દિવાળીમાં મેટ્રો સાંજે ૭ વાગ્યા સુધી જ દોડશે
કોઈ દુર્ઘટના ન થાય એ ધ્યાને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરીને મેટ્રોને વહેલી બંધ કરી દેવામાં આવશે
અમદાવાદ, દિવાળીના તહેવારને ધ્યાને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. દિવાળીમાં સવારે ૬.૨૦ થી સાંજે ૭ વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ચાલશે.
દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે.
ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં દિવાળીના તહેવારોને લઈ મેટ્રો સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે સાંજે ૭ વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ચાલશે.
આ નિર્ણય જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની અસરોના કારણે લેવામાં આવ્યો છે. દિવાળી પર લોકો સાંજે ફટાકડા ફોડતા હોય છે આતશબાજી કરતા હોય છે. ત્યારે લોકો જાહેર જગ્યાઓ પર પણ આતશબાજી કરતા જોવા મળે છે.
ત્યારે આ ફટાકડા અને આતશબાજીને લીધે મેટ્રોના સંચાલનમાં કોઈ સમસ્યા ન આવે કે કોઈ દુર્ઘટના ન થાય એ ધ્યાને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરીને મેટ્રોને વહેલી બંધ કરી દેવામાં આવશે. દિવાળીના તહેવારને ધ્યાને લઈને મેટ્રોના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.
દિવાળીમાં સવારે ૬.૨૦ થી સાંજે ૭ વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ચાલશે. દેશના અન્ય શહેરોમાં ચાલતી મેટ્રો સેવાઓને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.