Western Times News

Gujarati News

મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે નગરદેવીમાં ભદ્રકાળીના દર્શન કરશે

File Photo

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તે વિવિધ શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે તારીખ ૨ નવેમ્બર, શનિવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે.

મુખ્યમંત્રી સવારે ૮.૫૦ કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે. ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

મુખ્યમંત્રી નૂતન વર્ષના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. તે પછી સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.