહાસ વાગોવ્યો હતો,

સ્વામી વિવેકાનંદજીએ સને ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો હતો એ ઐતહાસિક ગાથાને યાદ કરી આજે એ બાબતને ૧૨૫ વર્ષ પુરા થયાનું જણાવી ભારતમાતાને વિશ્વકક્ષાએ ગૌરવવંતુ સ્થાન સ્વામી વિવેકાનાદજીએ અપાવ્યું હોવાની વાતો વિસ્તારથી કરી હતી જે આખું વિશ્વ આ વિશ્વ “ધર્મપરિષદ” અગાવ ભારતદેશને ગુલામ અને કચડાયેલા દેશ તરીકે જોતું હતું સ્વામી વિવેકાનંદજીના વિશ્વધર્મપરિષદનાં એકમાત્ર “ભાષણ” બાદ આખું વિશ્વ ભારતને સન્માનની નજરે જોવા માંડ્યું હોવાની વાત વિસ્તારથી કરી હતી.

સાથે સાથે છેલ્લા ૨૫ વર્ષથી ચાલી આવેલી આ યુવારેલીને રવિવાર હોવા છતાં શાળા પરિવાર એટલી મોટી સંખ્યામાં ભાગલેવા આવ્યા જેનો હોશભેર આભાર પણ માન્યો હતો, પાલિકાપ્રમુખ જયદીપસિંહ સોલંકીએ  આજના “સાંપ્રત સમયમાં યુવાનોને પોતાના હીરો સ્વામી વિવેકાનંદજીને જ બનાવે” એમ જણાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિદ્યાર્થીમિત્રોને જીવનમાં વિવેકાનંદજીની પ્રેરણાદાયી વાતો સંજીવાની સમાન સાબિત થશે એમ જણાવી રવિવારે પણ શાળાપરિવારો એટલી મોટી સંખ્યામાં સ્વમ્ભુ જોડતા સૌ શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા.

યુવારેલી નગરના પ્રભુફળિયા, મોટાબજાર, ટાવર, ગાંધી બાગ, દશોન્દી ફળિયા, ડો હેડગેવાર ચોક, ગાર્ડનરોડ, એસટી ડેપો રોડ, જેલરોડ બજાર થઇ ફરી મનહરઘટ ખાતે પાછી ફરી હતી, સમગ્ર યુવારેલી દરમિયાન સ્વામી વિવેકાનંદજીકી જય અને ભારતમાતા કી જય નાં ગગનભેદી સુત્રોચ્ચારો નગરમાં રવિવારે પણ ગુંજતા સમગ્ર નગર વિવેકાનંદમય બની ગયું હતું.

આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, કોર્પોરેટર જ્યોત્સનાબેન દેસાઈ સહીત અનેક્વિધ મહાનુભાવો શાળાના આચાર્યશ્રીઔ, શિક્ષક ભાઈ-બહેનો, નગરના નગરજનો યુવારેલીમાં હોશભેર જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.