દાગીના લૂંટવા ભાથું દેવા જતી મહિલાનું ગળું કાપી હત્યા
(એજન્સી) ઊના, ઊનાના ગીરગઢડાના આંકોલાળી ગામે મહિલા વાડી વિસ્તારમાં બપોરે બારેક વાગ્યે પતિ અને પુત્રને ભાથું દેવાં જતી હતી. આ વખતે વાડી વિસ્તારમાં કોઈ લુંટારાએ આંતરીને ધારદાર હથિયારથી ગળું કાપી હત્યા કરીને સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર થઈ ગયો હતો. A woman who was going to give money to rob jewelry was killed by slitting her throat
ગીરગઢડા તાલુકાનાં આંકોલાળી ગામે રહેતા અને પાંજેરીની સીમ કાંકરિયા તળાવ નજીક સીમમાં જમીન ધરાવતા શ્રમિક ખેડૂત જેઠાભાઈ દેવાયતભાઈ વાજા પોતાના પુત્ર સાથે વાડીમાં વાવેતર કર્યું હોવાથી ત્યાં હતા. તેમનાં પત્ની રૈયાબેન વાજા (ઉ.૪૫) ગામમાં આવેલા ઘરેથી બપોરનું ભોજન બનાવીને બપોરે બાર વાગ્યાના અરસામાં ભાથું દેવાં જતાં હતાં.
આ વખતે આકોલાળીથી ધાબાવડ જવાના જુના સીમ વિસ્તારનાં અવવારૂ રસ્તે ધોળા દિવસે રૈયાબેનને કોઈ અજાણ્યા શખ્સોએ રસ્તે આંતરીને તીક્ષ્ણ હથીયાર વડે ગળું કાપી નાખી મોતને ઘાટ ઉતારી દીધા હતા, અને રૈયાબેન વાજાએ પોતાના ગળામાં પહેરેલો સોનાનો હાર, કાનમાં પહેરેલી સોનાની કડી, સોનાના ડેસકા નાકની કડી, પગના ચાંદીના છડા સહિત અંદાજીત બે લાખનાં દાગીના પણ લૂંટી હત્યારા નાસી છુટ્યા હતા.
આ બનાવ લૂંટનાં ઇરાદે હત્યા થયાની આશંકા હોવાનું જોવા મળ્યું હતું. ગળાના ભાગે તેમજ અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હોવાનું બહાર આવ્યું છે. લાભુબેન ઉર્ફે રૈયાબેન નામની કોળી મહિલા લોહીલુહાણ હાલતમાં સીમ વિસ્તારમાં પડી હોવાની જાણ તેનાં પતિ પુત્ર સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા. આ હત્યા લૂંટ કરવાના ઈરાદે થયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ કાઢવામાં આવ્યું છે. પરંતુ આ હત્યારા ઝડપાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.