Western Times News

Gujarati News

જયંત પંડયાએ રોકાવેલી સત્યનારાયણની કથા ભૂદેવોએ તેમના જ ઘર પાસે પૂર્ણ કરી

રાજકોટ, રાજકોટના ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ પારડી પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ચાલી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાને બંધ કરાવી હતી.

ત્યારબાદ રાજ્યભરમાં બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાન ગઈકાલે જયંત પંડયાના ઘર ઉપર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આજે અગાઉ અધૂરી રહેલી કથા તેમના ઘર પાસે આવેલા કનૈયા ચોક ખાતે યોજવામાં આવી હતી. બીજી તરફ જયંત પંડયાએ પોલીસ પ્રોટેકશન માંગ્યું હોવાથી તેના ઘરની આજુબાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ મામલે બ્રહ્મ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલાં એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. જેમાં જયંત પંડયા દ્વારા આ કથાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ધાક ધમકી આપવામાં આવી હતી કે, હું તારી નોકરી ખાઈ જઈશ. જ્યાં પૂજારીને હેરાન કરવામાં આવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, જયંત પંડયા પોતે એક ગુનેગાર છે.

તેને અગાઉ સજા પડેલી છે. તેનું મુખ્ય કાર્ય સનાતન ધર્મના કાર્યક્રોમાં રૂકાવટ ઊભી કરવી અને તોડપાણી કરવા. પોલીસ પ્રશાસને પણ હેરાન કરે છે. નોંધનીય છે કે, ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ પારડી પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે સત્યનારાયણ ભગવાનનની કથા બંધ કરાવ્યા બાદ તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે.

કર્મકાંડી બ્રાહ્મણો રૈયા રોડ ઉપરના બ્રહ્મ સમાજ ચોક પાસે આવેલા જીવનનગરમાં જયંત પંડયાના ઘર પર પહોંચ્યા હતા અને ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કર્યું હતું. આજે સાંજે તેમના ઘર પાસે જ સત્યનારાયણની અધૂરી કથા પૂર્ણ કરવા માટેનું એલાન કર્યું હતું. જો કે, જયંત પંડયાએ પોલીસ પ્રોટેકશન માંગતા તેમના ઘર પાસે કથા થઈ શકી ન હતી અને તેથી તેના ઘરથી થોડે દૂર સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.