Western Times News

Gujarati News

રાષ્ટ્રીય એકતા દિવસ પર PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ

સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરિત કરશેઃ મોદી

(એજન્સી)નર્મદા, વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના પ્રવાસના આજના બીજા દિવસે તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યાં હતાં. તેમણે કહ્યું કે ‘હું શપથ લઉં છું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ સુધી આ સંદેશ પહોંચાડવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું દેશની એકતાની ભાવનાથી શપથ લઈ રહ્યો છું જે સરદાર પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું. હું દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.’

વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં ૯ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની ૧૬ મા‹ચગ ટુકડીઓ, ૪ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, દ્ગઝ્રઝ્ર અને મા‹ચગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.

PM participated in the ‘Rashtriya Ekta Diwas’ celebrations at the Statue of Unity in Kevadia, Gujarat on October 31, 2024.

જ્યારે ભારતને આઝાદી મળી હતી, ત્યારે દુનિયામાં કેટલાક લોકો હતા, જે ભારતના વિઘટનનું અનુમાન લગાવી રહ્યા હતા. તેમને જરા પણ આશા ન હતી કે હજારો રજવાડા જોડીને એક ભારતનું નિર્માણ થઇ જશે, પરંતુ સરદાર સાહેબે આ કરી બતાવ્યું. આ એટલા માટે સંભવ બન્યું કારણ કે સરદાર સાહેબ વ્યવહારમાં યથાર્થવાદી, સંકલ્પમાં સત્યવાદી, કાર્યમાં માનવતાવાદી અને ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા.

આજે હર ઘર જલ યોજના દ્વારા ભેદભાવ વિના પાણી પહોંચાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આજે પીએમ કિસાન નિધિ અને પીએમ આવાસ યોજના અને આયુષ્યમાન યોજના પણ ભેદભાવ વિના મળે છે. સરકારના આ એપ્રોચે સમાજ-લોકોમાં વ્યાપ્ત અસંતોષને સમાપ્ત કરી દીધો. તેનાથી લોકોનો સરકાર પર વિશ્વાસ વધ્યો છે. આ જ એક ભારત, શ્રેષ્ઠ ભારતને ગતિ આપે છે.

અમારી દરેક નીતિ અને નીયતમાં એકતા અમારી પ્રાણશક્તિ છે. તેને જોઇને સરદાર સાહેબની આત્મા અમે આર્શિવાદ આપતી રહેશે. પહેલાંની સરકારોની નીયત અને નીતિઓમાં ભેદભાવનો ભાવ પણ દેશની એકતાને નબળી બનાવી રહ્યો છે. ગત ૧૦ વર્ષમાં દેશમાં સુશાસનના નવા મોડલમાં ભેદભાવના ભાવનો અવકાશ ખતમ થઇ ગયો. અમે સબકા સાથા-સબકા વિકાસનો માર્ગ પસંદ કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત ૧૦ વર્ષમાં ભારતે વિવિધતામાં એકતામાં જીવવાના દરેક પ્રયાસમાં સફળતા મેળવી છે. આજે વન નેશન, વન આઇડેંટિટી એટલે કે આધારની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. અમે વન નેશન, વન ટેક્સ સિસ્ટમ બનાવી. અમે વન નેશન, વન ગ્રિડની સંકલપના પુરી કરી. અમે આયુષ્માન ભારતના રૂપમાં વન નેશન, વન ઇશ્યોરન્સની સુવિધા દેશને આપી છે. હવે અમે વન નેશન, વન ઇલેક્શન પર કામ કરી રહ્યા છીએ. આ ભારતના લોકતંત્રને મજબૂતી પુરી પાડશે.

તેનાથી ભારત વિકાસની નવી ગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. જમ્મૂ કાશ્મીરમાં પહેલીવાર મુખ્યમંત્રીમાં ભારતના સંવિધાનના શપથ લીધા હતા. આ ભારતના સંવિધાન નિર્માતાઓને સંતોષ આપે છે. હું તેને ભારતની એકતા માટે ઘણું મોટું, ખૂબ જ મજબૂત પડાવ માનું છું. જમ્મૂ-કાશ્મીરની જનતાએ અલગાવના એજન્ડાને નકારી કાઢ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.