વિજાપુરના વસઈ ખાતે બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજાપુરના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં હાજરી આપી
સ્વચ્છતાના આગ્રહી બનીને સૌને સ્વચ્છ ભારત નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વિજાપુર તાલુકાના વસઈ ખાતે લઘુરુદ્ર યજ્ઞ તથા બહેન-દીકરી અને જમાઈશ્રીઓના સન્માન સમારોહમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેમના આજના દિવસની શરૂઆત 300 વર્ષ જુના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્રી યજ્ઞ તેમજ વસઈના લઘુરુદ્ર યજ્ઞથી થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ પરિસરમાં તેમણે ખૂબ સારી સ્વચ્છતા જોઈ છે.
આવી સ્વચ્છતાનો આગ્રહ દરેક જગ્યાએ રાખવો જોઈએ. આપણું ગામ, શહેર અને આસપાસના વિસ્તારમાં દરરોજ સ્વચ્છતા રહે તેની સૌએ કાળજી રાખવી જોઈએ. લોકોના સંસ્કાર અને સ્વભાવમાં સ્વચ્છતા આવે અને સૌ સ્વચ્છતાના આગ્રહી બનીને સ્વચ્છ વિકસિત ભારત નિર્માણમાં જોડાય તેવો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્યશ્રી સી.જે. ચાવડા, અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ રાજગોર, રમણભાઈ પટેલ અને ડાયાભાઈ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.