સલમાનને જાનથી મારી નાખવાની ધમકી અપનાર એકની ધરપકડ કરાઈ
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકીભર્યાે મેસેજ મળ્યો હતો.
મેસેજ મોકલનાર વ્યક્તિએ ૨ કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે. મેસેજમાં ધમકી આપવામાં આવી હતી કે જો પૈસા આપવામાં નહીં આવે તો તે સલમાન ખાનને મારી નાખશે. પોલીસે આ કેસમાં બાંદ્રાના આઝામ મોહમ્મદ મુસ્તફા નામના એક ઈસમની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર પણ આવા જ ધમકીભર્યા મેસેજ આવ્યા હતા, જેમાં સલમાન ખાન પાસેથી ૫ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
બોલીવુડ સ્ટાર સલમાનખાનને મારી નાખવાની ધમકી આપનાર અને બાબા સિદ્દીકી હત્યા કેસ પછી ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર ડઝનો કેસ ચાલી રહ્યા છે. આ દરમિયાન, લોરેન્સ બિશ્નોઈને અખિલ ભારતીય જીવ રક્ષા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે.
હરિયાણામાં લોરેન્સ બિશ્નોઈના સમાજના લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. ફતેહાબાદ બિશ્નોઈ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ હંસરાજ ગોદારાએ કહ્યું કે, આ નિર્ણયથી યુવાનોમાં જીવો પ્રત્યે દયા ભાવ જાગશે. લોરેન્સ બિશ્નોઈને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પર સમાજના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.SS1MS