વજન ઉતારવા માટે વિદ્યાને વર્કઆઉટની જરૂર ના પડી!
મુંબઈ, તાજેતરમાં રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા ૩’માં વિદ્યા બાલનના નવા લૂકે દરેકને ચોંકાવી દીધા છે. અગાઉ વિદ્યા બાલનનું વજન વધારે જણાતું હતું, જ્યારે આ ફિલ્મમાં વિદ્યાએ નોંધપાત્ર વજન ઉતાર્યું હોય તેવું લાગતું હતું. વધારે વજનના કારણે વિદ્યાની મજાક ઊડી હોય તેવું વર્ષાે સુધી બન્યું છે, પરંતુ તેમને ખરી સમસ્યાની ખબર છેક હવે પડી છે.
વિદ્યાએ કહ્યું હતું કે, ખરી સમસ્યા શરીરનું ઈન્ફ્લેમેશન હતી અને તેનો ઉકેલ પ્રોપર ડાયેટથી આવ્યો હતો. જેના કારણે વર્ક આઉટ કરવાની જરૂર પડી જ ન હતી. વિદ્યાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, આખા જીવનમાં પાતળા દેખાવા સંઘર્ષ કર્યાે હતો. તેના માટે ગાંડાની એક્સરસાઈઝ કરી હતી. ક્યારેક વજન ઉતરતું હતું, પરંતુ થોડા સમયમાં બમણા વેગથી વજન વધી જતું હતું.
આ વર્ષની શરૂઆતમાં ચેન્નાઈના એક ન્યૂટ્રિશનલ ગ્રુપ સાથે મુલાકાત થઈ હતી. આ ગ્રુનું માનવું હતું કે, વજન વધવાનું મૂળ કારણ ચરબી નથી પરંતુ ઈન્ફ્લેમેશન છે.
ઈન્ફ્લેમેશન દૂર કરવા મારો ડાયેટ લાન તેમણે બદલ્યો અને તેની ખૂબ સારી અસર થઈ. વિદ્યા બાલન આજીવન શાકાહારી રહી છે અને તે બધા શાકભાજીને સારા જ સમજતી હતી. જો કે આ ગ્રુપને મળ્યા બાદ વિદ્યાને સમજાયું કે દરેક શાકભાજી લાભદાયક નથી હોતા.
કઈ વસ્તુ સારી છે અને કઈ નથી તે તમારે શોધવું પડે છે. કારણ કે કોઈ એક વ્યક્તિને લાભ થયો હોય તો તે વસ્તુ તમને પણ લાભ કરે તે જરૂરી નથી. ન્યૂટ્રિશનલ ગ્રુપે સૌ પ્રથમ વિદ્યા પાસે વર્કઆઉટ બંધ કરાવ્યું હતું પછી તેને પાલક તથા દૂધીથી દૂર રહેવાની સલાહ આપી.
વિદ્યાએ આ સલાહનો અમલ કર્યાે અને તેના કારણે કરિયરમાં સૌથી વધારે સ્લિમ દેખાવ અત્યારે થયો છે. આખું વર્ષ વિદ્યાએ વર્કઆઉટ કર્યું નથી, પરંતુ શરીરને યોગ્ય રીતે સમજીને આહારમાં ફેરફાર કરવાથી તેને આ લાભ થયો છે.SS1MS