Western Times News

Gujarati News

સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું યાત્રિક ભવન સાળંગપુરમાં ખુલ્લુ મુકાયું

20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનનું 9લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.-જેમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. 

અમદાવાદ, સાળંગપુરમાં મંદિર દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે.

રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. જ્યાંથી અંદર પ્રવેશતા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન એરીયા બનાવ્યું છે. યાત્રિકો માટે કુલ 1000થી વધુ રૂમ અવેલેબલ છે.

જેમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત 10 હાઈ સ્પીડ એલિવેટર (લિફ્ટ)ની સુવિધા પણ છે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં આખા બિલ્ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ 1000થી વધુ રૂમમાં 5,000 થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્ડિંગમાં 400 AC રૂમ દીઠ એકનું મેનઇટનન્સ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન AC રૂમ 800 રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો 45 સ્યૂટ રૂમ દીઠ એકનું મેઈન્ટનન્સ ભાડુ 3 હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં દરેક ફ્લોરમાં 6-6 પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ ફ્લોર પર કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. આ કેન્ટીનની સાઈઝ 12 હજાર સ્ક્વેર છે. જેમાં 200 લોકો સ્વખર્ચે નાસ્તો કરી શકશે.

મહત્વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્તો અને યાત્રિક નિશુલ્ક નાસ્તો અને ભોજન પ્રસાદ લઈ શકશે. આ આખા બિલ્ડિંગના ફ્લોરની અલમોસ્ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્ડિંગમાંથી એક લોન્ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ 100 લોકોના સ્ટાફથી ઓપરેટ થશે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્ય ગેટથી કરી શકાશે નહીં. અહીં પાર્કિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં 2500થી વધુ કાર, 1 હજાર ટુવ્હીલર અને 50 બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ પાર્કિંગ બિલ્ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.